close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ક્રાઇમ

પતિએ પત્નીના અશ્લિલ ફોટા સાળાને મોકલ્યા, કહ્યું તારી બહેનના ધંધા આખુ ગામ જોશે

સોલા વિસ્તારમાં અજીબોગરીબ કિસ્સો બન્યો છે. પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકીભર્યા મેસેજ સાસરિયાઓને કરી બદનામી ભર્યું કામ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. આ ઘટના બનતા જ સાળાએ બનેવી સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 

Aug 14, 2019, 11:56 PM IST

મહેસાણા: વિજાપુરના 19 વર્ષીય યુવકે કર્યું 12 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ

જિલ્લાના વિજાપુરના 19 વર્ષીય યુવકે એક 12 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરીને 50 લાખની ખંડણીની માંગણી કરતા પોલીસ દોડતી થઇ હતી. મૂળ વિજાપુરના 19 વર્ષના યુવકે 12 વર્ષનો બાળક જ્યારે શાળાએ જઇ રહ્યો હતો તે સમય દરમિયાન  ફિલ્મી ઢબે બાળકનું અપહરણ કર્યું હતું. પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Aug 13, 2019, 07:56 PM IST

સુરત: બિટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમે અબુ ધાબીથી ધવલ માવાણીની કરી ધરપકડ

બિટકોઈન કૌભાંડનું હબ બનેલા સુરતમાં 12 કરોડો રૂપિયાના બીટકનેક્ટ કેસમાં સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીને વિદેશની ધરતી પરથી ઝડપવામાં સફળતા મળી છે. છેલ્લા એકાદ વર્ષથી બીટકનેક્ટ કેસમાં નાસતો ફરતો ધવલ માવાણી અબુ ધાબીથી ઝડપાયો હતો. 

Jul 30, 2019, 09:41 PM IST

તાપી: વ્યારામાં સામાન્ય બાબતમાં પિતાએ કુહાડી ઘા મારી પુત્રની કરી હત્યા

જિલ્લાના વ્યારાના ઘાટા ગામમાં પિતાએ જ પોતાના ત્રીસ વર્ષના પુત્રને માથા ભાગમાં ઘુહાડીને ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પારિવારિક તકરાર થતા પુત્રએ જમવાનું ચુલામાં નાખી દેતા ગુસ્સે ભરાયેલા પિતાએ કુહાડીના ઘા મારીને 30 વર્ષના પુત્રની હત્યા કરી દેતા વિસ્તારમાં ચકચાર મચી છે. 

Jul 19, 2019, 07:02 PM IST

ભુખથી ટળવળતા બાળકની દશા ન જોઇ શકતા માંએ ગળુ દબાવીને હત્યા કરી દીધી !

મુસ્લિમ મહિલાનો પતિ સાથે ઝગડો થતા પતિએ ખર્ચ મોકલવાનું બંધ કરતા અને બાળક વારંવાર બિમાર પડતો હોવાથી દવાના પૈસા નહી હોવાથી મહિલાએ આખરે ભુખથી ટળવળી રહેલા બાળકનું ગળુ દબાવી દીધું

Jul 12, 2019, 11:26 PM IST

વારંવાર દીકરીને કર્યો ફોન, પરંતુ ના થયો રિસીવ, સવારે આવ્યા મોતના સમાચાર

મહિલાઓ માટે હમેશાં સુરક્ષિત માનવામાં આવતી મુંબઇમાં એક શખ્સ પર તેની જ પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે. મૃતક મહિલાના પરિવારનું કહેવું છે કે, તેના સાસરિયાઓએ દહેજની લાલચમાં તેની હત્યા કરી છે.

Jun 24, 2019, 08:58 AM IST

હથિયારોની હેરાફેરી: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રમાં લઇ જતા 18 હથિયાર ઝડપ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારનો જખીરો ઝડપી પાડ્યો છે. 18 હથિયાર સાથે ઝડપાયેલા આરોપીઓએ કબુલાત કરી છે કે, તેઓ વેચવા માટે હથિયારનો જથ્થો લાવ્યા હતા. તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે, કે સૌરાષ્ટ્ર ગેરકાયદેસર હથિયારનું હબ બની રહ્યું છે.

Jun 6, 2019, 08:14 PM IST

સુરત: લક્ઝુરીયસ કારની ચોરી કરનાર કુખ્યાત બિસ્નોઇ ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ

રાત્રિ દરમિયાન જુદા જુદા શહેરોમા ફરી ઇનોવા જેવી મોઘીંદાટ કારોની માસ્ટર કી થી ચોરી કરનારી બિસ્નોઇ ગેંગનો મુખ્ય આરોપીને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયો છે. જેની પુછપરછ દરમિયાન દસ જેટલા ચોરીના ગુનાઓ તથા રૂપિયા 10 લાખનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Jun 3, 2019, 07:39 PM IST

મોલીપુરના ત્રણ વર્ષના બાળકની હત્યા મામલે મોટો ખુલાસો, કાકાએ જ કરી કરપીણ હત્યા

ગતરોજ જિલ્લાના વડનગર ખાતે મોલિપુરમાં ત્રણ વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. ત્યારે આ અંગે વિસનગર ડીવાયએસપીની ટીમે આ કેસના માત્ર 24 કલાકમાં જ ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. મહમદ અખલાક નામના બાળકના પિતાના ઘરની સામે રહેતા તેના જ કાકાએ હત્યા કરી હતી.

Jun 3, 2019, 05:55 PM IST

અમદાવાદ: એલજી હોસ્પિટલમાં થયેલી હત્યાના ગુન્હામાં 4 આરોપીની ધરપકડ

અમદાવાદમાં રામોલ વિસ્તારમાં જનતાનગર ખાતે ગઈ કાલ રાતે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામોલ પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ બે આરોપી હત્યાના કેસમાં અને બે આરોપી હત્યાની કોશિશના કેસમાં પકડવામાં આવ્યા છે. જે બે આરોપીની હત્યાની કોશિશથી અંદર ધરપકડ કરવામાં આવી છે તેજ આરોપીઓ મણિનગરમાં અમીરની હત્યાના ગુનામાં પણ નામ સામે આવ્યું છે.

May 22, 2019, 10:33 PM IST

ગીર સોમનાથ: 32 કિલો 370 ગ્રામ ગાંજો સાથે પોલીસે કરી ખેડૂતની અટકાયત

ગીર સોમનાથ જિલ્લામાંથી એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આઘારે 32 કિલો કરતા પણ વધારે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઉનાના સનખાડા ગામમાં એક ખેડૂતની વાડીમાંથી 16 છોડ
ગાંજા સાથે આરોપી ખેડૂતની અટકાયત કરવામાં આવી છે. આ ખેડૂત દ્વારા તેના ખેતરમાં જ નશીલા ગાંજાની ખેતી કરતો હોવાનું બહાર આવ્યું છે. 
 

May 22, 2019, 09:04 PM IST

પત્નીએ પ્રેમી સાથે મળીને દારૂ પીધેલા પતિની માસ્ટર પ્લાનિંગ બનાવી કરી હત્યા

શહેરના ખોડીયાર નગર પાસે કારમાંથી ટ્રાન્સપોર્ટરની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી ગણતરીના દિવસોમાં જ હત્યારાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ખોડીયાર નગર પાસે બે દિવસ પહેલા કારમાંથી ટ્રાન્સપોર્ટર દાલચંદ ઉર્ફે રમેશ ખટીકની લાશ મળી આવી હતી. મૃતક દાલચંદના સાળાએ બનેવીની પૈસા મામલે હત્યા થઇ હોવાનો આક્ષેપ કરતાપોલીસે મૃતકનું પોસ્ટ મોર્ટમ કર્યું હતું.

May 17, 2019, 10:24 PM IST

અમદાવાદ: અંગત અદાવતમાં અપહરણ બાદ હત્યા કરનારા 4 શખ્સોની અટકાયત

શહેરના પોશ વિસ્તાર એવા શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા ઠાકોરવાસમાં રહેતા અને ધોબી તરીકે કામ કરતા કાળુભાઈ નામના શખ્સની અપહરણ બાદ હત્યા કરી મૃતદેહ ઇસનપુર પાસે જાળીઓમાં નાખી દેવામાં આવ્યો. જોકે ગણતરીના કલાકોમાં હત્યારા ચારેય આરોપીને ઝડપી લીધા છે.
 

May 17, 2019, 08:32 PM IST

ઉડતા અમદાવાદ: સાણંદ સરખેજ હાઇવે પરથી પોલીસે ઝડપ્યો 20 કિલો ગાંજો

શહેરમાંથી સીઆઇડી ક્રાઇમની ટીમે ચોક્કસ બાતમીના આધારે સરખેજ સાણંદ સર્કલ પાસેથી 20 કિલો કરતા પણ વધારે ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ સહિત એક મહિલાની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિ રીક્ષામાં ગાંજાના પાર્સલ લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેની બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે. 
 

May 17, 2019, 05:50 PM IST

જામનગર: લોખંડની પાઇપ મારી કાકાએ જ ભત્રીજાને ઉતાર્યો મોતને ઘાટ

શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં આજે જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં બે કાકાઓએ ભેગા થઇને ભત્રીજાને પાઇપ વડે માથામાં માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કોફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

May 13, 2019, 07:11 PM IST

અમદાવાદ: પાર્કિંગમાં પડેલી કારમાં દારૂ પ્લાન્ટ કરી માલિકને ફસાવનારા ઝડપાયા

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સ્ટાર બજાર સામે પાર્કિગ પડેલી કારમાં દારૂ પ્લાન્ટ કરી કાર માલીક કાસીમ અબાસ નામના વ્યક્તિને ફસાવ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ સીસીટીવી ફૂટજે આરોપીઓનો ભાંડો ફોડી નાખ્યો હતો. આ ફરિયાદી ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. અને ધંધાની હરિફાયના કારણે ફસવા માટે કાવતરું ધડવામ આવ્યું હતું. 

May 6, 2019, 10:39 PM IST

સુરત: રાહદારીઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરતી ગેંગના 5 શખ્શની ધરપકડ

શહેરમા એકલ દોકલ રાહદારીને નિશાન બનાવીને ચાલુ બાઇક પર મોબાઇલ સ્નેચિંગ કરનારી ગેંગને વરાછા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રુ 2.57 લાખની કિંમતના મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આ ગેંગના વધુ આરોપીઓને ઝડપી લેવાની તપાસ શરૂ કરી છે. 
 

May 4, 2019, 05:52 PM IST

મકાન ન વેંચાતા પત્ની-પુત્ર પર છરી વડે હુમલો, પતિએ કર્યો આપઘાત

રાજકોટ શહેરમાં પતિએ પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યા બાદ ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા 108 સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Apr 25, 2019, 11:48 AM IST

વિજળીની ગતિથી થઇ અઢી લાખની લૂંટ, યુવકને રસ્તા પર ઘસડ્યો

બાઇક પર આવેલા બે ગુંડાઓએ લોનનાં 2.5 લાખ રૂપિયા લૂંટી લીધા હતા, થેલા સાથે ઘસડાયેલ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Apr 23, 2019, 07:34 PM IST

રાજકોટ બન્યું નશીલા પદાર્થોનું હબ, મોફરીન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો

રાજકોટએ નશીલા પદાર્થોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં ગાંજાનો રેકોર્ડ બ્રેક જથ્થો ઝડપાયા બાદ આજે મોફરીન નામનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોલીસનાં કહેવા પ્રમાણે આ જથ્થાની કિંમત 22 લાખ 33 હજાર છે. રફિક ઇબ્રાહિમ બેલીમ અને તેની માતા જુબેદા ઇબ્રાહિમ બેલીમ માતા પુત્ર પર ડ્રગ્સનું રેકેટ ચલાવાનો આરોપ છે.

Apr 17, 2019, 10:50 PM IST