ગરીબ આવાસ માટે ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ, ઘરનું ઘર લેવાની છેલ્લી તક!
Pradhan Mantri Garib Aavas Yojna Date: ગરીબ આવાસ યોજનાનું ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી દેજો. ફરી નહીં મળે આવી શાનદાર તક. સરકાર સામેથી તમને કરી રહી છે જાણ.
Trending Photos
Pradhan Mantri Garib Aavas Yojna: શું તમે પણ સરકારી સહાયથી પોતાના ઘરનું ઘર ખરીદવા માંગો છો? ફોર્મ ભરવાનું બાકી છે? તો હવે ઉતાવળ કરજો, ફોર્મ ભરવાની તારીખો તમારા માટે સરકાર દ્વારા લંબાવાઈ છે. જે લોકો કોઈ કારણસર ફોર્મ નથી ભરી શક્યા એવા લોકોને પણ સરકારી આવાસનો લાભ મળી શકે તે આશયથી ગરીબ આવાસ માટેના ફોર્મ ભરવાની તારીખો લંબાવાઈ છે. જાણો કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે. ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠલ દિવસે ને દિવસે ગરીબોને ઘર આપવા માટે સરકાર મહેનત કરી રહી છે. આ માટે સબસિડી યોજના પણ છે.
કોને મળે છે મકાન?
પીએમ આવાસ યોજના હેઠળ સમાજના ગરીબ અને અત્યંત મધ્યમ વર્ગીય પરિવારો માટે સરકાર બનાવી રહી છે ઘર. તમે પણ આ યોજનાનું ફોર્મ ભરીને તમારા સપનાનું ઘર મેળવી શકો છો. જોકે, તેમાં ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમાનુસાર ડ્રો કરવામાં આવે છે. જેનો નંબર લાગે એને આવાસ એલોટ કરવામાં આવે છે. તેના માટે તમારે આવકનું પ્રમાણ પત્ર આપવાનું હોય છે.
જાણો ગરીબ આવાસ માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખઃ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત ચાર દિવસ લંબાવવામાં આવી છે. આવાસ મેળવવા માટે 17 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અધિકારીએ જણાવ્યું કે, મ્યુનિ. વેબસાઈટના મેન્ટેનન્સનું કા નુકા કામ ચાલતું હોવાથી 4 દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે હતી.
અમદાવાદના કયા-કયા વિસ્તારમાં બનશે ગરીબ આવાસ?
નરોડા મુઠિયામાં 400, નરોડા- હંસપુરામાં 255 અને ગોતા ખાતે 400 આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ માટે 15 માર્ચથી ઓનલાઈન અરજી મગાવાઈ હતી. અત્યાર સુધીમાં કુલ 73,800થી વધુ અરજી આવી છે. ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટથી આવાસોનું બાંધકામ કરાઈ રહ્યું છે. આવાસોમાં સોલાર પેનલ હશે. લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઇઝડ ડ્રોથી કરાશે.
શા માટે શરૂ કરાઈ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના દેશના તમામ ગરીબ પરિવારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે જેઓ હજુ પણ ઘણા લોકો કાચા ઘરો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ યોજનાને કારણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા લાખો રહેવાસીઓનું પોતાના કાયમી મકાનના માલિક બનવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો, જેમનો પગાર ઘણો ઓછો છે, તેઓ પોતાનું ઘર બનાવી શકતા નથી. તેમને સામાજિક સુરક્ષા આપવા માટે સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન (PMAY-U) આ વિસ્તારમાં ડિસેમ્બર 2024 સુધીમાં 1.18 કરોડ પરિવારોને ઘર આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં આ લક્ષ્યાંકના માત્ર 67.45 ટકા જ હાંસલ થયા છે.
ઉદાહરણ તરીકે, જો આપણે સરકારી ડેટા અનુસાર આવાસની માંગના સૌથી નીચા અંદાજ પર પણ નજર કરીએ, તો તે દર્શાવે છે કે સરકારે અત્યાર સુધીમાં માત્ર 25.15 ટકા આવાસની અછત પૂરી કરી છે, જ્યારે કાગળ પર આ સંખ્યા 67.45 ટકા છે. વધુમાં, આમાંથી અડધાથી વધુ મકાનો એવી સિસ્ટમ હેઠળ બાંધવામાં આવ્યા છે જેમાં સરકારની ભૂમિકા માત્ર લાભાર્થીઓ સાથે ખર્ચ વહેંચવા સુધી મર્યાદિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે