કોરોનામાં સરકારની આવક ઘટી હતી, બજેટથી ગુજરાતની પ્રગતિ આગળ વધારીશું : નીતિન પટેલ
Trending Photos
- નીતિન પટેલે કહ્યું, બજેટમાં તમામ લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે આગળ વધીશું.
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરશે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (nitin patel) રજૂ કરશે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.17 લાખ કરોડ હતું, તેની સામે આ વખતે અઢી લાખ કરોડનું બજેટનું કદ હોવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે. તો સાથે જ આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાશે. નાના અને મધ્યમ ઊદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર રાજ્ય સરકાર ભાર મૂકશે. કોરોનાકાળમા કથળેલી શિક્ષણ વ્યવસ્થા અંગે પણ જાહેરાત થાય તેવી શક્યતા છે. ઓવરઓલ બજેટ (Gujarat Budget) માં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવામા આવશે. તમાકુ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પર સરકાર વેટ વધારી શકે છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય જીત બદલ સરકાર પ્રજાને ભેટ આપી શકે છે.
બજેટ પહેલા નીતિન પટેલે શું કહ્યું....
નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આજે વિધાનસભામાં 2021-22નું બજેટ રજૂ કરીશ. ગુજરાતની વિકાસયાત્રા, સમૃદ્ધિ વધતી રહે તેવું બજેટ છે. ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ ચરિતાર્થ થાય એવું આ બજેટ છે. ગુજરાતની દરેક જ્ઞાતિ, સમાજનો વિકાસ થાય તેવું બજેટ છે. જનતાએ સમર્થન આપ્યું છે તે વિશ્વાસ અમે કાયમ રાખીશું. કોરોનાના લોકડાઉન અને બાદમાં આર્થિક મંદી ચાલી હતી. આરોગ્યલક્ષી ખૂબ સારી છે, તેને વિકસાવીશું. ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત પેકેજમાં વધુ લાભ અપાશે. ગુજરાતના નાગરિકોએ ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય કરાવ્યો છે. અમારી યોજનાઓ અને પ્રતિબદ્ધતાઓને જનતાએ આવકારી છે. સ્વાભાવિક રીતે જ અમારી જવાબદારી વધી જાય છે. બજેટમાં તમામ લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે આગળ વધીશું. ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારવાની જવાબદારી છે. કોરોનામાં સરકારની આવકમાં ઘટાડો થયો હતો. આ બજેટથી ગુજરાતની પ્રગતિ આગળ વધારીશું. લોકડાઉનમાં આર્થિક પ્રવૃતિઓ બંધ થઈ હતી. ત્યારે હવે ખર્ચ, વિકાસ અને આવકનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે