વડોદરામાથે પૂરનું સંકટ, નાગરિકોએ ગાડીઓ બ્રિજ પર પાર્ક કરી, મગર રસ્તા પર ફરતા જોવા મળ્યાં

વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ અને આજવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 20 ફુટે પહોચી છે. હવે નદી ભયજનક સપાટીથી માત્ર 6 ફુટ દુર છે. સતત થઇ રહેલા વધારાને કારણે વડોદરા પર પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે તંત્રએ આ મુદ્દે શહેરમાં એલર્ટ જાહેર કર્યું છે. 
વડોદરામાથે પૂરનું સંકટ, નાગરિકોએ ગાડીઓ બ્રિજ પર પાર્ક કરી, મગર રસ્તા પર ફરતા જોવા મળ્યાં

વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ અને આજવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 20 ફુટે પહોચી છે. હવે નદી ભયજનક સપાટીથી માત્ર 6 ફુટ દુર છે. સતત થઇ રહેલા વધારાને કારણે વડોદરા પર પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે તંત્રએ આ મુદ્દે શહેરમાં એલર્ટ જાહેર કર્યું છે. 

નદી કિનારાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા 400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વડોદરા યુવા હેલ્પ ગ્રુપ દ્વારા નદી કિનારાના વિસ્તારમાંથી 400 લોકોને સયાજીગંજ વિસ્તારની સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા છે. સયાજીગંજના કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. જ્યારે વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા ડેમની સપાટી 211.45 ફૂટે પહોંચી છે. જેના પગલે  વડોદરા શહેરને પીવાના પાણીની ચિંતા ટળી ચુકી છે. છેલ્લા 36 કલાકમાં વડોદરા શહેરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.

આજવા ડેમમાં ધનસર, હાલોલ, ગોપીપુરા, મદાર અને રૂપાપુરા સહિત 8 જેલા ગામોનું વરસાદ પાણી આવે છે. હાલ વરસાદ બંધ છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ આઘાહી આપવામાં આવી છે. આજવા સરોવર દરવાજા શનિવારે 15 ઓગષ્ટની રાત્રે 212 ફુટે સ્થિર રહેશે. હાલ આજવા સરોવરના દરવાજા 211 ફુટે સ્થિર કરવામાં આવ્યા છે. હાલ આજવા સરોવરની પાટી 211.35 ફૂટ છે. પ્રતાપ સરોવરની સપાટી 226.20 ફૂટ છે. પ્રતાપ સરોવરનું પાણી આજવા સરોવર આવે તેવી વ્યવસ્થા છે. આજવા સરોવરનું પાણી વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવે છે. હાલ વિશ્વામિત્રી નદીની કાલાઘોડા ખાતેની સપાટી 19 ફુટે પહોંચી છે.

બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાનાં કારણે મગરો રસ્તા પર આવી ગયા છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. નદીના તટે નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સ્થળાંતરિત કરાયા છે. સયાજીગંજ, પરશુરામ ભટ્ટા, સુભાષનગરનાં 20 પરિવારોને સરકારી શાળા ખાતે સ્થળાંતર કરાયા. જલારામનગરમાંથી 15 લોકોને શાળામાં ઘસેડવામાં આવ્યા છે. વડોદરા નદીની સપાટી ભયજનક સ્થળે પહોંચતા લોકોમાં ભયનો માહોલ.ગયાવર્ષે પુરમાં લાખોનું નુકસાન પહોંચાડનારા નાગરિકોમાં ચિંતાલોકોએ પોતાનાં વાહનો બચાવવા માટે બ્રિજ પર વાહનો પાર્ક કર્યા. વિશ્વામિત્રી બ્રિજ પર બંન્ને સાઇડ ગાડીઓના પાર્કિંગના કારણે લાંબી લાઇનો લાગી.

વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સ્તરે વહી રહી છે ત્યારે મગરોનાં કારણે કુખ્યાત નદીમાંથી મગર રસ્તા પર ટહેલવા નિકળી રહ્યા છે. રાત્રીબજાર પાસે આવેલા મંગલ પાંડે રોડ પર મગર ટહેલતા જોવા મળ્યા હતા. મગર રોડની એક તરફથી બીજી તરફ ગયાનો વીડિયો વાયરલ. મગરનો રોડ પર ફરતા હોવાનો વીડિયો વાયરલ થયો. મગર રોડ પર ફરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ફફડાટ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news