રૂપિયા

ઢબુડી માતાના સેવકે ધમકી આપી, ‘પેલા બોટાદનાં ફરિયાદી ભીખાભાઇનું પણ ડેથ સર્ટિફિકેટ જોઇ લેજે’

ધર્મના નામે ધતિંગ કરીને અને પોતાના ઢબુડી માતા કહેડાવતા ધનજી ઓડ મામલે હવે તેના ભક્તો મેદાનમાં આવ્યા છે. ઢબુડી માતાના ભક્તોની રોજેરોજ નવી ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં ઢબુડી માતાનો સેવક એક પત્રકારને ધમકી આપી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય છે. 

Aug 30, 2019, 01:51 PM IST

ફરાર ઢબુડી માતાના બચાવમાં આવ્યા ભક્તો, કહ્યું-માતા ભાગી નથી ગયા, આરાધનામાં હશે

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર ધર્મના નામે ધતિંગ કરવાના અને ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાનો આરોપ છે. ત્યારે ઢબુડીના માતાના ભક્તો ઢબુડી માતાને બચાવવા મેદાને આવ્યા છે. સુરતમાં ઢબુડી માતાના ભક્તો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, ઢબુડી માતા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ ખોટા છે. આ ભક્તોએ એમ પણ કહ્યું કે, માતાએ કેન્સરનો પણ ઈલાજ કર્યો છે. 

Aug 29, 2019, 01:23 PM IST

બેનકાબ થઈ ઢબુડી માતા, અસલી ચહેરો આવ્યો લોકોની સામે, જુઓ ઓઢણીના અંદરની માતા કેવી દેખાય છે

ઢબુડી માતાના નામે લોકોને છેતરનાર ધનજી ઓડ હાલ ફરાર છે. તેનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. માથે ઓઢણી લઈને લોકોને ધર્મના નામે લૂંટતા ધનજી ઓડનો ચહેરો કોઈએ જોયો નથી. ઢબુડી માતા જ્યારે પણ જાહેરમાં આવે ત્યારે માથે ચુંદડી લઈને જ લોકોની વચ્ચે આવતો હતો. તે લોકો સાથે સંપર્ક કરતા સમયે પણ માથા પર ચુંદડી ઢાંકી રાખતો. ત્યારે ધર્મના નામે ધતિંગ કરતા ધનજી ઓડનો ચહેરો સામે આવ્યો છે.

Aug 29, 2019, 08:39 AM IST

અમદાવાદના આ આલિશાન બંગલામાં રહે છે ઢોંગી ઢબુડી માતા, જુઓ Photos

ધર્મના નામે ધતિંગ કરીને લોકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ખંખેરી લેનાર ઢબુડી માતાએ ગઈકાલે પત્રકાર પરિષદ કરીને લોકોના આક્ષેપો નકાર્યા હતા. પરંતુ હાલ તે ક્યાં છે તે કોઈને ખબર નથી. અમદાવાદના ભવ્ય અને આલિશાન બંગલામાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ રહે છે, ત્યારે ઝી 24 કલાકની ટીમ ચાંદખેડામાં ઢબુડી માતાના બંગલા પર પહોંચી હતી. રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, હાલ આ બંગલામાં કોઈ રહેતુ નથી.

Aug 28, 2019, 03:37 PM IST

ઢબુડી માના ભક્તે એક વ્યક્તિને ફોન પર ધમકાવ્યો, કહ્યું-જે દિવસે માડી શ્રાપ આપશે, તે દિવસે ભીખ માગીશ

ભક્તોને ગેરમાર્ગે દોરાયાનો આરોપ થયા બાદ અને વિવાદ વકરતા ફરાર ઢબુડી માતા આખરે ગઈકાલે સાંજે મીડિયા સામે આવી હતી. પત્રકાર પરિષદ કરીને પોતાના પર કરાયેલા તમામ આક્ષેપોને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે નકાર્યા હતા. ત્યારે આજે ઢબુડી માની ભક્ત અને અન્ય વ્યક્તિની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં ભક્ત અન્ય વ્યક્તિને ધમકાવી રહી છે. બંને વચ્ચે ઢબુડી માંને લઈને ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. 

Aug 28, 2019, 01:52 PM IST

પિતાનો આરોપ, ઢોંગી ઢબુડી માતાને કારણે મારા કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયું

હાથ ઢીંગલી લઈને અને માથે ઓઢણી પહેરીને લોકોને લૂંટતી ઢોંગી ઢબુડીનો વધુ એક કિસ્સો બોટાદમાંથી સામે આવ્યો છે. પોતાનો જુવાનજોધ દીકરો ઢબુડી માતાને કારણે મૃત્યુ પામ્યો છે તેવું બોટાદના રહેવાસી ભીખાભાઈ માણિયાએ આરોપ લગાવ્યો છે. આ માટે તેમણે વિજ્ઞાન જાથા સંસ્થાના જયંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો.

Aug 27, 2019, 03:48 PM IST

ગુજરાતમાં અચાનક ક્યાંથી પ્રગટી ઢબુડી માતા, જેની સામે પોલીસ-ધારાસભ્યો પણ સલામી ભરે છે

ગુજરાતમાં અચાનક ઢબુડી માતા ચર્ચામાં આવી છે. લોકો ઢબુડી માતાને ગૂગલ અને યુટ્યૂબ પર શોધી રહ્યાં છે. હોરર કોન્જ્યુરીંગ ફિલ્મમાં બતાવેલી સુંદર ઢીંગલીને શણગાર કરીને સાથે માથે ચુંદડી ઓઢીને ફરતી ઢબુડી માતા હકીકતમાં એક પુરુષ છે. માથે ઓઢણીને કારણે અને નામને કારણે લોકો તેને સ્ત્રી સમજી રહ્યા છે, પણ હકીકતમાં આ પડદા પાછળ ધનજી ઓડ નામનો શખ્સ છે. ચુંદડી ઓઢેલો ધનજી ઓડ કેન્સર મટાડવાનો પણ દાવો કરે છે. ત્યારે હાલ પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી તે ફરાર થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી તેણે કરોડો રૂપિયા ભક્તો પાસેથી ખંખેરી લીધા છે. 

Aug 27, 2019, 11:06 AM IST

શ્રદ્ધાને ધંધો બાનાવી ઢબુડી માતાના નામે લોકોને ઠગનાર ધનજી ઓડનું રીયાલીટી ચેક

ધનજીનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણી કરતો નથી. જો કે ધનજીને દેવી અતવાર ગણીને આવનાર લાખો લોકોને રહેવા અને જમાડવાનો એક વ્યવસ્થીત ધંધો ચાલી રહ્યો છે. વ્યવસ્થા સંભાળનાર પણ ધુતારા ધનજીના નજીકના છે. 

Aug 26, 2019, 11:56 PM IST

અમરેલી હીરાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, ત્રણ જિલ્લાની પોલીસે કરી 2ની ધરપકડ

અમરેલીના હીરાના વેપારી હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસે ભાવનગર, અમરેલી અને આણંદ પોલીસ સાથે મળી ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. અમરેલીમાં રહેતા મુકેશભાઇ રાદડિયા લિલિયા રોડ પર રાધેશ્યામ ડાયમંડ નામની ઓફિસ ધરાવી હીરા લે-વેચનો ધંધો કરે છે. જેને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો છે. 

Aug 11, 2019, 04:14 PM IST

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈના નામે હજારો રૂપિયાની ઠગાઇ, ત્રણની ધરપકડ

જામનગરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઇ અને સગા હોવાના નામે જામનગર શહેરમાં એક વેપારી પાસેથી રૂપિયા 21 હજારનું ગૌચર માટે ખોટી રીતે ઉઘારણું કરી વેપારીને ઠગાઇ કર્યા બાદ વેપારી જ્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ એટલે કે હકુભા જાડેજાને મળ્યા અને અમુદાન વિશેની વાત કરી ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

Jul 13, 2019, 09:16 PM IST
5 rupee currency note is not acceptable in Market PT1M45S

માર્કેટમાં દુકાનદાર શું કામ નથી લેતા 5 રૂપિયાની નોટ? રસપ્રદ રિપોર્ટ

માર્કેટમાં દુકાનદાર શું કામ નથી લેતા 5 રૂપિયાની નોટ? રસપ્રદ રિપોર્ટ

Jun 23, 2019, 11:00 AM IST

જામનગરમાં હની ટ્રેપ: નકલી પોલીસ બની ઠગાઇ કરતી ટોળકીનો પર્દાફાશ

શહેરમાં પુરુષ સુખી અને રૂપિયાવાળા પરિવારનો યુવાનોને અને જેની પાસે ફોરવ્હીલર કાર હોય તેવા લોકો સાથે ઠગાઇ કરી રૂપિયા પડાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ મહિલાઓ સાથે મિત્રતા કરાવી અને બાદમાં પોલીસના નામે તોડ કરતી નકલી પોલીસની એક ગેંગને ખંભાળિયા પોલીસની ટીમે ઝડપી પાડી હતી. નકલી પોલીસના નામે ઠગાઈ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
 

May 31, 2019, 07:00 PM IST
Amul Increase Milk Price 1 PT2M19S

અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો , હવે ખર્ચવા પડશે આટલા રૂપિયા

અમૂલ દૂધના ભાવમાં થયો લીટરે બે રૂપિયાનો વધારો, દાણ અને ઘાસચારો મોંઘો થતાં અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો, નવો ભાવ આજ મધરાતથી થશે લાગૂ

May 20, 2019, 07:45 PM IST
Amul Increase Milk Price PT2M36S

અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો , હવે ખર્ચવા પડશે આટલા રૂપિયા

અમૂલે દૂધના ભાવમાં કર્યો લિટરે રૂપિયા 2નો વધારો , આજે મધરાતથી ગુજરાતમાં નવા ભાવ થશે લાગુ

May 20, 2019, 06:00 PM IST

ખાખીની આબરૂ લજવાઇ: કોલેજ પાસે બેઠેલા પ્રેમી યુગલ પાસે વર્ધીધારીએ માગ્યા રૂપિયા

અમદાવાદમાં ખાખી વર્દીની આન-બાન અને શાનને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નવરંગપુરા પોલીસે બે હોમગાર્ડના જવાનોની ધરપકડ કરી લીધી છે. આ બંને હોમગાર્ડ જવાનો એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આ બંન્ને જવાનો પ્રેમી યુગલ પાસે આઇ.કાર્ડની માગણી કરીને તેમની પાસે તોડ કર્યો હતો. 
 

May 17, 2019, 05:21 PM IST

હીરાના વેપારીને અર્ધનગ્ન હાલતમાં પકડી હનીટ્રેપમાં ફસાવી પોલીસ કોન્સ્ટેબલે કર્યો તોડ

સુરતના વરાછાના હીરાના વેપારીને હની ટ્રેપમાં ફસાવવાના મામલે પુણા પોલીસે હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. સુરતના વરાછા વિસ્તારમા રહેતો ધર્મેશ સાવલીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 29મીએ ધર્મેશભાઇ પર્વત પાટિયા ખાતેની અક્ષર ટાઉનશીપમા એક મહિલા પાસે શરીર સુખ માણવા ગયો હતો. જ્યા થોડી જ ક્ષણોમા પોલીસ વર્દી અને સાદા ડ્રેસમા બે શખ્સો તેમના રૂમમા આવી પહોંચ્યા હતા. 
 

May 17, 2019, 04:53 PM IST

રાજકોટ: જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ખેડૂતો પાસે કરોડોની માગ કરનાર ગેંગની ઘરપકડ

રાજકોટમાં ભુમાફીયા સામે ફરી એક વખત પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટના ખેડૂતની કરોડો રૂપિયાની જમીનના બોગસ સાટાખત બનાવી ખેડૂત પાસેથી ૨ કરોડ રૂપિયાની માંગણી કરનાર ૩ શખ્સોની એસઓજી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
 

May 7, 2019, 07:06 PM IST
Bajari Price Hike Due To Low Production PT1M45S

બાજરીના ભાવ પહોંચ્યા સાતમા આસમાને, જુઓ બાજરી માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા

રાજ્યભરમાં ચાલુ વર્ષે બાજરીનો વીસ કિલોનો ભાવ 400થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે, સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો હતો પણ હાલ બાજરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે હવે બાજરી ખાવી મોંઘી પડે સ્થિતિ સર્જાઇ છે

May 7, 2019, 01:20 PM IST
Rajkot Price Hike Of Peanut Oil PT2M30S

રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો, હવે ખર્ચવા પડશે આટલા રૂપિયા

રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો, 15 કિલોના ડબ્બે રૂપિયા 30નો વધારો થતાં ડબ્બાનો ભાવ 1710 રૂપિયે પહોંચ્યો

May 2, 2019, 01:05 PM IST

નડિયાદ: નાગરિક પુરવઠા નિગમની કચેરીમાંથી અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયો

લાંચ વગર સરકારી બાબુઓ જાણે કામ જ ના કરતા હોય તેમ એસીબી ટ્રેપમાં એક એક પછી એક સરકારીકર્મીઓ લાંચ લેતા ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ એક નડીયાદના સરકારી બાબુને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. ACBએ આરોપી જયદીપકુમાર મકવાણાને રૂપિયા 10 હજારની લાંચ લેતા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની નડીયાદ જીલ્લા કચેરીમાંથી જ છટકું ગોઠવી પકડી પાડ્યા હતા.

May 1, 2019, 11:42 PM IST