પાકિસ્તાનની શાન આવી ઠેકાણે... ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને હાઈબ્રિડ મોડલ પર કરવા તૈયાર, મૂકી આ મોટી શરત
Champions Trophy: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હાઇબ્રિડ મોડલ હેઠળ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આયોજિત કરવા માટે પોતાની સંમતિ દર્શાવી છે. જો કે, તેણે કેટલીક શરતો પણ મૂકી છે.
Trending Photos
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન ક્યા અને કેવી રીત થશે તે અંગેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદને કારણે હજુ સુધી તેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. આઈસીસીએ 29 નવેમ્બરના રોજ એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજન અંગે નિર્ણય લેવાનો હતો, પરંતુ આ બેઠક બીજા દિવસ સુધી સ્થગિત કરવામાં આવી. હવે અપડેટ આવી રહ્યા છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજવા માટે સહમત છે, પરંતુ કેટલીક શરતો પણ મૂકી છે.
ICCએ આપ્યું હતું અલ્ટીમેટમ
ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને અલ્ટીમેટમ આપ્યું હતું કે, 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની હોસ્ટિંગ માટે હવે હાઇબ્રિડ મોડલ જ એકમાત્ર વિકલ્પ છે. જો PCB આ માટે સહમત નહીં થાય તો તેની ટીમ બહાર થઈ જશે અને આ આઈસીસી ટૂર્નામેન્ટ કોઈ અન્ય દેશમાં યોજવામાં આવશે. ICCએ 29 નવેમ્બરના રોજ બોર્ડ મિટિંગ દરમિયાન આ જાહેરાત કરી હતી.
BCCIનો સ્પષ્ટ ઈન્કાર
BCCIએ ભારત સરકારની નીતિને ટાંકીને પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ પછી ICCએ 'હાઈબ્રિડ મોડલ'નો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને પાકિસ્તાન ક્રિકેટે હજુ સુધી સ્વીકાર્યો નથી. આ અંગે નિર્ણય લેવા માટે ICCએ એક બેઠક પણ યોજી હતી, પરંતુ આ પછી પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતની સાથે અન્ય દેશોના બોર્ડ દ્વારા પણ પાકિસ્તાનમાં સુરક્ષાના કારણોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
Pakistan Cricket Board willing to accept a Hybrid Model for next year’s Champions Trophy and play India in Dubai if ICC implements the same policy for all its events going till 2031: PCB source to PTI. pic.twitter.com/CQ77vC0nZv
— Press Trust of India (@PTI_News) November 30, 2024
સહમત થયું PAK પરંતુ રાખી દીધી આ શરત
ચેમ્પિયન્સ ટ્રોફી હાઈબ્રિડ મોડલ હેઠળ ન કરાવવા પર અડગ રહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું વલણ થોડું નબળું પડ્યું છે. રિપોર્ટસનું માનીએ તો પાકિસ્તાન હવે હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે સંમત થયું છે, પરંતુ તેમણે કેટલીક શરતો પણ મૂકી છે.
1. દુબઈમાં ભારતની મેચો: ભારતીય ક્રિકેટ ટીમની તમામ મેચો જેમાં ગ્રુપ સ્ટેજ, સેમિ-ફાઇનલ અને ફાઇનલ (જો ભારત ક્વોલિફાય કરે છે) સામેલ છે. આ બધા દુબઈમાં રમાશે, કારણ કે ભારત સરકારે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે.
2. લાહોરમાં બેકઅપ હોસ્ટિંગ: જો ભારત ગ્રુપ સ્ટેજમાંથી બહાર નીકળી જાય છે તો પાકિસ્તાને લાહોરમાં સેમિફાઇનલ અને ફાઇનલનું હોસ્ટિંગ કરવાનો અધિકાર સુરક્ષિત કરી લીધો છે.
3. ICC ટુર્નામેન્ટ માટે ન્યૂટ્રલ વેન્યૂ: PCBએ એવી શરત પણ મૂકી છે કે જો ભારત ભવિષ્યમાં ICC ઇવેન્ટનું હોસ્ટિંગ કરે છે તો પાકિસ્તાનની મેચો ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે