પંજાબના મુખ્યમંત્રીએ પીએમની સુરક્ષાને લઇને કહી આ વાત, PM મોદીને પરત જવું પડ્યું, જેનો ખેદ છે

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મને દુઃખ છે કે પીએમ મોદીને આજે ફિરોઝપુર જિલ્લાની મુલાકાત દરમિયાન પરત ફરવું પડ્યું. અમે અમારા પીએમનું સન્માન કરીએ છીએ.

પંજાબના મુખ્યમંત્રીએ પીએમની સુરક્ષાને લઇને કહી આ વાત, PM મોદીને પરત જવું પડ્યું, જેનો ખેદ છે

ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મને દુઃખ છે કે પીએમ મોદીને આજે ફિરોઝપુર જિલ્લાની મુલાકાત દરમિયાન પરત ફરવું પડ્યું. અમે અમારા પીએમનું સન્માન કરીએ છીએ.

સીએમ ચન્નીએ પોતાની સ્પષ્ટતામાં આગળ કહ્યું કે આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થા છે. મારે PM મોદી પાસે પણ જવાનું હતું, પરંતુ સહકર્મી કોરોના પોઝિટિવ આવ્યા બાદ હું ગયો ન હતો. એટલા માટે મેં નાણામંત્રી મનપ્રીત બાદલ અને ડેપ્યુટી સીએમને પીએમ મોદીનું સ્વાગત કરવાની ડ્યૂટી સોંપી હતી.

ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, વડાપ્રધાનની રોડમાર્ગે યાત્રા કરવાની યોજના છેલ્લી ઘડીએ બનાવવામાં આવી હતી. એક સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતાં સીએમએ કહ્યું, "સુરક્ષામાં કોઈ ખામી નથી. હું મોડી રાત્રે તેમની રેલીની સુરક્ષા વ્યવસ્થા જોઈ રહ્યો હતો. પીએમના રસ્તાનું આયોજન છેલ્લી ઘડીએ કરવામાં આવ્યું હતું, તેમને પહેલા હેલિકોપ્ટરથી મુસાફરી કરવાની હતી.

જોકે પીએમ મોદી પંજાબના બઠિંડા પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ ખરાબ લાઈટ અને વરસાદના કારણે પીએમ મોદી 20 મિનિટ રાહ જોતા રહ્યા. પરંતુ હવામાનમાં સુધારો ન થયો, તેથી તેમણે રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું નક્કી કર્યું. આ માર્ગે 2 કલાકનો સમય લાગવાનો હતો. પંજાબ ડીજીપી તરફથી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા બાદ પીએમ મોદી રોડ માર્ગે આગળ વધ્યા હતા. 

હવે સીએમ ચન્નીએ ચોક્કસપણે આ કહીને તેમની સરકારનો બચાવ કર્યો છે, પરંતુ ભાજપ અને ગૃહ મંત્રાલય સતત તેનો ઇનકાર કરી રહ્યા છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે પીએમની મુલાકાતની સંપૂર્ણ માહિતી પંજાબ સરકાર અને પોલીસને આપવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે પીએમના રોડના રૂટ વિશે માત્ર પોલીસને જ ખબર હતી. પરંતુ તેમ છતાં આટલી મોટી ભૂલ થઈ અને તેનો કાફલો અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યો. ગૃહ મંત્રાલય દ્રારા પંજાબ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

પરંતુ કોંગ્રેસ હજુ પણ પોતાના સ્ટેન્ડ પર અડીખમ છે. દરેક પ્રવક્તા, દરેક કાર્યકર અને હવે સીએમ ચન્ની પણ કહી રહ્યા છે કે સુરક્ષામાં કોઈ ખામી નથી. છેલ્લી ઘડીએ કાર્યક્રમ બદલાયો હતો અને આ ઘટના બની હતી. રણદીપ સુરજેવાલાએ પણ અનેકવાર ટ્વિટ કરીને પોતાની વાત રાખવાનો પ્રયાસ કર્યો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 હજાર જવાનો સ્થળ પર તૈનાત છે. તેમણે એમ પણ કહ્યું છે કે પીએમને હેલિકોપ્ટરથી આવવાનું હતું, પરંતુ રસ્તો છેલ્લી ઘડીએ પસંદ કરવામાં આવ્યો, જેની સરકારને જાણ નહોતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news