પ્રથમ પીડિયાટ્રિક ઓપન હાર્ટ સર્જરી, 5 વર્ષના બાળક પર એક ફેફસાને વેન્ટિલેટ કરીને સર્જરી કરાઇ
બાળકોમાં હૃદયની ખામીને સુધારવા અને લાંબા ગાળાના બાળકની સુખાકારી માટે હૃદયની શસ્ત્રક્રિયાની ભલામણ કરવામાં આવે છે. હૃદયની અમુક ખામી જન્મ પછી તાત્કાલિક સર્જરીની માંગ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, સર્જરી જન્મના મહિનાઓ અથવા વર્ષો પછી કરવામાં આવે છે.
Trending Photos
અમદાવાદ: ઓપન હાર્ટ સર્જરી વિષે આપણે ઘણું સાંભળ્યું છે પરંતુ નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે એક અનોખા અંદાજમાં ફક્ત એક ફેફસું ચાલુ રાખીને 5 વર્ષના બાળક પર ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી જે ગુજરાતનો પ્રથમ કેસ છે. બાળકોમાં હૃદયની ખામીને સુધારવા અને લાંબા ગાળાના બાળકની સુખાકારી માટે હૃદયની શસ્ત્રક્રિયાની ભલામણ કરવામાં આવે છે. હૃદયની અમુક ખામી જન્મ પછી તાત્કાલિક સર્જરીની માંગ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, સર્જરી જન્મના મહિનાઓ અથવા વર્ષો પછી કરવામાં આવે છે.
નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે 5 વર્ષ ના બાળક ને લાવવામાં આવ્યો ત્યારે તેના હૃદય માં છેદ હતો. આ છેદ બંને એટ્રીયમની વચ્ચેના પડદામાં હતો, એ છેદ ઉપરની તરફ એવી રીતે વધ્યો હતો કે ફેફસાંમાંથી જે 4 નળીઓ હૃદયમાં જાય છે પરંતુ આ બાળકની ત્રણ નળી જ જતી હતી અને એક નળી જમણી ખુલતી હતી એનો છેદ એવી રીતે બંધ કરવાનું હતું કે જે નળી જમણી બાજુ જાય છે તે પણ ડાબી બાજુ હૃદયમાં જાય. નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ સર્જરી સિનિયર કાર્ડિયાક સર્જન ડો અતુલ મસલેકર અને પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ વિશાલ ચાંગેલા અને પીડિયાટ્રિક કાર્ડિયાક એનેસ્થેસિસ ડો હેતલ શાહ દ્વારા કરવામાં આવી હતી.
સામાન્ય રીતે આ પ્રકારની સર્જરીમાં દર્દીને હનુમાન બનાવવામાં આવે છે અને વચ્ચેના હાડકાને કાપીને સર્જરી કરવામાં આવે છે અને જે મિનિમલ ઈન્વેસિવ સર્જરી છે તેમાં સ્કાર નાનું આવે છે જેથી બાળક મોટું થાય તો તે સ્કાર દેખાઈ નહિ અને તે કોસ્મેટીકલી આકર્ષક રહે આ માટે બે રીતે સર્જરી કરવામાં આવે છે 1. સબ મેમરી - નીપલની નીચે ઈંસિજન મૂકીને હૃદયને અપ્રોચ કરવામાં આવે છે 2. એગ્જીલરી ઇન્સિઝન અપ્રોચથી ગુજરાતમાં પ્રથમ સર્જરી નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે ભારતમાં પણ આ પ્રકારના ખુબજ ઓછા કેસ છે. આ સર્જરી બાદ જ્યારે દર્દી ઉભો રહે છે ત્યારે તેનું ઇન્સિઝન દેખાતું નથી.
આ સર્જરી કરવામાં ઘણા બધા પડકારો છે. જમણી બાજુની એગ્જીલરી એપ્રોચ કરતી વખતે જમણી બાજુનો ફેફસું વચ્ચે આવે છે, નોર્મલ પ્રક્રિયામાં આ પ્રકારની ઓપન હાર્ટ સર્જરીમાં દર્દીને બેહોશ કર્યા બાદ તેના બંને ફેફસા એક્ટિવ રાખવા પડે છે અને મશીન વડે શરીરની અંદરનું કાર્બનડાયોકસાઈડ બહાર કાઢવું પડે છે પરંતુ જ્યારે એગ્જીલરી ઇન્સિઝન અપ્રોચનો ઉપયોગ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા વચ્ચે જમણી બાજુનું ફેફસું આવે છે ત્યારે જમણી બાજુના ફેફસાને દબાવવું પડે છે અને ફક્ત ડાબી બાજુના ફેફસાને એક્ટિવ રાખીને તેનું ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને મેનેજ કરવાનું હોય છે. આ વસ્તુ કરવા માટે પુખ્ત વયના લોકોમાં ઘણા વિકલ્પો છે ત્યારે પીડિયાટ્રિકમાં એટલા વધારે વિકલ્પો નથી.
એનેસ્થેસિયા ટિમમાં ડો હેતલ શાહ અને ડો તેજસ કંજારીયા હતા જેમણે એક નોવેલ અપ્રોચ થકી બ્રોન્કિયલ બ્લોકલ અને પિડીયાટ્રીક્સ ફાઇબરોસ્કોપ દ્વારા જમણી બાજુના ફેફસાના ઓપનિંગમાં બલૂન મૂક્યું જેને બહારથી ફુલાવી શકાય અને તેમણે જમણી બાજુના ફેફસાને બંધ રાખી ફક્ત ડાબી બાજુના ફેફસાને વેન્ટિલેટ કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે