95 વર્ષના દાદાની અનોખી ભક્તિ - 60 થી વધુ ધાર્મિક પુસ્તકો લખીને નવી પેઢીને આપ્યા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગીરસોમનાથ જિલ્લાના એક વૃદ્ધાની અનોખી લેખન ભક્તિ સામે આવી છે. વેરાવળ તાલુકાના કાજલી ગામમાં રેહતા 95 વર્ષના વૃદ્ધા વસુ બા ઝાલાએ પોતાના હાથે 60 થી વધુ ધાર્મિક પુસ્તક લખ્યા છે. તેમના પુસ્તકો આગામી પેઢી માટે ધાર્મિક સંસ્કારોનુ સિંચન કરશે.
ધાર્મિક ભજનો અને ઋષિ અને નદીઓના નામથી શરૂ કરીને વસુ બાએ શિવપુરાણ, મહાભારત, રામાયણ, ગીતા સહિત અનેક ધાર્મિક સાહિત્યોનું વાંચન કર્યુ છે. જેનો સાર કાઢીને તેઓ નવુ લેખન કરે છે. જે તેંમની આગામી પેઢીને તેઓ સંસ્કાર સ્વરૂપે આપે છે.
વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા વાસુબા કરશનભાઈ ઝાલાની ઉંમર 95 વર્ષ છે. તેઓ નાનપણથી જ ધાર્મિક ભક્તિભાવ ધરાવે છે. સાથે જ ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ ધરાવે છે. પરંતુ ઢળતી ઉંમરે તેમને ધાર્મિક લેખનનો શોખ જાગ્યો છે. છેલ્લા અગિયાર વર્ષથી તેમણે સ્વ હસ્તાક્ષરે પુસ્તકો લખવાની શરૂઆત કરી હતી. શિવપૂરાણ, મહાભારત, રામાયણ, ભાગવત ગીતાજીનું વાચન કરી અને તેનો સાર કાઢીને પોતાની રીતે પુસ્તકો લખવાના શરૂ કર્યા હતા.
તેમણે ભગવાન શિવ, ભગવા રામ, શ્રીકૃષ્ણ અને અનેક દેવી દેવતાઓ ઉપર ઘણા બધા ભાવ ગીતો પણ લખેલા છે. તેઓએ 11 વર્ષમાં 50 થી 60 થી પુસ્તકો લખી કાઢ્યા છે. હજુ પણ તેઓ જીવનપર્યંત ધાર્મિક પુસ્તકો લખવાનુ કાર્ય કરવાના હોવાનું જણાવ્યુ.
આ અંગે તેમનો દીકરો સુરપાલસિંહ ઝાલા જણાવે છે કે, મારા માતા વહેલી સવારે 4 વાગ્યે ઉઠી જાય છે અને આરતી-પૂજા બાદ લખવાનું શરૂ કરે છે. સાંજનાં સમયે ધાર્મિક સિરીયલો જુએ છે અને અમારી ઘરે આવતા તમામ લોકોને તેમની પાસેથી ધાર્મિક વાતો સાંભળવુ બહુ જ ગમે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે