ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડૂતોએ કાઢી રેલી, માંગ સ્વિકારાશે નહી તો ઉગ્ર આંદલનની ચિમકી

પાલનપુરના હાઇવે ઉપરની કૉલેજથી 1 કિલોમીટર પગપાળા રેલી નીકાળી મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું.

ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડૂતોએ કાઢી રેલી, માંગ સ્વિકારાશે નહી તો ઉગ્ર આંદલનની ચિમકી

અલકેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠામાંથી પસાર થઈ રહેલા ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોને તેમની જમીન સંપાદનનું ઓછું વળતર મળવા સહિત અનેક સમસ્યાઓને લઈને આજે પાલનપુરમાં રેલી કાઢી હતી. કાંકરેજ દિયોદર તાલુકાના 27 ગામોના 1500 જેટલા ખેડૂતોએ બેનરો અને સૂત્રોચાર સાથે રેલી નીકાળી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગો નહિ સ્વિકારાય તો ઉગ્ર આંદોલન કરશે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારના અનેક તાલુકાઓમાંથી પસાર થતો મહત્વકાંક્ષી ભારતમાલા પ્રોજેકટનો અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકામાંથી પસાર થતાં ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોની મહામૂલી જમીન સંપાદનનું વળતર તેમને ખુબજ ઓછું મળતાં ખેડૂતોમાં ભારે રોષ પ્રગટ થતાં 1500થી વધુ ખેડૂતો આજે પાલનપુરની જી.ડી મોદી કૉલેજથી હાથમાં બેનરો લઈને સુત્રોચાર કરીને પગપાળા રેલી નીકાળી હતી અને રોષ પ્રગટ કર્યો હતો.

પાલનપુરના હાઇવે ઉપરની કૉલેજથી 1 કિલોમીટર પગપાળા રેલી નીકાળી મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. ખેડૂતોએ તેમની જમીનનું યોગ્ય વળતર આપવાની તેમજ ભારતમાલા પ્રોજેક્ટમાં સર્વિસ રોડ આપવાની માંગ કરી હતી. આ પ્રોજેકટનો વિરોધ કરતા ખેડૂતોએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટને લઈને તેમની મહામૂલી જમીન બે ટુકડાઓમાં વહેંચાઈ જતી હોવાથી તેમને મોટું નુકસાન થાય છે. 

આ ઉપરાંત અનેક ખેડૂતો પોતાની જમીન ગુમાવી રહ્યા છે તો આ પ્રોજેક્ટના કારણે સુજલાલ સુફલામ કેનાલને નુકસાન થશે. જેથી ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર આપીને તેમની વિવિધ માંગો સ્વીકારવાની રજુઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગો નહિ સ્વીકારાય તો આવનાર સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news