ગિરનારની પહાડીઓ સ્પાઈડરમેનની જે સડસડાટ ચઢી જનાર માણસને મળો, એક અકસ્માતે બદલ્યુ જીવન

જૂનાગઢ ગિરનાર પર્વત (girnar) પર આવેલ અતિદુર્ગમ જગ્યા તરીકે ઓળખાય છે, તે ભૈરવ જપની જગ્યા ખૂબ ઊંચા પહાડ પર આવેલી છે. ત્યારે 50 ફૂટ થી વધુ ઊંચા પહાડો સડસડાટ ચડી જતાનો વીડિઓ વાયરલ (video viral) થયો હતો. આ પહાડી સ્પાઈડરમેન (spider man) ની જેમ ચઢી જનાર શખ્સ જૂનાગઢના વડાલ ગામના પ્રેમભાઈ કાછડીયા છે. કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, ત્યારે આ તો ગિરનારના પહાડો છે, જેને પ્રેમભાઈ કોઈ પણ ડર વગર સડસડાટ ચઢી જાય છે. 
ગિરનારની પહાડીઓ સ્પાઈડરમેનની જે સડસડાટ ચઢી જનાર માણસને મળો, એક અકસ્માતે બદલ્યુ જીવન

ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :જૂનાગઢ ગિરનાર પર્વત (girnar) પર આવેલ અતિદુર્ગમ જગ્યા તરીકે ઓળખાય છે, તે ભૈરવ જપની જગ્યા ખૂબ ઊંચા પહાડ પર આવેલી છે. ત્યારે 50 ફૂટ થી વધુ ઊંચા પહાડો સડસડાટ ચડી જતાનો વીડિઓ વાયરલ (video viral) થયો હતો. આ પહાડી સ્પાઈડરમેન (spider man) ની જેમ ચઢી જનાર શખ્સ જૂનાગઢના વડાલ ગામના પ્રેમભાઈ કાછડીયા છે. કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, ત્યારે આ તો ગિરનારના પહાડો છે, જેને પ્રેમભાઈ કોઈ પણ ડર વગર સડસડાટ ચઢી જાય છે. 

જૂનાગઢ (junagadh) ના ગિરનારનું  ભૈરવ જપ શિખર ચડતા યુવાનનો વીડિયો દિલને હચમચાવી નાંખે તેવો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિખરની બાજુમાં જ હજારો ફૂટ ઊંડી ઉંડી ખીણ છે, જેમાં યુવકને એક ભૂલ ભારે પડી શકે છે. તેમ છતાં યુવક પર્વત પરથી સહેજ પણ ડર રાખ્યા વિના સડસડાટ ચડી-ઊતરી રહ્યો છે. ગિરનારના પહાડોમા અનેક દુર્ગમ જગ્યા આવેલી છે. ત્યારે ગિરનાર પર્વત ઉપર 5 હજાર સીડીના પગથિયાં પર દેવદાસ આશ્રમ આવેલો છે, તેની બાજુમાં ભૈરવ જપ તરીકે ખૂબ ઊંચા પહાડો પર ભૈરવ દાદાનું સ્થાનક છે. ત્યારે ભૈરવ જપના પહાડોને 1 થી 2 મિનિટમાં ચડીને ઉતરી જતા એક વ્યક્તિનો વીડિયો (girnar video) વાયરલ થયો હતો, ત્યારે આ વીડિઓ વડાલ ગામના પ્રેમ કાછડીયાનો હોવાનુ સામે આવ્યુ હતું.

No description available.

પ્રેમ કાછડીયા પોતે ઇલેક્ટ્રીકનું કામ કરે છે અને તેઓ છેલ્લા 20 વર્ષથી આ રીતે ગિરનાર પર્વત ચઢે છે. તેઓ ગિરનારની ભૂમિ સાથે અનેરો લગાવ ધરાવે છે અને સાથે તેઓ ધાર્મિક પણ છે. પ્રેમ કાછડીયા એક અકસ્માતનો ભોગ પણ બની ચૂક્યા છે. તેમના બંને પગમા ગંભીર ઇજા પણ થઇ હતી. છતા આજે પોતે જાતે પહાડ પર સડસડાટ ચડી જાય છે.

No description available.

પ્રેમભાઈ વર્ષમાં અનેકવાર ગિરનાર પર જાય છે અને ભૈરવ જપની જગ્યાના દર્શન કરે છે. પ્રેમ કાછડીયાનો વીડિયો વાયરલ થતા લોકો તેને ગિરનારી સ્પાઇડર મેન તરીકે ઓળખે છે અને સ્પાઇડર મેન તરીકે તેમની છાપ બની છે. ત્યારે લોકો તેમની સાહસિક પ્રવૃતિને બિરદાવી રહ્યા છે.  આજે zee 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news