હવે મરો! સરકારી ઓફિસમાં ગુલ્લીબાજ અધિકારીઓ ભરાશે, રાઘવજી ફરી દબંગ બન્યા
Minister Raghavaji Patel Suprise Visit : કૃષિ પશુપાલન મત્સ્યોદ્યોગ મંત્રીની વધુ એક કચેરીમાં સરપ્રાઈઝ વિઝીટ... રાઘવજી પટેલ પહોંચ્યા ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સરપ્રાઈઝ વિઝિટમાં... ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં મંત્રીની સરપ્રાઈઝ વિઝીટ... અગાઉ કૃષિ ભવન ખાતે સરપ્રાઇઝ વિઝીટ કરી હતી રાઘવજી પટેલે
Trending Photos
Minister Raghavaji Patel Suprise Visit હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાતમાં હાલમાં સૌથી વધુ એક્ટિવ એ રાઘવજી પટેલ બન્યા છે. બજેટને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ અધિકારીઓ આ માટેની કાર્યવાહીમં લાગ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીઓને પણ ટાસ્ક હોવાથી તેઓ પણ એક્ટિવ થઈ ગયા છે. નવા મંત્રીઓને પણ લેશન અપાઈ રહ્યાં છે. હવે તેમનો હનિમૂન પીરિયડ પૂરો થઈ ગયો છે અને સરકારે સોમથી શુક્રવાર સુધી સચિવાલયમાં બેસી લોકોના કામ કરવાના આદેશો કર્યો છે. મુલાકાતીઓને મળીને મોટા ભાગના પ્રશ્નો ઉકેલાય એ માટે ટાઈમ ટેબલ પણ ગોઠવાઈ ગયું છે. આજે કૃષિ પશુપાલન મત્સ્યોધોગ મંત્રીની વધુ એક કચેરીમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. રાઘવજી પટેલ આજે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ વિઝિટમાં પહોંચ્યા હતા. જેને પગલે ગુલ્લીબાજ અધિકારીઓ ફફડી ગયા હતા. ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણ બહાર મંત્રીની સરપ્રાઈઝ વિઝીટને પગલે વિભાગમાં પણ હલચલ મચી ગઈ હતી. આજદીન સુધી એક પણ મંત્રી આમ કૃષિ વિભાગની મુલાકાતે પહોંચ્યા નથી. હવે રાઘવજીએ ફરી દબંગ બની બીજા ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈ અધિકારીઓને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે, સમયસર નોકરીએ આવો અથવા ઘરે જ રહો.
અગાઉ કૃષિ ભવન ખાતે રાઘવજી પટેલે સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. હવે મંત્રીઓ તો હાજર રહેવા લાગ્યા છે પણ અધિકારીઓ ગેરહાજર રહેવા લાગ્યા છે. આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
આ પણ વાંચો :
રાઘવજીની અચાનક મુલાકાત લેતાં અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો હતો. રાઘવજી પટેલ પર સરકારે ભરોસો મૂકીને કૃષિ જેવું મહત્વનું ખાતુ સોંપ્યું છે. આમ રાઘવજી માટે કામ કરવાની તક છે. ભાજપના કદાવર નેતાઓને આ મંત્રી મંડળમાં સાઈડલાઈન કરી મૂળ કોંગ્રેસી એવા રાધવજી પર ભરોસો મૂકવાનું કારણ એમની કૃષિ સંલગ્ન દૂરંદેશી છે. રાઘવજીએ મૂળ ખેડૂત નેતા અને ખેતી સાથે સંકળાયેલા છે. જેઓએ કોંગ્રેસમાં પણ ખેડૂતોના મામલાઓ ઉઠાવ્યા હતા. હવે એમની પાસે સત્તા છે જેને પગલે ભાજપે એમને ફરી તક આપી છે. જે તકનો તેઓ લાભ લઈ રહ્યાં છે.
રાઘવજી પટેલ દ્વારા જી 24 કલાક સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે કર્મચારીઓ સમયસર આવીને કામ કરે એ ખૂબ જરૂરી છે . જોકે આ મુલાકાત દરમિયાન જે કર્મચારીઓ ગેરહાજર રહ્યા હશે કે અન્ય જે પ્રશ્નો છે તે પ્રશ્નો વિભાગના વડા સાથે ચર્ચા કરીને પગલા ભરવામાં આવશે અને જરૂરી સૂચના પણ આપવામાં આવશે.
આજે સવારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે અચાનક જ મત્સ્યોદ્યોગ કમિશનરેટની કચેરીમાં પહોંચી ગયા છે અને કમિશનર નિતીન સાંગવાન, સુપરિન્ટેન્ડન્ટ કાપડિયા વાઘેલા સહિત ગેરહાજર છે. તો બીજી તરફ જૂના સચિવાલયમા આ કચેરીમા પણ મોટાભાગનો સ્ટાફ આવ્યો નહોતો. આ ઉપરાંત કમિશનરેટ કચેરીમા ૧૫થી વધુ અધિકારીઓ તેમના સ્થાને કચેરીમાં હાજર નહોતા. જ્યાં મોટા ભાગનો સ્ટાફ હાજર ન હોવાથી મંત્રીએ કમિશનરેટના અધિક્ષક પાસે રિપોર્ટ માંગ્યો છે. વધુમાં જૂના સચિવાલયમા આ કચેરીમા પણ મોટાભાગનો સ્ટાફ આવ્યો નહોતો. આ ઉપરાંત કમિશનરેટ કચેરીમા ૧૫થી વધુ અધિકારીઓ તેમના સ્થાને કચેરીમાં હાજર નહોતા. રાઘવજીએ કહ્યુ- હું પૂછીશ કે કેમ સમયસર હાજર થયા નથી અને મોડા આવવાનું કારણ પણ પુછવામાં આવશે. કમિશનરેટના અધિક્ષક પાસે રિપોર્ટ માંગ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે