વડોદરા : શાર્પ શૂટરે કર્યું બિલ્ડર પર ફાયરિંગ, પગમાં પડી ગયું મોટું કાણું અને નીકળી લોહીની ધાર

આ ફાયરિંગના પગલે કારનો દરવાજો તૂટી ગયો હતો અને તેમને પગમાં ગોળી વાગી હતી. 

વડોદરા : શાર્પ શૂટરે કર્યું બિલ્ડર પર ફાયરિંગ, પગમાં પડી ગયું મોટું કાણું અને નીકળી લોહીની ધાર

વડોદરા : વડોદરાના સનફાર્મા રોડ પર શુક્રવારના રોજ મોડી રાત્રે મર્સિડીઝ કારમાં પસાર થઇ રહેલા બિલ્ડર જીતેન્દ્ર અગ્રવાલ પર અજ્ઞાત શાર્પ શૂટરે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગના પગલે કારનો દરવાજો તૂટી ગયો હતો અને તેમને પગમાં ગોળી વાગી હતી. આ ગોળી લાગવાને કારણે પગમાં કાણું પડી ગયું હતું અને એમાંથી લોહીની ધાર નીકળવા લાગી હતી. 

આ ઘટનાની વિગતો જોઈએ તો સફેદ કલરની મર્સિડીઝ ધરાવતા જીતેન્દ્ર અગ્રવાલ જાતે જ ડ્રાઇવીંગ કરતા હોવાથી તેઓ ઘરે જવા નીકળ્યા હતા. આ ખુલ્લા પ્લોટ પાસે અચાનક તેમને કારમાં કાંઇક અવાજ સંભળાયો અને પગમાં વાગ્યું હોવાનો અહેસાસ થયો હતો. તેમણે જોયું તો તેમના પગમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું. પગમાંથી લોહી નીકળતાં તેમણે તેમની સાઇટના સુપરવાઇઝરને ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યો હતો. એક તબક્કે પથ્થર વાગ્યુ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી.

બિલ્ડરની મર્સિડિઝ કારના ટેકનિશિયનને જ્યારે કાર રિપેરિંગ કરવા માટે બોલાવ્યા ત્યારે કારના ડોરમાં કાણું હોવાથી કાર પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી હતી. જો કે આ સમગ્ર ઘટના બિલ્ડરને કાને પડતા તેઓ પણ આશ્વર્યમાં મુકાઇ ગયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે રસ્તા પર લોકોના ટોળે-ટોળા ભેગા થઇ ગયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news