રાજકોટમાં મૂકાયુ દેશનુ પહેલુ સોલાર-પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ, ગમે ત્યાં મુવ કરી શકાય છે

ગુજરાતની જ કંપની રોજર મોટર્સ દ્વારા ટ્રાફિકના પ્રશ્નને નિવારવા માટે મદદરુપ થવા માટે ભારતમાં પ્રથમ વખત સેલ્ફ કંટ્રોલ પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ રાજકોટમાં મૂકાયુ

રાજકોટમાં મૂકાયુ દેશનુ પહેલુ સોલાર-પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ, ગમે ત્યાં મુવ કરી શકાય છે
  • રાજકોટમાં દેશનું પ્રથમ સોલર ટ્રાફિક સિગ્નલ તૈયાર
  • રોઝર મોટર્સ કંપનીએ તૈયાર કર્યુ છે આ ટ્રાફિક સિગ્નલ
  • દોઢ લાખના ખર્ચે પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ કરાયું છે તૈયાર
  • આ ટ્રાફિક સિગ્નલથી વીજળી અને ખર્ચની થશે બચત
  • કોઈ પણ ટ્રાફિકવાળા રસ્તા પર સિગ્નલને મુકી શકાય છે

ગૌરાંગ દવે/રાજકોટ :રાજકોટમાં દેશનું પ્રથમ સોલર ટ્રાફિક સિગ્નલ તૈયાર કરાયું છે. રોઝર મોટર્સ કંપનીએ પોર્ટેબલ સોલર ટ્રાફિક સિગ્નલને તૈયાર કર્યું છે. દોઢ લાખના ખર્ચે કંપનીએ આ ટ્રાફિક સિગ્નલ તૈયાર કર્યુ. હાલના સમયમાં રાજકોટમાં ટ્રાફિકની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે દિશામાં ટ્રાફિક વધુ હોય તે રીતે આ સોલર ટ્રાફિક સિગ્નલ કંટ્રોલ થતુ હોય છે. ઓછી જગ્યામાં સારી રીતે આ ટ્રાફિક સિગ્નલ કંટ્રોલનો ઉપયોગ કરી શકાય છે. આ ટ્રાફિક સિગ્નલથી વીજળી અને ખર્ચની બચત થાય છે. આ સિગ્નલ ઝીરો મેઈન્ટનેન્સનું કંપનીએ તૈયાર કર્યું છે. તેની ખાસિયત એ છે કે તે મુવેબલ છે, તેને કોઈ પણ ટ્રાફિકવાળા રસ્તા પર મૂકી શકાય છે.

દેશનુ સૌપ્રથમ પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ
રાજકોટની એક કંપની દ્વારા દેશનું સૌપ્રથમ સોલાર ટ્રાફિક સિગ્નલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ટ્રાફિક સિગ્નલ વીજળીની બચત કરશે તેમજ જગ્યા પણ ઓછી રોકે છે. એટલું જ નહિ, પોર્ટેબલ હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં પણ સરળતા રહે છે. દરેક શહેરમાં હાલ ટ્રાફિકની સમસ્યા દિવસે-દિવસે વધતી જાય છે. ત્યારે પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ અનેક રીતે સગવડતા દાયક રહેશે. પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલની કિંમત અંદાજે રૂ.1.5 લાખ છે. 

ગુજરાતની કંપનીએ બનાવ્યુ આ ટ્રાફિક સિગ્નલ
ગુજરાતની જ કંપની રોજર મોટર્સ દ્વારા ટ્રાફિકના પ્રશ્નને નિવારવા માટે મદદરુપ થવા માટે ભારતમાં પ્રથમ વખત સેલ્ફ કંટ્રોલ પોર્ટેબલ સોલાર ટ્રાફિક સિગ્નલ રાજકોટમાં રજૂ કરાયુ હતું. આ ટ્રાફિક સિગ્નલને ટ્રાફિકની જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઈ શકાય છે. આ પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ જ્યાં ઓછી જગ્યા હોય ત્યાં આશીર્વાદ રૂપ સાબિત થાય છે. સંપૂર્ણપણે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટને સાર્થક કરે છે. જો કે પોર્ટેબલ હોવા છતાં આ સિગ્નલમાં જરૂરી તમામ ફંક્શન પણ ઉપલબ્ધ છે. 

સિગ્નલ સોલારથી ચાલે છે, ઝીરો મેઈનટેઈનન્સ આપે છે
પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ સંપૂર્ણપણે સોલાર દ્વારા ચાલતું હોવાથી વીજળી અને તેના ખર્ચની પણ બચત થાય છે. કંપની એમડી ક્રિપાલસિંહ જાડેજાનાં જણાવ્યા મુજબ, આ પોર્ટેબલ સિગ્નલ ઝીરો મેઇન્ટેનન્સ વાળુ છે અને તેને તહેવારોની ઉજવણી દરમિયાન કોઇપણ ટ્રાફિકવાળી જગ્યા ઉપર સરળતાથી મૂકી શકાય છે. તારીખ 3 માર્ચને ગુરુવારે આ રોજર પોર્ટબલ ટ્રાફિક સિગ્નલને રાજકોટ ટ્રાફિક પોલીસ અને એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રાનાં સહયોગથી રાજકોટના કોર્પોરેશન ચોકમાં ઉપયોગીતા જોવા માટે મુકવામાં આવ્યું છે. અગામી દિવસોમાં શહેરના અન્ય સ્થળોએ પણ આ પ્રકારના પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવનાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news