ગુજરાત ATSની ટીમે નકલી વિઝાનું કૌભાંડ ઝડપ્યું, 20 થી 22 લાખમાં બનાવી આપતા વિઝા

ગુજરાત ATSની ટીમે નકલી વિઝા બનવવાનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ATS એ બાતમીને આધારે નવા નરોડાના વિઠ્ઠલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ એર-વે હોલીડેઝમાં દરોડા પાડ્યા હતા.

ગુજરાત ATSની ટીમે નકલી વિઝાનું કૌભાંડ ઝડપ્યું, 20 થી 22 લાખમાં બનાવી આપતા વિઝા

આશકા જાની/અમદાવાદ: રાજ્યમાં વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે છેતરપિંડીના કિસ્સા સામે આવી ચુક્યા છે, ત્યારે ગુજરાત ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં ખોટા વિઝા બનાવનાર ચાર આરોપીની ધરપકડ કરી છે. ત્યારે તેઓ 20 થી 22 લાખમાં વિઝા બનાવી આપતા હતા.

ગુજરાત ATSની ટીમે નકલી વિઝા બનવવાનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ATS એ બાતમીને આધારે નવા નરોડાના વિઠ્ઠલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ એર-વે હોલીડેઝમાં દરોડા પાડ્યા હતા. ત્યારે દરોડા સામે આવ્યું હતું કે અહીં નકલી વિઝા બનાવી આપવામાં આવે છે. જેમાં ATS એ આરોપીઓ નિલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયુર પંચાલ અને પિયુષ પટેલની ધરપકડ કરી છે. 

આરોપી જે લોકોને વિદેશ જવાની ઉતાવળ હોય તેને પ્રથમ ટાર્ગેટ કરતા હતા. ત્યારે આરોપીઓ ડુપ્લિકેટ વિઝાના નામે ગ્રાહકો પાસેથી 20 થી 22 લાખ પડાવતા હતા. આરોપીઓ પાસેથી પોલીસને 5 પાસપોર્ટ પણ મળી આવ્યા છે. જે પાસપોર્ટમાં કેનેડાના વિઝા હતા. ત્યારે પોલીસને શંકાસ્પદ લાગતા કેનેડા સરકારની એજન્સી મારફતે તપાસ કરતા પાંચેય પાસપોર્ટધારકોના વિઝા એપ્લિકેશન રદ્દ થયેલ જાણવા મળ્યું હતું. જ્યારે દ્રશ્યમાં દેખાતો મુખ્ય આરોપી નિલેશ પંડ્યા છે. 

તે અગાઉ ચલણી નોટ, નકલી વિઝા અને પાસપોર્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. ત્યારે આરોપીઓ વિઝા ધારકની એપ્લિકેશન રદ્દ થઈ હોવા છતાં ગ્રાહકના મેઈલ આઈડી પર વિઝા એપ્રુવ થયાનો બનાવતી મેઈલ મોકલી આપતા હતા. આ ઉપરાંત કેનેડાના વિઝામાં વિઝા ડુપ્લીકેટ છે એ ખબર ના પડે તે માટે નકલી સ્ટીકર પાસપોર્ટ પર ચોંટાળ્યા હતા. આ રીતે આરોપીઓ ગ્રાહક સાથે છેતરપિંડી આચરતા હતા. જ્યારે પિયુષ પટેલ નામનો આરોપી રાજસ્થાનમાં પણ નકલી વિઝાના કેસમાં સંડોવાયેલ છે.

જ્યારે હાલમાં પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપીઓએ કેટલા લોકોને ભોગ બનાવ્યા તેમજ લોકો પાસેથી કુલ કેટલી રકમની છેતરપિંડી કરી અને અન્ય આરોપીઓમાં સામેલ છે કે નહીં તે તમામ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news