કોંગ્રેસનું અહો આશ્વર્યમ! હજુ 3 દિવસ પહેલા જ NCPથી છેડો ફાડી આવેલા ઉમેદવારને આપી ટિકીટ

વડોદરામાં ઉમેદવારો જાહેર થતાંની સાથે જ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે વડોદરાની માંજલપુર બેઠક પર તશ્વિન સિંહને ટિકિટ આપી છે. જેમાં ત્રણ દિવસ પહેલાં પાર્ટીમાં જોડાયેલ મહિલાને ટિકિટ આપતા ખળભળાટ મચ્યો છે.

કોંગ્રેસનું અહો આશ્વર્યમ! હજુ 3 દિવસ પહેલા જ NCPથી છેડો ફાડી આવેલા ઉમેદવારને આપી ટિકીટ

રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પક્ષો તેના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ત્યારે વડોદરામાં ટિકિટ નક્કી કરવામાં કોંગ્રેસની એક આશ્ચર્યજનક વાત સામે આવી છે. કોંગ્રેસે વડોદરાની માંજલપુર બેઠક પર તશ્વિન સિંહને ટિકિટ આપી છે. જેમાં જાણવા મળ્યું છે કે હજુ 3 દિવસ પહેલા જ NCPથી છેડો ફાડી ડૉક્ટર તશ્વિન સિંહ કોંગ્રેસમાં જોડાયા છે. 

વડોદરામાં ઉમેદવારો જાહેર થતાંની સાથે જ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે વડોદરાની માંજલપુર બેઠક પર તશ્વિન સિંહને ટિકિટ આપી છે. જેમાં ત્રણ દિવસ પહેલાં પાર્ટીમાં જોડાયેલ મહિલાને ટિકિટ આપતા ખળભળાટ મચ્યો છે. માંજલપુર બેઠક પર ડો.તશવીન સિંગ કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર છે. ડો.તશ્વીન સિંગ કોંગ્રેસ માટે અત્યંત નવો અને અજાણ્યો ચહેરો છે. તશવીન સિંગ હજું ત્રણ દિવસ પહેલાં એનસીપીમાંથી કોંગ્રેસમાં જોડાયા હતાં. ત્રણ દિવસ પહેલાં તશ્વીન સિંગ NCPનાં શહેર મહિલા પ્રમુખ હતા, હવે કોંગ્રેસનાં ઉમેદવાર બન્યા છે. 

આ પણ વીડિયો જુઓ:-

મહત્વનું છે કે, એક નવેમ્બરે ફાગવેલમાં કોંગ્રેસની યાત્રામાં તશવીન સિંગ જોડાયા હતાં. કોંગ્રેસનાં મ.ગુજરાતનાં ઓબઝર્વર ઉષા નાયડુએ તશવીન સિંગને કોંગ્રેસમાં જોડ્યા હતાં.

કોંગ્રેસના ઉમેદવારો જાહેર થતાં ભડકો
વડોદરામાં ઉમેદવારો જાહેર થતાંની સાથે જ કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. અકોટા બેઠક પર મરાઠી ઉમેદવારને ટિકિટ ન અપાતાં વિવાદ જાગ્યો છે. વડોદરામાં કોંગ્રેસમાં મહારાષ્ટ્રીયન સમાજને અન્યાયનો સુર ઉઠ્યો છે. અકોટા બેઠક પર પ્રબળ દાવેદાર બાળુ સુર્વેને કાપી કોંગ્રેસે ઋત્વિજ જોશીને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસ આગેવાનોએ ફેસબુક પર we support Balu Surve કેમ્પેઇન શરૂ કર્યુ છે. અમિત ઘોટીકર અને હેમાંગીની કોલેકરે ફેસબુક પર અન્યાય અંગેની પોસ્ટ કરી હતી. અકોટા બેઠક પર શહેર કોંગ્રેસ પ્રમુખને ટિકિટ અપાતાં ભડકો જોવા મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news