અમદાવાદને ટક્કર આપશે રાજકોટનો ફ્લાવર શો, ખાસિયતો જાણવા કરવા ક્લિક
અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે અને એને સારી એવી સફળતા મળે છે. હવે અમદાવાદની જેમ જ રાજકોટમાં પણ ફ્લાવર શો યોજાવાનો છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ : અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે અને એને સારી એવી સફળતા મળે છે. હવે અમદાવાદની જેમ જ રાજકોટમાં પણ ફ્લાવર શો યોજાવાનો છે. આયોજન પ્રમાણે 24થી 26 જાન્યુઆરી સુધી રેસકોર્સ મેદાન ખાતે આ ફ્લાવર શો યોજાવાનો છે અને એ માટે મનપાએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ ફ્લાવર શોમાં આશરે 30 લાખની કિંમતના 2 લાખ જેટલા અલગ અલગ પ્રકારના ટેબલો બનાવવામા આવશે અને સાથે શહેરનું પર્યાવરણ સુધરે તે માટે ખાસ પ્રયત્ન હાથ ધરવામાં આવશે. આ વર્ષે રેસકોર્સ ગાર્ડન ખાતે યોજવામાં આવેલ ફ્લાવર શોમાં રેંટિયો કાંટતા મહાત્મા ગાંધીની કૃતિ, મીઠાના સત્યાગ્રહ, દાંડીકુચ, ગાંધીજીના આફ્રિકા પ્રવાસના સ્ક્લ્પચર, રમત ગમતના સાધનો, પર્યાવરણને લગતા ટેબલો અને આ વર્ષે ઉડતા હનુમાનજીની પ્રતિમા ખાસ મુકવામાં આવશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સિવાય ફ્લાવર શોની મુલાકાતે આવતા લોકોના મનોરંજન માટે ખાસ પ્રકારના એન્ટિક સ્કૂટર, સાયકલ, મોટર કાર અને પપેટ્સ સાથે સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવશે.
આ વર્ષે 71માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે રાજકોટમાં થનાર છે. આ ઉજવણીનાભાગરૂપે આ વર્ષે રાજકોટમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેને 24 તારીખ ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રાજકોટ માં વર્ષ 2017 અને વર્ષ 2018 બાદ ફરી 2020 માં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પણ સહાય આપવામાં આવી છે..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે