જ્યાં પાણી નથી ભરાતું ત્યાં નિકાલની વ્યવસ્થા, વડોદરા મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન
વડોદરા મહાનગર પાલિકા સતત ચર્ચામાં રહે છે. પરંતુ આ ચર્ચા હંમેશા તેના ખરાબ કામની હોય છે. મહાનગર પાલિકાએ ફરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે તેની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યાં છે.
Trending Photos
વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં જો કોઈ પંકાયેલું તંત્ર હોય તો તે વડોદરા છે. વડોદરા મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ એવા એવા કામ કરે છે જે હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે. અનેક વિવાદો પછી પણ કોઈ બોધપાઠ લેવા માટે કે પછી સુધરવા માટે VMCના સત્તાધીશો તૈયાર જ નથી...વધુ એક એવું કામ કોર્પોરેશનના લોકોએ કર્યું છે કે જેના કારણે અધિકારીઓની આવડત અને શાસકોની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે...ત્યારે એવું તો શું કર્યું કામ?...જુઓ આ અહેવાલમાં....
સુધરે એ બીજા, VMCના શાસકો નહીં!
વિવાદીત કામ ન કરે તો VMC શેની?
પાણી નથી ભરાતું ત્યાં પાણી નિકાલનું કામ
ક્યારેય નથી ભરાયું પાણી ત્યાં નંખાઈ લાઈન
કયા સર્વેના આધારે કામ કર્યું તેના પર સવાલ
અધિકારીઓની હોશિયારીના ફરી થયા દર્શન
વડોદરાના શાસકો અને અધિકારીઓ કામ કંઈક એવા કરે છે કે તે હંમેશા વિવાદમાં રહે...વિવાદ ન થાય તો VMC શેની?...જુઓ આ દ્રશ્યો...શહેરના કારેલીબાગના આર્યકન્યા રોડ વિસ્તારમાં આજદીન સુધી ક્યારે પાણી નથી ભરાયું...પણ કોર્પોરેશનના શાસકોને એવું સપનું આવ્યું કે આ વિસ્તાર પાણીથી ગળાબોળ થઈ જાય છે. તેથી અહીંથી પાણીનો નિકાલ કરવો પડશે...અને તેથી જ પાણીના નિકાલ માટે લાઈન નાંખવાની કામગીરી શરૂ કરી છે.
જે જગ્યાએ લાઈન નાંખવાનું કામ થઈ રહ્યું છે ત્યાં પુરમાં પણ ક્યારેય પાણી નથી ભરાયું....પણ ખબર નહીં કેમ વડોદરાના અધિકારીઓને અહીં લાઈન નાંખવામાં રસ કેમ છે?...મુખ્યમંત્રી પણ કહી ચુક્યા છે કે એવી રીતે કામ કરો કે રોડ બનાવ્યા પછી યાદ ન આવવું જોઈએ કે પાઈપ નાંખવાની તો ભૂલાઈ ગઈ હતી?...મુખ્યમંત્રીનું વાત માને કોણ?..મુખ્યમંત્રીનું પાણ માનવા VMCના લોકો તૈયાર નથી...લાઈન નાંખવા માટે રોડ તોડી નાંખવામાં આવ્યો છે...અને તેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે...
હવે અહીં સવાલ અધિકારીઓની વિશ્વનિયતા પર પણ ઉઠી રહ્યો છે. કારણ કે કયા સર્વેના આધારે પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ અહીં કરવામાં આવી રહ્યો?, કોના ઈશારો કામ વગરનું કામ થઈ રહ્યું છે?, કોને લાભ પહોંચાડવા માટે ખોટું કામ થઈ રહ્યું છે?, કયા ઠોઠ અધિકારીઓ કામની ડિઝાઈન તૈયાર કરી હતી?, શું અધિકારીઓ, શાસકો અને કોન્ટ્રાક્ટરની કોઈ મિલિભગત છે?, આવા તો અનેક સવાલ છે જે લોકો VMCને પૂછી રહ્યા છે...જોવું રહ્યું કે ક્યારે VMCના અધિકારીઓ સભાન બને છે અને ક્યારે વિવાદ ન થાય તેવું કામ કરે છે?...
VMC સામે સવાલ
કયા સર્વેના આધારે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે?
કોના ઈશારો કામ વગરનું કામ થઈ રહ્યું છે?
કોને લાભ પહોંચાડવા માટે ખોટું કામ થઈ રહ્યું છે?
કયા ઠોઠ અધિકારીઓ કામની ડિઝાઈન તૈયાર કરી હતી?
શું અધિકારીઓ, શાસકો અને કોન્ટ્રાક્ટરની કોઈ મિલિભગત છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે