રોયા રિલાયન્સના રોકાણકારો, શેરમાં 3% કરતા વધારે ઘટાડો : નિષ્ણાંતોનો મત જુઓ Videoમાં

હકીકતમાં RILનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRM) ધારણા કરતા ઓછું આવતા આ આંચકો લાગ્યો હતો

રોયા રિલાયન્સના રોકાણકારો, શેરમાં 3% કરતા વધારે ઘટાડો : નિષ્ણાંતોનો મત જુઓ Videoમાં

મુંબઈ : સોમવારે રિલાયન્સ ઇ્ન્ડસ્ટ્રીઝના શેરની કિંમતો 3% કરતા વધારે ઘટી હતી. હકીકતમાં RILનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRM) ધારણા કરતા ઓછું આવતા આ આંચકો લાગ્યો હતો. આ સિવાય કંપનીના ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિયોની એવરેજ રેવન્યુ પર યુઝ (ARPU) પણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે પ્રવર્તી રહેલી પ્રાઇઝ વોરને કારણે સતત ઘટી રહી છે. RJioનો નફો 2018ના નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂ. 510 crore નોંધાયો છે જે ત્રીજા ક્વાર્ટની આવક કરતા 1.2 ટકા વધારે છે. 

સોમવારે સવારે માર્કેટ ખુલતા જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રોકાણકારોએ શરૂઆતની 45 મિનિટના ટ્રેડિંગમાં 20 હજાર કરોડ રૂપિયા ગુમાવી દીધા હોવાના મીડિય રિપોર્ટ છે. 10 વાગ્યા સુધી કંપનીનો શેર 3.25% તૂટ્યો અને 20 હજાર કરોડ રૂપિયાનો માર પડ્યો છે. શુક્રવારે બીએસઇ પર શેર 994.75 રૂપિયા પર બંધ થયો હતો, જે સોમવારે ટ્રેડિંગ દરમિયાન 961.10 સુધી નીચે પછડાયો. 

શુક્રવારે કંપનીની માર્કેટ કેપ 6.30 લાખ કરોડ રૂપિયા હતી જે ઘટીને 6.10 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. રોકાણકારોને કદાચ કંપનીના પરિણામો ગમ્યા નહીં અને વેચવાલીના દબાણમાં સોમવારે ઘટાડા સાથે શરૂઆત થઇ જે 45 મિનિટમાં જ 3.25% સુધી વધી ગઇ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news