વિસનગરમાં લગ્નમાં દાવત બાદ 1255 લોકોને ફૂડ પોઈઝનિંગ, દર્દીઓને બીજા શહેરમાં સારવાર માટે લઈ જવાયા

વિસનગરમાં લગ્નમાં દાવત બાદ 1255 લોકોને ફૂડ પોઈઝનિંગ, દર્દીઓને બીજા શહેરમાં સારવાર માટે લઈ જવાયા
  • વિસનગરના સવાલા ગામે લગ્ન પ્રસંગમાં 1 હજાર 225 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા તંત્ર થયું દોડતું
  • તમામને મહેસાણા, વિસનગર અને વડનગરની હોસ્પિટલોમાં કરાયા દાખલ
  • પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ફુડ પોઈઝનિંગ થયાનો બનાવ બન્યો 

તેજસ દવે/મહેસાણા :ગુજરાતમાં પહેલીવાર 1225 હજાર લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનો કિસ્સો બન્યો છે. વિસનગરના સવાલા નજીક લગ્નના જમણવાર બાદ 1225 લોકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. આટલી મોટી સંખ્યામાં પહેલીવાર ફૂડ પોઈઝનિંગનો કિસ્સો બન્યો છે. અસરગ્રસ્તોને મહેસાણા, વિસનગર અને વડનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

મહેસાણામાં મોટી સંખ્યામાં ફૂડ પોઈઝનિંગની અસરનો કિસ્સો સામે આવ્યો છે. વિસનગરના સવાલા નજીક લગ્ન પ્રસંગમાં 1225 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. લગ્ન પ્રસંગમાં ભોજન લેનારા લોકોને બાદમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. વઝીર પઠાણ નામના શખ્સના ઘરે લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગમાં ખાસ નોનવેજ ખાનાર લોકો માટે ભોજન સમારંભ યોજ્યો હતો. જ્યાં એકસાથે 1225 લોકોને ફૂડ પોઝનિંગ દોડધામ થયુ હતું. ફૂડ પોઈઝનિંગની ઘટનાથી જિલ્લા તંત્ર દોડતું થયું હતું. 

આ બનાવ બાદ જિલ્લા કલેક્ટરે દર્દીઓની મુલાકાત લીધી હતી. તમામ દર્દીઓને મહેસાણા, વિસનગર અને વડનગરની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આટલા લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગ થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. મહેસાણા કલેક્ટરે ઘટનાના અપડેટ આપતા કહ્યું કે, હાલ દર્દીઓની તબિયત સુધારા પર છે. દર્દીઓને 02762-222220/222299 પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે. 

દાવત માટે મુંબઈથી ખાસ કેટરર્સ બોલાવ્યુ હતું, તેમને પણ થઈ અસર
લગ્ન સમારોહમાં જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, તેમાંથી 95 ટકા જેટલા લોકોને સારવાર બાદ રજા અપાઈ હતી. હાલમાં વિસનગર વડનગર મહેસાણામાં કુલ 40 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. લગ્ન સમારોહમાં દિલ્હી દરબાર નામના કેટરર્સને ભોજન બનાવવા માટે ઓર્ડર અપાયો હતો. આ દિલ્હી દરબાર કેટરર્સ મુંબઈનુ છે. કેટરર્સના કર્મચારીઓને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. તેઓએ નોનવેજ ખાધા બાદ તબિયત લથડી હોવાનું જણાવ્યુ હતું. 

બીજી તરફ સાબરકાંઠાના ઈડરના પાંજરાપોળમાં પશુઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગથી અસરથી 116 પશુઓના મોત થયા હતા. કુલ 27 ગાય અને 89 વાછરડાના મોત થયા હતા. 300 જેટલા પશુઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. આ સિવાય અનેક પશુઓની સારવાર કરીને તેમને બચાવાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news