ઢોંગી પ્રશાંત ઉપાધ્યાય ભૂગર્ભમાં ઉતરી ગયો, માતાએ કહ્યું મારો પુત્ર ગાયબ છે તેને પાછો લાવી આપો

વડોદરાના બગલામુખી મંદિરના સત્સંગી યુવક કલ્પેશ શાહ ત્રણ વર્ષથી ગુમ થવાના મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કલ્પેશની માતા એ પોતાના પુત્ર ગુમ થવાના મામલે અવાજ ઉઠાવતાં ઢોંગી ધમગુરું પ્રશાંતના સાગરીતોએ તેમને ધમકી આપી છે. 

Updated By: Feb 18, 2020, 11:30 PM IST
ઢોંગી પ્રશાંત ઉપાધ્યાય ભૂગર્ભમાં ઉતરી ગયો, માતાએ કહ્યું મારો પુત્ર ગાયબ છે તેને પાછો લાવી આપો

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના બગલામુખી મંદિરના સત્સંગી યુવક કલ્પેશ શાહ ત્રણ વર્ષથી ગુમ થવાના મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કલ્પેશની માતા એ પોતાના પુત્ર ગુમ થવાના મામલે અવાજ ઉઠાવતાં ઢોંગી ધમગુરું પ્રશાંતના સાગરીતોએ તેમને ધમકી આપી છે. 

વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલ પ્રાર્થના ફ્લેટ રહેતા મીનાક્ષી બેન શાહે પોતાનો પુત્ર કલ્પેશ શાહ છેલ્લા ત્રણ વર્ષથી બગલામુખી મંદિરમાંથી ગાયબ થયો હોવાની જાણ મીડિયાને કરતા, મંદિરના ઢોંગી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાયના સાગરીતો કવિતા ચંદાણી અને તેમની પુત્રી પિન્કીએ મીનાક્ષી બેન શાહના ઘરે પહોંચી તેમને ધમકી આપી હતી. જેથી મીનાક્ષીબેને વારસિયા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મીનાક્ષીબેન શાહની ફરિયાદના આધારે ઢોંગી ધર્મગુરુ પ્રશાંત ઉપાધ્યાય, કવિતા ચંદાણી અને તેમની પુત્રી પિન્કી સામે ધાક ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરી છે.

સત્સંગી કલ્પેશના માતાએ કહ્યું કે તેમનો પુત્ર કલ્પેશ શાહ છેલ્લા ત્રણ વર્ષ થી ગુમ છે. પુત્ર વિશે બગલામુખી મંદિર કે ઢોંગી પ્રશાંતના ઘરે જઈ પૂછતા તેવો ધમકી આપી કાઢી મૂકતા હતા. તથા પોલીસ ફરિયાદ પણ ન કરવાની ધમકી આપી હતી. જેથી મીનાક્ષી બેન હેરાન પરેશાન હતા. પરંતુ ઢોંગી સામે ફરિયાદ દાખલ થતાં માતાની હિંમત ખુલી હતી. મીનાક્ષીબેને કહ્યું કે મારા પુત્રને મળવા પણ દેવામા આવતો ન હતો. મારો પુત્ર ગાયબ છે તેને પાછો લાવી આપો. 

મહત્વની વાત છે કે ઢોંગી પ્રશાંત ઉપાધ્યાયના એક બાદ એક કરતૂતો સામે આવી રહ્યા છે, ઢોંગી મહિલાઓ પાસે પગ ધોવડાવતા હોય તેવા વિડિયો પણ સામે આવ્યા છે. હાલમાં વારસિયા પોલીસ ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ ઢોંગી પ્રશાંત ઉપાધ્યાય ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસ માટે તેને પકડવો ચેલેન્જ રૂપ સાબિત થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube