Ganesh Chaturthi: દેશનું સૌથી મોટું ગણેશ મંદિર આપણા ગુજરાતમાં છે અમદાવાદ નજીક, એટલું વિશાળ કે વાત ન પૂછો

Ganesha Temple: આજે અમે તમને દેશના સૌથી મોટા ગણેશ મંદિર વિશે જણાવીશું. ગુજરાત ટુરિઝમની સાઈટ પર આ મંદિર વિશે જે જણાવ્યું છે તે મુજબ તે એક એવું અનોખુ મંદિર છે જે તેના પ્રભાવશાળી આકાર અને સંરચના માટે જાણીતું છે. જેની પુષ્ટિ 4 જૂન 2023ના એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સ દ્વારા કરાઈ હતી.

Ganesh Chaturthi: દેશનું સૌથી મોટું ગણેશ મંદિર આપણા ગુજરાતમાં છે અમદાવાદ નજીક, એટલું વિશાળ કે વાત ન પૂછો

આજે ગણેશ ચતુર્થીનો તહેવાર છે અને આજથી દેશમાં ગણેશોત્સવની પણ શરૂઆત થઈ રહી છે. આ 10 દિવસ લોકો ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે. અનેક લોકો ગણેશ મંદિર જઈને પણ બાપ્પાની પૂજા કરે છે. આજે અમે તમને દેશના સૌથી મોટા ગણેશ મંદિર વિશે જણાવીશું. ગુજરાત ટુરિઝમની સાઈટ પર આ મંદિર વિશે જે જણાવ્યું છે તે મુજબ તે એક એવું અનોખુ મંદિર છે જે તેના પ્રભાવશાળી આકાર અને સંરચના માટે જાણીતું છે. જેની પુષ્ટિ 4 જૂન 2023ના એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઈન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સ દ્વારા કરાઈ હતી. આ મંદિર માત્ર દેશનું જ નહીં પરંતુ એશિયાનું પણ સૌથી મોટું મંદિર છે. 

મુંબઈના મંદિરથી જ્યોત લવાઈ
અમદાવાદથી 25 કિમી દૂર મહેમદાવાદ શહેરમાં વાત્રક નદીના કિનારે વિશાળ ગણેશ મંદિર છે. આ મંદિરનું નિર્માણ 8 જાન્યુઆરી 2010ના રોજ શરૂ કરાયું હતું. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી જ્યોત લાવવામાં આવી અને સ્થપાઈ. આથી આ મંદિરનું નામ પણ સિદ્ધિ વિનાયક જ રાખવામાં આવ્યું છે. આ વિશાળ મંદિર પોતાના અદભૂત સ્થાપત્ય માટે ખુબ જ પ્રસિદ્ધ છે. મંદિર 600,000 વર્ગ ફૂટના વિશાળ ક્ષેત્રમાં ભગવાન ગણેશની પ્રતિમાની વિશાળ પ્રતિકૃતિ તરીકે બનાવવામાં આવ્યું છે. આ મંદિર 120 ફૂટ લાંબુ, 71 ફૂટ ઊંચુ અને 80 ફૂટ પહોળું છે. અહીં ઓસ્ટ્રેલિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અલૌકિક ડિઝાઈન તૈયાર કરાઈ  છે અને આ ડિઝાઈન માટે રિવેટ સોફ્ટવેરનો ઉપયોગ થયો છે. 

10 દેશોના ગણેશજીની પ્રતિકૃતિ
સિદ્ધિ વિનાયક મંદિર ગણપતિજીની આકૃતિવાળું દેશનું સૌથી વિશાળ મંદિર છે. આ વિશાળ મંદિરની ઊંચાઈ 71 ફૂટથી પણ વધુ છે. મંદિરના ચ ચોથા માળે મુંબઈથી સિદ્ધિ વિનાયક ગણપતિની હુબહુ મૂર્તિની સ્થાપના કરાઈ છે. દેશના સૌથી મોટા ગણેશ મંદિરમાં અખંડ જ્યોતિ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરથી લાવીને સ્થપાઈ છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 દેશોમાં સ્થાપિત ગણપતિની પ્રતિકૃતિઓ પણ દર્શાવવામાં  આવી છે. અહીંના બીજા માળે ભજન કિર્તન કરવાની સુવિધા સાથે સત્સંગ હોલ પણ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news