અંકલેશ્વર GIDC માં આવેલી પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી, ચાર લોકોના મોત

ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં દુર્ઘટના સર્જાતા ચાર લોકોના મોત થયા છે. 

અંકલેશ્વર GIDC માં આવેલી પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી, ચાર લોકોના મોત

ભરૂચઃ ભરૂચના અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના સર્જાય છે. અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લાસ્ટોકોન કંપનીની દીવાલ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

No description available.

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લાસ્ટોકોન કંપનીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન એક દીવાલ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી હતી. આ દુર્ઘટનામાં છ લોકો દટાયા હતા. ત્યારબાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક કોન્ટ્રાક્ટર સહિત અન્ય ત્રણ કામગારોના મોત થયા હતા. આમ આ દુર્ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news