Heatstroke Cases: અસહ્ય ગરમી છતાં કઈ રીતે ઘટ્યા હીટસ્ટ્રોકના કેસ? સામે આવ્યું મોટું કારણ

heatstroke cases in gujarat: 108 ઈમરજન્સી સેવાઓ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર, આ વર્ષે ઉનાળાની શરૂઆત પ્રમાણમાં ઠંડી રહી છે..  સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા હીટસ્ટ્રોકના કેસોની સંખ્યા ઘટીને એક તૃતીયાંશ થઈ ગયા છે. 

Heatstroke Cases: અસહ્ય ગરમી છતાં કઈ રીતે ઘટ્યા હીટસ્ટ્રોકના કેસ? સામે આવ્યું મોટું કારણ

heatstroke cases in gujarat: માહિતી અનુસાર, ગયા વર્ષે 1-20 એપ્રિલ સુધીમાં હીટસ્ટ્રોકના 29 કેસ નોંધાયા હતા, જ્યારે આ વખતે રાજ્યભરમાં સમાન સમયગાળા દરમિયાન લગભગ 10 કેસ નોંધાયા છે.  ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદને કારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં મોટાભાગના દિવસોમાં સમગ્ર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. ગરમીનો પ્રકોપ એકંદરે ઓછો રહ્યો છે માટે હીટસ્ટ્રોકના કેસ પણ ઓછા નોંધાયા છે. 

જોકે, અમદાવાદમાં એપ્રિલમાં હીટસ્ટ્રોકના કેસોમાં ધીમે ધીમે વધારો જોવા મળ્યો છે. 108 ઈમરજન્સી સેવા દ્વારા એપ્રિલમાં ચાર કેસ નોંધાયા હતા. હીટસ્ટ્રોકની સાથે સાથે આ વખતે ઉંચો તાવ, માથાનો દુખાવો અને પેટના દુખાવાના કેસમાં વધારો જોવા મળ્યો છે.

108 ઈમરજન્સી સર્વિસ ડેટા પણ સૂચવે છે કે ઓછામાં ઓછા 60% કેસ 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં નોંધાયા છે અને મોટાભાગે કામ કરતા વ્યાવસાયિકો અને યુવાન પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે.

અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટર પ્રજ્ઞેશ એમ વછરાજાનીએ જણાવ્યું હતું કે, "અગાઉના વર્ષોના ઉનાળાના પીક દિવસોમાં, અમને લગભગ એક દિવસમાં 15-20 કેસ જોવા મળતા હતા. આ વખતે સરેરાશ તાપમાન નિયંત્રણમાં રહેવાને કારણે, એકંદરે કેસ ઓછા છે. અમને એક અઠવાડિયામાં સરેરાશ 15-20 કેસ નોંધાય છે.''

આ પણ વાંચો:
શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની  છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news