ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આજથી આગમન, જાણો માર્કેટમાં શું ભાવે મળી રહી છે કેરી
જૂનાગઢનું માર્કેટીંગ યાર્ડ કેસર કેરી માટેનું હબ ગણાય છે. ત્યારે કેસર કેરીની સીઝન આવતા આજે પ્રથમ હરાજી થઇ હતી. ગીર વિસ્તારમાં કેસર કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. ત્યારે આજથી કેસર કેરીનાં 25 બોક્ષની હરાજી જોવા મળી હતી
Trending Photos
ભાવીન ત્રીવેદી, જૂનાગઢ: ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનું આજથી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં આગમન થયું હતું. પ્રથમ દીવસે 10 કિલોના 25 જેટલા બોક્ષની આવક જૉવા મળી હતી અને 1000 થી 1500 રૂપીયા સુઘી ભાવ પણ જોવા મળ્યો હતો.
જૂનાગઢનું માર્કેટીંગ યાર્ડ કેસર કેરી માટેનું હબ ગણાય છે. ત્યારે કેસર કેરીની સીઝન આવતા આજે પ્રથમ હરાજી થઇ હતી. ગીર વિસ્તારમાં કેસર કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. ત્યારે આજથી કેસર કેરીનાં 25 બોક્ષની હરાજી જોવા મળી હતી. 10 કીલોના પ્રતી બોક્ષના ભાવ 1000 થી 1500 રૂપીયા જોવા મળ્યા હતા. ગત વર્ષે તૌકતે વાવાઝોડા અને મોડે સુઘી વરસાદના લીધે કેસર કેરીને મોટું નુકશાન થયું છે. ત્યારે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટશે અને કેરી મોડી આવશે તેમ યાર્ડના વેપારીનું કેહવુ છે.
ગત વર્ષે માર્કેટીંગ યાર્ડમાં 7 લાખ જેટલા બોક્ષની આવક જોવા મળી હતી. જેમાં આ વર્ષે ઘટાડો થશે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થતાં રિટેલ વેપારીઓએ પણ કેસર કેરીની ખરીદી કરી હતી. જેમાં સારી કેસર કેરીની 1500 થી 1600 રૂપીયા સુધીમાં ખરીદી કરી હતી. વેપારીના મતે ગ્રાહકોને કેરીની શરૂઆતની સીઝનમાં એક કિલો કેરીનાં 100 રૂપીયાથી વધુનો ભાવ જૉવા મળશે એટલે જેમ જેમ કેરીની આવક વધશે તેમ તેમ ભાવ પણ ઘટસે તેવુ વેપારીનું માનવું છે.
અન્ય સમાચાર અહીં વાચો:-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે