સુરતમાં તહેવારો પણ લોહીયાળ, એક હત્યા અને એક વ્યક્તિને ગંભીર માર મારવાની ઘટના

સચીનના તલંગપુર ગામ સાંઇબાબા રેસીડેન્સી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં યુવકની છાતી અને પગના ભાગે લાદી મારી હત્યા કરવામાં આવી હતી. તહેવારના રોજ ધોળા દિવસે હત્યાનો બનાવ બનતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તહેવારના દિવસે હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ હતી. બીજી તરફ લિંબાયત વિસ્તારમાં યુવાન પર હુમલો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સચીન જીઆઇડીસી પોલીસ અનુસાર ગભેણી રોડ તિરુમાલા સોસાયટીમાં આવેલી ઝાકીરની ચાલીમાં રહેતા અને મજુરીના કામ કરતા ગંગાસિંહ રમાકાંતસિંહની તલંગપુર ગામમાં સાંઇબાબા રેસીડેન્સી નજીકથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 
સુરતમાં તહેવારો પણ લોહીયાળ, એક હત્યા અને એક વ્યક્તિને ગંભીર માર મારવાની ઘટના

સુરત : સચીનના તલંગપુર ગામ સાંઇબાબા રેસીડેન્સી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં યુવકની છાતી અને પગના ભાગે લાદી મારી હત્યા કરવામાં આવી હતી. તહેવારના રોજ ધોળા દિવસે હત્યાનો બનાવ બનતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તહેવારના દિવસે હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ હતી. બીજી તરફ લિંબાયત વિસ્તારમાં યુવાન પર હુમલો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સચીન જીઆઇડીસી પોલીસ અનુસાર ગભેણી રોડ તિરુમાલા સોસાયટીમાં આવેલી ઝાકીરની ચાલીમાં રહેતા અને મજુરીના કામ કરતા ગંગાસિંહ રમાકાંતસિંહની તલંગપુર ગામમાં સાંઇબાબા રેસીડેન્સી નજીકથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 

અજાણ્યા લોકો દ્વારા ગંગાસિંહની છાતી અને પગના ભાગે લાદીના ઘા મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી બે હત્યારાઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. આ ઉપરાંત મૃતક ગંગાસિંહના મકાન માલિક ઝાકીરઅલી નુરમોહમ્મદ અને આસપાસનાં લોકોનાં નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. મૃતકનાં રૂમની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે. 

લિંબાયતમાં એક વ્યક્તિને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરાયો...
અત્રે ઉલ્લેખનીય છે કે, લિંબાયતમાં પણ વિનોબા નગર નજીક અજાણ્યા લોકો દ્વારા યુવક પર હૂમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને લોહીલુહાણ હાલતમાં જ મુકીને ફરાર થઇ ગયા હતા. હાલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. આ અંગે પોલીસ દ્વારા મારામારીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news