સુરતમાં સ્થિતી વણસી, કમિશ્નર પોતે રાહત અને બચાવની કામગીરીની સ્થળતપાસ કરી

શહેર જિલ્લામાં ખાડીમાં સતત પાણીના કારણે પુરની સ્થિતી સર્જાઇ છે. ત્યારે પાલિકા કમિશ્નર બંછાનિધી પાણીએ પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. હાલ લિંબાયત વિસ્તારમાં7 બોટ રેસક્યું માટે તહેનાત કરવામાં આવી છે. જ્યારે 752 અસરગ્રસ્તોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. લોકો પણ સહયોગ કરી રહ્યા છે. 
સુરતમાં સ્થિતી વણસી, કમિશ્નર પોતે રાહત અને બચાવની કામગીરીની સ્થળતપાસ કરી

સુરત : શહેર જિલ્લામાં ખાડીમાં સતત પાણીના કારણે પુરની સ્થિતી સર્જાઇ છે. ત્યારે પાલિકા કમિશ્નર બંછાનિધી પાણીએ પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. હાલ લિંબાયત વિસ્તારમાં7 બોટ રેસક્યું માટે તહેનાત કરવામાં આવી છે. જ્યારે 752 અસરગ્રસ્તોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. લોકો પણ સહયોગ કરી રહ્યા છે. 

શહેરની પાંચ ખાડીઓ પૈકી ચાર ખાડીઓ ઓવરફ્લો થઇ ચુકી છે. જ્યારે એક ઓવરફ્લો થવા આવી છે. ત્યારે શહેરના લિંબાયત, બમરોલી, પરવત પાટીયા, સરથાણા સહિતનાં વિસ્તારમાં ખાડી પુરના પાણી ઘુસી ગયા છે. જ્યારે ઉકાઇ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેને પગલે સ્થિતી વધારે બગડે તે માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. 

પાલિકા કમિશ્નર બંછાનિધી પાની પુરગ્રસત વિસ્તાર લિંબાયતની મુલાકાતે પહોંચ્યા હતા. હાલ લિંબાયત વિસ્તારમાં સાત હોડીઓ દ્વારા રેસક્યું કરવામાં આવી રહ્યુ છે. 752 જેટલા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લોકોને સ્થળાંતર માટે પોલીસની પણ મદદ લેવામાં આવી છે. 

પાલિકા કમિશ્નરે જણાવ્યું કે, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ખાડીઓનું લેવલ વધી રહ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં વધારે પાણી ભરાયા છે. ઉકાઇમાંથી પાણી છોડવામાં આવે તેનાથી ખાડી સાથે કોઇ સંબંધ નથી. વરસાદ ધીમો પડશે તેમ તેમ પાણી ઉતરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news