ગોંડલના ખેડૂતે કલંજીનું કર્યું વાવેતર, આયુર્વેદમાં થાય છે ખુબ ઉપયોગ

રાજકોટ જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે રવી પાકમાં કલંજી એટલે કે કાળા જીરાનું વાવેતર કર્યું છે. મધ્યપ્રદેશમાં ઉત્પન થતાં આ પાકની વાવણી હવે સૌરાષ્ટ્રના ખેડૂતો કરવા લાગ્યા છે. 

ગોંડલના ખેડૂતે કલંજીનું કર્યું વાવેતર, આયુર્વેદમાં થાય છે ખુબ ઉપયોગ

રાજકોટઃ આયુર્વેદમાં ઉપયોગી એવી કલંજીનું મુખ્યત્વે વાવેતર મધ્યપ્રદેશમાં જોવા મળતું હોય છે. સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કલંજી એટલે કાળા જીરૂનું વાવેતર કરતા થયા છે. ત્યારે ગોંડલના દેરડી (કુંભાજી) ગામે પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ પાનસુરીયાએ રવી પાકમાં પોતાની ખેતીની જમીનમાં 6 વીઘામાં કલંજીનું વાવેતર કર્યુ છે. ખેડૂતના જણાવ્યા મુજબ રવી પાકમાં ચણા, જીરૂ, ધાણા, ઘઉં કરતા કલંજીનો પાક ઓછો ખર્ચાળ હોવાની સાથે પાકમાં રોગચાળોનો ઉપદ્રવ પણ ઓછો હોવાનું જણાવી રહ્યા છે. આ સાથે જ ખેડૂત કલંજીના પોષણક્ષમ ભાવ મળવાની પણ ધારણા કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રભરમાં કલંજીના પાકનો વાવેતર વ્યાપ વધતો જોવા મળ્યો છે. ત્યારે ખેડૂતોને કલંજીનું વહેંચાણ કરવુ પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં સરળ બન્યું છે. વાત કરીએ કલંજીના પાકની તો ગોંડલ માર્કેટ યાર્ડમાં કલંજીનો સૌથી વધુ અને મોટો વેપાર કરતા કલંજીના વેપારી શ્રીજી એગ્રી કોમોડીટીના સંજય રૂપારેલીયાના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ વર્ષે કલંજીનું વાવેતર પાંચ ગણુ જોવા મળ્યું છે. આ સાથે ખેડૂતોને કલંજીના આ વર્ષે પોષણક્ષમ ભાવો પણ મળશેનું જણાવી રહ્યા છે. ભારતમાં કલંજીનો ઉપયોગ હેર ઓઈલ, આયુર્વેદના ઉપચાર સાથે કોરોનામાં પણ થતો હોવાની સાથે કોરોનાની મહામારીમાં પણ ઉપયોગી સાબિત થઈ હોવાનું જણાવી રહ્યા છે.

હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કલંજીની આવકનો પ્રારંભ થવા પામ્યો છે. યાર્ડમાં કલંજીના 16 ક્વિન્ટલની આવક સાથે કલંજીના હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 3,321/-બોલાયા હતાં. ત્યારે ઓછો ખર્ચે કલંજી ખેડૂતો માટે વધુ ઉત્પાદન સાથે નફો આપતી પણ સાબિત થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news