કોરોના-વાવાઝોડાને કારણે માછીમારોની સ્થિતી કફોડી, ઘરના દાગીના વેચી ચલાવી રહ્યા છે ગુજરાન

 કોરોનાની મહામારીના કારણે માછીમારોની આર્થિક સ્થિતી ખુબ જ કપરી બની છે. એક તરફ કોરોના અને બીજી તરફ એક પછી એક વાવાઝોડાને કારણે માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ચીન સહિત વિદેશમાં ગયેલા માલની રકમ પણ ચુકવાઇ નહી હોવાના કારણે આર્થિક સ્થિતી વધારે વિકટ બની છે. એવામાં માં માછીમારો પોતાનું ગુજરાન ચલાવવા માટે દાગીના વેચીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. તેવામાં બોટ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, સરકાર દ્વારા ડિઝલ વેટ પર સંપુર્ણ માફી અને કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ફી હટાવીને ડિઝલ આપવામાં આવે. 
કોરોના-વાવાઝોડાને કારણે માછીમારોની સ્થિતી કફોડી, ઘરના દાગીના વેચી ચલાવી રહ્યા છે ગુજરાન

રાજકોટ : કોરોનાની મહામારીના કારણે માછીમારોની આર્થિક સ્થિતી ખુબ જ કપરી બની છે. એક તરફ કોરોના અને બીજી તરફ એક પછી એક વાવાઝોડાને કારણે માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ચીન સહિત વિદેશમાં ગયેલા માલની રકમ પણ ચુકવાઇ નહી હોવાના કારણે આર્થિક સ્થિતી વધારે વિકટ બની છે. એવામાં માં માછીમારો પોતાનું ગુજરાન ચલાવવા માટે દાગીના વેચીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. તેવામાં બોટ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, સરકાર દ્વારા ડિઝલ વેટ પર સંપુર્ણ માફી અને કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટી ફી હટાવીને ડિઝલ આપવામાં આવે. 

માછીમારો દ્વારા પોતાના સંગઠન થકી 6 સાંસદોને રજુઆત કરી છે. પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઉના, જાફરાબાદ, દીવ, મહુવા સહિતના સમગ્ર દરિયા પટ્ટીના માછીમારો ખુબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેથી તેમણે સાંસદ સી.આર પાટીલ, પુનમ માડમ અને રમેશ ધડુક સહિત 6 સાંસદોને પણ આ અંગે રજુઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા ઝડપથી આ અંગે કોઇ ઉકેલ લાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. 

બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું કે, અમારી રજુઆત છે કે, છેલ્લા 2 વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. ગત્ત વર્ષે વાવાઝોડાના કારણે માછીમારો આર્થિક રીતે ખુંવાર થઇ ચુક્યા છે. માંડ સિઝન ખુલવા જિ રહી છે ત્યારે કોરોનાને કારણે લોકડાઉન થતા ધંધો 2-3 મહિના માટે બંધ રહ્યો હતો. ગુજરાતની કુલ 25 હજાર બોટ છે. જેમાં લાખો માછીમારો ગુજરાન ચલાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news