વડોદરાના રાજમહેલમાં બિરાજ્યા ગણેશજી, આજે પણ કાશીના પંડિતના વંશજો બનાવે છે પ્રતિમા

વડોદરા (Vadodara) ના રાજવી પરિવારે રાજમહેલમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી છે. રાજમહેલના દરબાર હોલમાં દરબારી ઠાઠમાઠ સાથે ગણેશ મૂર્તિનું સ્થાપન કરાય છે. 10 દિવસ સુધી રાજવી પરિવાર પૂજા અર્ચના કરશે. જોકે, આ વર્ષે કોરોનાના કારણે નાગરિકો માટે પેલેસમાં શ્રીજીના દર્શન (Ganesh Chaturthi) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વડોદરાના રાજમહેલમાં બિરાજ્યા ગણેશજી, આજે પણ કાશીના પંડિતના વંશજો બનાવે છે પ્રતિમા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (Vadodara) ના રાજવી પરિવારે રાજમહેલમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી છે. રાજમહેલના દરબાર હોલમાં દરબારી ઠાઠમાઠ સાથે ગણેશ મૂર્તિનું સ્થાપન કરાય છે. 10 દિવસ સુધી રાજવી પરિવાર પૂજા અર્ચના કરશે. જોકે, આ વર્ષે કોરોનાના કારણે નાગરિકો માટે પેલેસમાં શ્રીજીના દર્શન (Ganesh Chaturthi) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વડોદરાના રાજવી પરિવારના ગણેશજી પાછળ એક વાર્તા વણાયેલી છે. 1939 માં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે કાશીના પંડિતો બોલાવી શહેરના કલાકારો સાથે ગણેશજીના સ્કેચ તૈયાર કરાવી ગણેશજીની મૂર્તિઓ બનાવડાવી હતી. જોકે મહારાજાના નિધન બાદ તેમના દીકરા પ્રતાપસિંહરાવ ગાયકવાડે પિતાએ બનાવડાવેલી ચંદ્રાસૂર વધની ગણપતિની મૂર્તિ હટાવી હતી, અને બીજી મૂર્તિ પસંદ કરાવી હતી. કાશીના પંડિતોએ બનાવેલી માટીની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણેની મૂર્તિ પસંદ કરાઈ હતી અને તે મૂર્તિ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે મૂકાવી હતી. તેવી જ મૂર્તિ આજે પણ કાશીના પંડિતના વંશજો બનાવી રહ્યા છે. 

આજે શહેરના દાંડિયા બજારથી શરણાઈના સૂર સાથે નીકળેલી શ્રીજી યાત્રા રાજમહેલ પહોંચી હતી અને દરબાર હોલમાં ગણપતિને હીરા ઝવેરાતના આભૂસણો સાથે બિરાજમાન કરાયા હતા. મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને પરિવાર પૂજા અર્ચના કરી ગણેશજીની 10 દિવસ સુધી આરાધના કરશે. પેલેસના રાજગુરુએ શ્રીજીના પૂજા પાઠ કર્યા હતા. 10 દિવસ સુધી ગણેશજી રાજમહેલમા બિરાજમાન રહેશે. જોકે આ વર્ષે કોરોના સંક્રમણના કારણે નાગરિકો માટે દર્શન બંધ રાખ્યા છે. પેલેસમાં જ ગણેશજીનું વિસર્જન કરાશે. પેલેસના ગણેશજીની ખાસિયત છે કે, 90 કિલો ગ્રે માટીમાંથી મૂર્તિ બને છે. 36 ઇંચની મૂર્તિની ઉંચાઈ છે. આ માટે ભાવનગરથી ખાસ માટી મંગાવવામાં આવે છે. વર્ષોથી દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા ચૌહાણ પરિવાર પેલેસના ગણેશ બનાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news