PM મોદીએ કહ્યું; 13 વર્ષ પહેલા મેં કહ્યું હતું કે ગુજરાતનું પાણી પીશો એટલે ખ્યાલ આવશે કે વિકાસ શું છે'

PM Modi Gujarat Visit Live Updates: ગાંધીનગરમાં મારૂતિ સુઝુકી ઈન્ડિયાના 40 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પીએમ મોદી હાજરી આપવાના છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર પહોંચ્યા છે. મહાત્મા મંદિરમાં ઉજવણી કાર્યક્રમમાં PM મોદી પણ પહોંચ્યા છે.

PM મોદીએ કહ્યું; 13 વર્ષ પહેલા મેં કહ્યું હતું કે ગુજરાતનું પાણી પીશો એટલે ખ્યાલ આવશે કે વિકાસ શું છે'

PM Modi Gujarat Visit: પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા છે. આજે બીજા દિવસે પીએમ મોદી કચ્છવાસીઓને અનેક ભેટ આપીને ગાંધીનગર પહોંચ્યા છે. ગાંધીનગરમાં મારૂતિ સુઝુકી ઈન્ડિયાના 40 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પીએમ મોદીએ હાજરી આપી છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર પહોંચ્યા છે. 

આ નિમિત્તે મારૂતિ સુઝુકીએ આજે 28 ઓગસ્ટના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુઝીકીના બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સુઝુકી કંપની ટૂંક સમયમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને માંડવી તાલુકામાં ઓટોમોટિવ રિસાઇકલિંગ ફેસિલિટી માટે રૂપિયા 10 હજાર કરોડનું રોકાણ કરશે.

પ્રધાનમંત્રી મોદીનું સંબોધન Live:

- ભારતે COP-26 માં જાહેરાત કરી છે કે તે 2030 સુધીમાં બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી તેની સ્થાપિત વિદ્યુત ક્ષમતાના 50% હાંસલ કરશે. અમે 2070 માટે 'નેટ ઝીરો'નું લક્ષ્ય નક્કી કર્યું છે.
- ઇલેક્ટ્રિક વાહનોની એક મોટી વિશેષતા એ છે કે તે સાયલન્ટ હોય છે. તે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, તેઓ કોઈ અવાજ નથી કરતા. આ સાયલન્ટ માત્ર તેના એન્જિનિયરિંગ વિશે નથી, પરંતુ તે દેશમાં એક મૌન ક્રાંતિની શરૂઆત પણ છે.
- ગુજરાત અને જાપાન વચ્ચે જે સંબંધો રહ્યા છે તે રાજદ્વારી વર્તુળો કરતાં ઉંચા રહ્યા છે. મને યાદ છે કે જ્યારે 2009માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થઈ હતી, ત્યારથી જાપાન તેની સાથે પાર્ટનર કન્ટ્રી તરીકે સંકળાયેલું હતું.
- જ્યારે આબે શાન ગુજરાત આવ્યા ત્યારે તેમણે અહીં વિતાવેલો સમય ગુજરાતના લોકો પ્રેમપૂર્વક યાદ કરે છે. આજે PM કિશિદાએ આપણા દેશોને નજીક લાવવા માટે કરેલા પ્રયાસોને આગળ વધારી રહ્યા છે.
- મારુતિ-સુઝુકીની સફળતા પણ મજબૂત ભારત-જાપાનની ભાગીદારી દર્શાવે છે. છેલ્લા આઠ વર્ષમાં આપણા બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છેઃ પીએમ
- આજે ગુજરાત-મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનથી લઈને યુપીના બનારસમાં રુદ્રાક્ષ કેન્દ્ર સુધીના વિકાસના અનેક પ્રોજેક્ટ ભારત-જાપાન મિત્રતાના ઉદાહરણ છે. અને જ્યારે આ મિત્રતાની વાત આવે છે, ત્યારે દરેક ભારતીય ચોક્કસપણે અમારા મિત્ર, ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ શિન્ઝો આબે જીને યાદ કરે છે.

- પીએમ મોદીએ જણાવ્યું કે, હું મુખ્યમંત્રી તરીકે કહેતો કે મારે મીની જાપાન ગુજરાતમા બનાવવું છે. જાપાની કંપનીઓને કોઈ હેરાનગતી ન થાય તેનું ધ્યાન રાખતા હતા. જો ગુજરાતમાં જાપાનને લાવવું હોય તો ગોલ્ફ કોર્ષ વિના શક્ય નથી. આપણે ગુજરાતમાં ગોલ્ફ કોર્ષ બનાવ્યા અને જાપાની લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. 
- પીએમ મોદીએ જણાવ્યું કે, સુઝીકી સાથે ૧૨૫ જાપાની કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે. ગુજરાતમાં ઇન્ડો જાપાન ઇનસ્ટીટ્યુટ ઓફ મેનુફ્ક્ચરીંગ અનેક લોકોને ટ્રેઇન કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઝેન ગાર્ડન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

પીએમ મોદીએ જણાવ્યું કે, મે મા મારી સુઝુકી જી સાથે મુલાકાત થઈ હતી અને મને અહિંયા આવવા આમંત્રણ આપ્યું હતું. છેલ્લા ૮ વર્ષમા ભારત અને જાપાન વચ્ચે સંબંધ વધુ ગાઢ બન્યા છે. 
- બુલેટ ટ્રેનથી લઈ વારાણસીમા રૂદ્રાક્ષ સેંટર સુધી અને સંભાવનાઓ જોઈ છે. 
- પીએમ મોદીએ જણાવ્યું કે, શિંઝો આંબેની યાદ ચોક્કસ આવે છે. શિંઝો એ ગુજરાતમા ગાળેલો સમય સૌ યાદ કરે છે જાપાનના પ્રધાનમંત્રી કિશીદાને અભિનંદન... તેઓ શીંજો આંબેના સંબંધોને આગળ વધારી રહ્યા છે.
- પીએમ મોદીએ જણાવ્યું કે, ૧૩ વર્ષ પહેલા સુઝુકી કંપની ગુજરાત રોકાણ આવી હતી ત્યારે મે કહ્યું હતું કે ગુજરાતનું પાણી પીશો એટલે ખ્યાલ આવશે કે વિકાસ શું છે.
- પીએમ મોદીએ કહ્યું ગુજરાત દેશ નહી દુનિયામાં ટોપ ઓટોમોબાઇલ હબ બનીને ઉભર્યુ છે.
- જાપાન અને ગુજરાતના સંબંધની જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી
- ૨૦૦૯ ના વાઇબ્રન્ટ સમિટથી જાપાન તેના કન્ટ્રી પાર્ટનર તરીકે રહ્યું
- એક રાજ્ય સાથે એક વિકસીત દેશ જોડાય કે સૌથી મોટી વાત

- હાંસલપુર બેટરી પ્લાન્ટનો શીલાન્યાસ કર્યો 
- તકતી અનાવરણ કર્યું
- સુઝીકી અને તેના સાથે જોડાયેલા લોકોને અભિનંદન
- ભારત અને ભારતના લોકો સાથેનો તેમને સંબંધ ૪૦ વર્ષનો થયો. 
- ગુજરાતમાં લીથીયમ બેટરી પ્લાન્ટ અને હરિયાણામાં કાર પ્લાન્ટની શરૂઆત 
- સુઝીકીના બંને મહાનુભાવોને અભિનંદન 
- જ્યારે તેઓ મળ્યા ત્યારે ભારતમાં સુઝીકી માટે નવા અયામની વાત કરી
- મારુતિ સુઝીકી સફળતા ભારત જાપાનના ગાઢ સંબંધોની સાબિતી

- પટોળા દ્વારા પ્રધામંત્રીનુ સ્વાગત
- હરીયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, હરીયાણાના ઉપમુખ્યમંત્રી દૂષ્યંત ચૌટાલા ઓનલાઈ હાજર
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોહોંચ્યા

સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
- સુઝીકી મોટર્સને ભારત માં ૪૦ વર્ષ પુર્ણ થવા બદલ અભિનંદન
- ગુજરાતની વિકાસ યાત્રા માં જાપાનની સુઝીકી કંપની નું યોગદાન
- પીએમ નરેન્દ્વ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યનાં સુઝીકી કંપની આવી
- ભારતના નેશનલ સ્ટાર્ટઅપ ઇન્ડેક્સમાં ગુજરાત અગ્રેસર
- ગુજરાત સરકાર નેક્સ જનરેશન ઇન્ફ્રાસ્ટક્ચર પર ભાર મૂકી રહી છે
- સુઝુકી મોટર્સ ના કર્મચારીઓ ને અભિનંદન આપું છું કે તેમના ભારત મા ૪૦ વર્ષ પૂર્ણ થયા
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે જાપાન અને ભારત ના સંબંધો મા મહત્વનું યોગદાન આપ્યું છે
- ગુજરાત મા ભારત નો પ્રથમ લીથીયમ આયર્ન બેટરી નું ઉત્પાદન થશે
- ડબલ એંજીન સરકાર ના કારણે ગુજરાત મા વિકાસ ને ગતી મળી છે
- દેશભરમાંથી ગુજરાતમા 57 ટકા રોકાણ આવ્યું છે 
- છેલ્લા બે વર્ષ મા ગુજરાત મા ૨૧ મિલિયન યુએસ ડોલર નું રોકાણ થયું 
- પ્રધાનમંત્રીએ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિવિધ રોકાણ મા વધારો થયો છે
- વાઈબ્રન્ટ ગુજરાત થકી પ્રધાનમંત્રી ગુજરાતમા નવુ રોકાણ આવ્યું છે

ઉલ્લેખનીય છે કે, મારૂતિ સુઝુકીના નવા પ્લાન્ટ માટે ગુજરાતમાં 40 હજાર કરોડનું રોકાણ થશે. જ્યાં મારૂતિ સુઝુકી ગુજરાતમાં EV અને બેટરીનું ઉત્પાદન કરશે. 2012માં મારૂતિ સુઝુકી કંપનીએ ગુજરાતમાં પ્રથમ પ્લાન્ટ હાંસલપુરમાં સ્થાપ્યો હતો. ગુજરાતમાં મારુતિ સુઝુકી વાર્ષિક 7.5 લાખ કારનું ઉત્પાદન કરે છે. મારુતિ સુઝુકી કંપનીએ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 16 હજાર કરોડનું રોકાણ કર્યું છે. મારુતિ સુઝુકી માટે કારના પાર્ટ્સ પૂરા પાડવા માટે 100થી વધુ કમ્પોનન્ટ સપ્લાયર્સ ગુજરાતમાં વ્યવસાય કરી રહ્યા છે. કોમ્પોનન્ટ સપ્લાયર્સે 7,300 કરોડનું રોકાણ કર્યું છે. મારુતિ સુઝુકી ભારતમાં પ્રથમ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપી રહી છે.

પીએમ મોદી સાંજે કમલમની લેશે મુલાકાત 
મહાત્મા મંદિરમાં કાર્યક્રમ પુરો થયા બાદ પ્રધાનમંત્રી મોદી ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લેશે. સાંજે 7 કલાકે પીએમ મોદી મુલાકાત લેશે. ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ સહિત આગેવાનો હાજર રહેશે. પીએમ મોદી કોર ગ્રુપ સાથે બેઠક કરશે. જ્યાં મુખ્યમંત્રી સહિત કોર કમિટીના સભ્યો હાજર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news