GTU અને અમેરિકન મલ્ટીનેશનલ સોફ્ટવેર કોર્પોરેશન ઓટોડેસ્ક વચ્ચે કરાયા MOU

રાજ્ય સરકારના ઉર્જા મંત્રી(Energy Minister) સૌરભ પટેલની(Saurabh Patel) હાજરીમાં આ એમઓયુ(MoU) પર બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરાયા હતા. આ એમઓયુના ભાગરૂપે જીટીયુ(GTU) અને ઓટોડેસ્ક(AutoDesk) ભેગા મળીને યુનિવર્સિટીના પરિસરમાં જ "જીટીયુ ઓટોડેસ્ક ઇનોવેશન સેન્ટર"ની(GTU Autodesk Innovation Center) સ્થાપના કરશે.

GTU અને અમેરિકન મલ્ટીનેશનલ સોફ્ટવેર કોર્પોરેશન ઓટોડેસ્ક વચ્ચે કરાયા MOU

અતુલ તિવારી/અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University-GTU) અને અમેરિકાન મલ્ટીનેશનલ સોફ્ટવેર કોર્પોરેશન ઓટોડેસ્ક (Autodesk) વચ્ચે MOU કરાયા છે. શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચેના અંતરાયને પુરવાના હેતુ સાથે આ એમઓયુ(MOU) કરાયા છે. વિદ્યાર્થીઓ (Students) થિયરીમાં(Theory) જે શીખ્યા હોય એ જ પ્રેક્ટીકલી (Practicaly) અમલમાં મૂકી શકે તે આ એમઓયુ(MoU)નો મુખ્ય આશય છે.

રાજ્ય સરકારના ઉર્જા મંત્રી(Energy Minister) સૌરભ પટેલની(Saurabh Patel) હાજરીમાં આ એમઓયુ(MoU) પર બંને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરાયા હતા. આ એમઓયુના ભાગરૂપે જીટીયુ(GTU) અને ઓટોડેસ્ક(AutoDesk) ભેગા મળીને યુનિવર્સિટીના પરિસરમાં જ "જીટીયુ ઓટોડેસ્ક ઇનોવેશન સેન્ટર"ની(GTU Autodesk Innovation Center) સ્થાપના કરશે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કુલપતિ નવીન શેઠે આ એમઓયુના ફાયદા અંગે જણાવ્યું કે, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને, ફેકલ્ટીને, સંશોધકોને લાભ માટે આ સેન્ટરની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે. કલાઉડ આધારિત પ્રોડક્ટ ઈનોવેશન, પ્રોટોટાઈપ અને સ્ટાર્ટ અપનો વિકાસ કરવા માટે આ સેન્ટર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 

વિદ્યાર્થીઓને વાસ્તવિક સમયના પડકારને સમજવા અને તેના સમાધાન મેળવવા માટે આ સેન્ટર ઉપયોગી નિવડશે. આ પ્રકારનું પહેલું સેન્ટર ધરાવતી જીટીયુ વિદ્યાર્થીઓના વિચારોની કલ્પના કરવા અને તેમને સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ દ્વારા બજારમાં લઈ જવામાં સહાય કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news