વિધાનસભાની વાતઃ પાટણમાં કોને પસંદ કરશે મતદારો? જાણો આ વખતે શું કહે છે પાટણનું પાણી

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ પાટણ વિધાનસભા બેઠક પર 2017માં કિરીટ પટેલે જીત મેળવી હતી. તે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયા હતા. આ સીટ પર 2022માં આનંદીબેન પટેલે જીત મેળવી હતી. જીત પછી આનંદીબેન પટેલને ગુજરાતમાં રોડ પરિવહનની સાથે સાથે શિક્ષણ મંત્રીની પણ જવાબદારી સોંપવામાં આવી હતી.

વિધાનસભાની વાતઃ પાટણમાં કોને પસંદ કરશે મતદારો? જાણો આ વખતે શું કહે છે પાટણનું પાણી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. રાજકીય પાર્ટીઓ પણ ચૂંટણીની તારીખની જાહેરાત થાય તેની રાહ જોઈ રહી છે. રાજકીય પ્રચારની ગરમાગરમીની વચ્ચે આજે વાત કરીશું પાટણ વિધાનસભા બેઠકની. પાટણ જિલ્લો અહીંયા બનનારી રેવડી માટે દેશ અને દુનિયામાં જાણીતો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેવડી કલ્ચરને દેશ માટે ખતરો ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેટલીક પાર્ટીઓ દેશમાં રેવડી કલ્ચરને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહી છે. બધાએ સાથે મળીને રેવડી કલ્ચરના વિચારને હરાવવાનો છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે અત્યંત વિનાશકારી છે.

પાટણ બેઠકનું રાજકીય સમીકરણ:
પાટણ વિધાનસભા બેઠક પર ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનો દબદબો રહ્યો છે. હાલના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પાટીદાર સમાજમાંથી આવે છે. પાટણ સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ 2007માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1998થી આ બેઠક પર બીજેપીનો દબદબો હતો. જોકે 2015માં પાટીદાર આંદોલનના કારણે 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના કિરીટ પટેલનો વિજય થયો હતો.

પાટણ બેઠક પર મતદારો:
5 જાન્યુઆરી 2022ની મતદાર યાદી પ્રમાણે પાટણ બેઠક પર 1,56,595 પુરુષ મતદારો છે. તો 1,46,267 મહિલા મતદારો છે. કુલ મળીને આ બેઠક પર 3,02,874 મતદારો છે.

પાટણ બેઠક પર કોનો દબદબો:
પાટણ બેઠક પર સૌથી વધારે ઠાકોર અને પાટીદાર મતદારોનો દબદબો છે. આ બેઠક પર સૌથી વધારે 65,000 ઠાકોર, 40,000 પાટીદાર, 30,000 દલિત, 22,000 માલધારી, 17,000 મુસ્લિમ, 14,000 પ્રજાપતિ અને 12,000 દેવીપૂજક સમુદાયના મતદારો છે.

પાટણ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર    પક્ષ

1962  વિજય કુમાર ત્રિવેદી     કોંગ્રેસ

1967  વિજય કુમાર ત્રિવેદી     કોંગ્રેસ

1972  નાથાભાઈ દેસાઈ     કોંગ્રેસ

1975  અમીન ભગવાનદાસ     બીજેએસ

1980  ડાહ્યાભાઈ પટેલ    જેએનપી

1985  કાંતિલાલ પટેલ     કોંગ્રેસ

1990  અરવિંદ પટેલ ભાજપ

1995  અરવિંદ પટેલ ભાજપ

1998  મોહન પટેલ         ભાજપ

2002  આનંદીબેન પટેલ     ભાજપ

2007  આનંદીબેન પટેલ     ભાજપ

2012  રણછોડભાઈ દેસાઈ    ભાજપ

2017  કિરીટ પટેલ        કોંગ્રેસ

શું કિરીટ પટેલ જીતનો પરચમ લહેરાવી શકશે?
પાટીદાર આંદોલન થકી આ બેઠક પર કોંગ્રેસના કિરીટ પટેલને જીત મળી હતી. તો શું ફરીથી કોંગ્રેસના કિરીટ પટેલ જીત મેળવી શકશે?. કે પછી ભાજપ ફરીથી આ બેઠક પર કબજો કરશે. આ એવા સવાલ છે જેનો જવાબ તો મતદારોના હાથમાં છે. જે મતદાનના દિવસે મતદાન કરીને પોતાનો નિર્ણય આપશે.

પાટણ બેઠકના પ્રશ્નો:
ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની લોકો માગણી કરી રહ્યા છે. જીઆઈડીસીની માગણી, ખેતીવાડી માટે સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી છોડવાની માગણી ખેડૂતો દ્વારા અવારનવાર કરવામાં આવે છે. ત્યારે આ મુદ્દા આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news