અમદાવાદમાં જાહેરમાં ખુલ્લી તલવાર સાથે જુથ અથડામણ

પોલીસે વીડિયોનો આધારે તપાસ હાથ ધરી છે

અમદાવાદમાં જાહેરમાં ખુલ્લી તલવાર સાથે જુથ અથડામણ

અમદાવાદ : અમદાવાદના વિરાટનગરમાં પથ્થરમારાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સોએ જાહેરમાં પથ્થરમારો કર્યો છે તેમજ રોડ પર ખુલ્લી તલવાર લઇને આતંક મચાવ્યો છે. પોલીસે વીડિયોનો આધારે તપાસ હાથ ધરી છે.

બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વિરાટનગરથી સ્ટેડિયમ રોડના વિસ્તારમાં જાહેરમાં પથ્થરમારાની આ ઘટના રવિવારે સાંજે બની હતી. શહેરના બાપુનગર ચારરસ્તાના ગરીબનગર પાસે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જેને પગલે આ બન્ને જુથ જાહેરમાં તલવારો સાથે આતંક મચાવતા જોવા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news