IND vs SL: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના કર્યા સુપડા સાફ, 2-0 થી પોતાને નામ કરી ટેસ્ટ સીરિઝ

IND vs SL: શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં પણ એકતરફી જીત નોંધાવી છે. ભારતે આ મેચ 238 રનથી જીતી લીધી છે.

IND vs SL: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના કર્યા સુપડા સાફ, 2-0 થી પોતાને નામ કરી ટેસ્ટ સીરિઝ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચમાં શાનદાર જીત નોંધાવી છે. પહેલી મેચમાં 222 રનથી જીતનાર ભારતીય ટીમે શ્રીલંકાને બીજી ટેસ્ટમાં 238 રનથી માત આપી છે. આ સાથે જ ભારતે આ સીરિઝ 2-0 પોતાના નામે કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ અત્યાર સુધીમાં એક પણ સીરિઝ હારી નથી.

ટીમ ઇન્ડિયાની મોટી જીત
શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે 446 રનની એક મોટી લીડ બનાવી હતી. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ભારત તરફથી સૌથી વધારે રન ફરી એકવાર શ્રેયસ અય્યરે (67) બનાવ્યા હતા. ત્યાર રિષભ પંતે પણ 50 રનની ઝડપી ઇનિંગ રમી. જવાબમાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ માત્ર 208 રન પર સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દિમુથ કરૂણારત્નેએ 107 રનની શાનદાર ઇનિંગ રમી, પરંતુ તે તેની ટીમને જીતાડી શક્યો નહીં. આ ઉપરાંત કુશલ મેંડિસે પણ 54 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 4, જસપ્રીત બુમરાહે 3 અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી પાડી હતી. આ ઉપરાંત એક વિકેટ રવિન્દ્ર જાડેજાને મળી.

બુમરાહ એ કુલ 8 વિકેટ લીધી
શ્રીલંકા સામે પહેલી ઇનિંગમાં જસપ્રીત બુમરાહ એ 5 વિકેટ લીધી હતી. હવે બીજી ઇનિંગમાં પણ આ ભયંકર બોલરે 3 વિકેટ ઝડપી હતી. પહેલી ઇનિંગમાં મોહમ્મદ શમી અને રવિચન્દ્ર અશ્વિને 2 વિકેટ હાંસલ કરી છે અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી પાડી હતી. શ્રીલંકાનો કોઈપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. એન્જેલો મેથ્યૂઝે 43 રન બનાવ્યા હતા. મેથ્યૂઝ ઉપરાંત નિરોશન ડિકવેલા અને અરવિંદા ડિસેલવાએ જ બે અંકમાં રન બનાવ્યા હતા. ભારતીય બોલરોએ આખી મેચ પર પોતાની પકડ બનાવી રાખી હતી અને શ્રીલંકાની સંપૂર્ણ ટીમ 109 રન બનાવી શકી હતી. આ રીતે ભારતે 143 રનની લીડ મેળવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news