જે બસમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ હશે તેમાં પત્ની-પુત્રીને લઈને નહીં બેસુઃ હરભજન

હરભજન સિંહે કહ્યું કે, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ જે રીતે ટીવી શોમાં જે રીતે વાત કરી રહ્યાં છે તેવી વાતો તે પોતાના મિત્રો સાથે પણ કરતો નથી. તેણે બંન્નેના સસ્પેન્શનને યોગ્ય ગણાવ્યું છે. 

Updated: Jan 12, 2019, 10:28 AM IST
  જે બસમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ હશે તેમાં પત્ની-પુત્રીને લઈને નહીં બેસુઃ હરભજન

નવી દિલ્હીઃ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે એક ટીવી કાર્યક્રમ દરમિયાન મહિલાઓને લઈને કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ માટે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની શુક્રવારે આકરી ટીકા કરી અને કહ્યું કે, તેણે ક્રિકેટરોની શાખ દાવ પર લગાવી દીધી છે. આ બંન્ને એક ટીવી કાર્યક્રમમાં જગાય હતા જેમાં વિશેષકરીને પંડ્યાની ટિપ્પણીઓની આકરી ટીકા કરવામાં આવી રહી છે અને તેમાં ટીમની સંસ્કૃતિને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ ટિપ્પણીઓને બિનજરૂરી ગણાવી તેના થોડા સમય બાદ પંડ્યા અને રાહુલને ભારતીય ક્રિકેટ પ્રશાસકોની કમિટીએ સસ્પેન્ડ કરી દીધા છે. એક ખાનગી ચેનલ સાતે વાત કરતા ભજ્જીએ કહ્યું, અમે અમારા સાથી મિત્રો સાથે પણ આવા પ્રકારની વાતો કરતા નથી અને તે એક જાહેરમાં ટીવી પર આવી વાતો કરી રહ્યાં હતા. હવે લોકો વિચારી શકે કે શું હરભજન સિંહ આવો જ હતો, શું અનિલ કુંબલે આવા હતા અને શું સચિન તેંડુલકર...

પંડ્યાએ કાર્યક્રમ દરમિયાન ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો અને તે પણ જણાવ્યું કે, તે આ મામલામાં પોતાના પરિવારની સાથે ખુલીને વાત કરે છે. રાહુલે પોતાના સંબંધો વિશે જવાબ આપવામાં સંયમ રાખ્યો હતો. જ્યારે કાર્યક્રમના હોસ્ટ કરણ જૌહરે પૂછ્યું કે શું તેણે આવું સાથીઓના રૂમમાં કર્યું, પો પંડ્યા અને રાહુલ બંન્નેએ જવાબ હામાં આવ્યો હતો. હરભજને કહ્યું, પંડ્યા ક્યારથી ટીમમાં છે જે ટીમની સંસ્કૃતિને લઈને આ પ્રકારની વાતો કરી રહ્યો છે. 

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ સસ્પેન્ડ

ઓફ સ્પિનરે જ્યારે તેના સસ્પેન્ડસન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, મને લાગે છે કે, આવું થવું જોઈએ. બીસીસીઆઈએ યોગ્ય કામ કર્યું અને આ આગળ વધવાની રીતે છે. મને આ આશા હતી અને તેમાં કોઈ ચોંકવનારી વાત નથી. 

સાથે બસમાં પણ નહીં બેસુ
હરભજન સિંહે તે પણ કહ્યું કે, હું હવે તે બસમાં બેસવાનું પસંદ કરીશ નહીં જેમાં પંડ્યા અને રાહુલ હોય. ભજ્જીએ કહ્યું, જો ટીમ બસમાં મારી મારી પુત્રી કે પત્નીને લઈને જવાનું હોય અને બંન્ને તે બસમાં હાજર હોય તો હું મુસાફરી નહીં કરૂ. તમે મહિલાઓને માત્ર એક એન્ગલથી જોઈ શકો તે યોગ્ય નથી.