SPG સુરક્ષા હવે ફક્ત વડાપ્રધાનને જ મળશે, પૂર્વ PMના પરિવારને ફક્ત 5 વર્ષ: અમિત શાહ

SPG Bill: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં આજે એસપીજી સંશોધન બિલ રજુ કર્યું. ગૃહ મંત્રીએ  કહ્યું કે એસપીજી બિલમાં એક પરિવાર મુજબ ફેરબદલ નથી કરાયા પરંતુ વડાપ્રધાનની સુરક્ષા પ્રમાણે ફેરફાર કરાયા છે.

SPG સુરક્ષા હવે ફક્ત વડાપ્રધાનને જ મળશે, પૂર્વ PMના પરિવારને ફક્ત 5 વર્ષ: અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે (Amit Shah) લોકસભામાં આજે એસપીજી(SPG Bill) સંશોધન બિલ રજુ કર્યું. ગૃહ મંત્રીએ  કહ્યું કે એસપીજી બિલમાં એક પરિવાર મુજબ ફેરબદલ નથી કરાયા પરંતુ વડાપ્રધાનની સુરક્ષા પ્રમાણે ફેરફાર કરાયા છે. કોંગ્રેસ (Congress) સાંસદો તરફથી ઉઠાવવામાં આવી રહેલા સવાલોના જવાબ આપતા શાહે કહ્યું કે બાકીના વડાપ્રધાન પર ચિંતા વ્યક્ત નથી કરતા બધા પરંતુ તમે ફક્ત એક પરિવાર(Gandhi Family) માટે ચિંતા કરો છો. તેમણે કહ્યું કે એસીપીજી બિલમાં સંશોધનની અસર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) ઉપર પણ પડશે. 

શરૂઆતમાં એસપીજી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ કામ કરતી હતી. ત્યારબાદ એક કાયદો ઘડાયો અને પછી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ કામ કરવા લાગ્યું. શાહે કહ્યું કે હવે ફક્ત હાલના વડાપ્રધાનને જ આ સુરક્ષા મળશે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનના પરિવારને 5 વર્ષ સુધી આ સુવિધા મળશે. 

અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે ગાંધી પરિવારને આપેલું એસપીજી કવર પાછું ખેંચ્યું છે. આથી એસપીજી બિલ હાલના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખતા ખુબ જ મહત્વપૂર્ણ છે. ગાંધી પરિવારમાં સોનિયા ગાંધી(Sonia Gandhi), તેમના પુત્ર રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછીથી એસપીજી સુરક્ષા કવર મળેલુ હતું. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) ને પણ એસપીજી સુરક્ષા અપાયેલી હતી  પરંતુ સુરક્ષા સમીક્ષા બાદ તમામ પાસેથી એસપીજી સુરક્ષા પાછી ખેંચાઈ. 

આ VIDEO પણ જુઓ...

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને હવે સીઆરપીએફ દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા કવચ મળેલું છે. જ્યારે સરકારના આદેશ મુજબ ગાંધી પરિવારને પણ આ જ ગ્રેડની સુરક્ષા બહુ જલદી આપવામાં આવશે. સરકારના આ પગલાની કોંગ્રેસના નેતાઓએ ટીકા કરી છે. ગાંધી પરિવારને આપેલું એસપીજી સુરક્ષા કવચ આ મહિનાની શરૂઆતમાં પાછું ખેંચાયું. જ્યારે ઓગસ્ટ મહિનામાં મનમોહન સિંહ અને તેમના પત્ની ગુરુશરણને આપેલું આ કવચ પાછું ખેંચાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news