ગોધરા : દારૂ પીને આ PSI એવી એવી ગાળો બોલ્યા કે, લોકોને કાન બંધ કરી દેવા પડ્યા

ગોધરા સર્કિટ હાઉસમાં એક પીએસઆઈએ નશામાં ચૂર થઈને બિભત્સ બોલાચાલી કરી હતી. આ દારૂડિયા પીએસઆઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં તે યુવતી સાથે ગેરવર્તણૂંક કરતો દેખાયો હતો. 

Updated: Jan 12, 2019, 10:13 AM IST
ગોધરા : દારૂ પીને આ PSI એવી એવી ગાળો બોલ્યા કે, લોકોને કાન બંધ કરી દેવા પડ્યા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : ગોધરા સર્કિટ હાઉસમાં એક પીએસઆઈએ નશામાં ચૂર થઈને બિભત્સ બોલાચાલી કરી હતી. આ દારૂડિયા પીએસઆઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં તે યુવતી સાથે ગેરવર્તણૂંક કરતો દેખાયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા સર્કિટ હાઉસ ખાતે પીએસઆઈ વી.બી.વસાવાએ નશામાં ચૂર  થઈને બિભસ્ત બોલાચાલી કરી હતી. આ પીએસઆઈ નશામાં એટલા ચૂર હતા કે, તેમણે સર્કિટ હાઉસ ખાતે એક મહિલા સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. પીએસઆઈએ મહિલા સાથે પણ ગાળાગાળી કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. પીએસઆઈ વી.બી.વસાવા હાલ ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે અને ગોધરા સર્કિટ હાઉસમાં રહે છે. 

જયંતી ભાનુશાળીની હત્યા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચલા કરો ક્લિક

ત્યારે પિયડક્ડ પીએસઆઈનો મામલો પોલીસના કાન સુધી પહોંચ્યો હતો. આ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે પીએસઆઇ સામે પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, પીએસઆઇ વી.બી.વસાવા અગાઉ પણ પ્રોહીબિશન અને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ થયા હતા. ત્યારે હવે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પીને છાટકા કરતા પીએસઆઈ સામે કેવા પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું. 

ક્લિક કરીને જુઓ ગુજરાતના મહત્વના સમાચાર