કલોલમાં રાજકારણ ગરમાયું, બે સભ્યોને પોલીસે ઉઠાવાતાં કોંગ્રેસ જોરદાર બગડી, સીએમ ભોગ બન્યા

Kalol Taluka Panchayat : ગાંધીનગરના કલોલની તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં ઘમાસાણ.. મતદાન માટે જતાં કોંગ્રેસના બે સભ્યોને પોલીસ ઊઠાવી ગઈ હોવાનો આક્ષેપ.. બસ રોકીને PSIની ટીમ કોંગ્રેસ સભ્યોને ઊઠાવી ગઈ હોવાનો ગંભીર આક્ષેપ.. કોંગ્રેસની બોડી તોડવાનો પ્રયાસ..

કલોલમાં રાજકારણ ગરમાયું, બે સભ્યોને પોલીસે ઉઠાવાતાં કોંગ્રેસ જોરદાર બગડી, સીએમ ભોગ બન્યા

Gujarat Congress Allegation : કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે. તાલુકા પંચાયત ચૂંટણીમાં આજે તમામ સભ્યો મતદાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે ગ્રામ ભારતીથી કલોલ તાલુકા પંચાયત પહોંચે એ પહેલા પોલીસે તેમને રોક્યા હતા. કોંગ્રેસ સભ્યોની લક્સરી બસ રોકીને બે સભ્યોને ઉપાડી લેવાયા હોવાનો આરોપ કોંગ્રેસે કર્યો છે. કલોલના પીએસઆઈ અને એમની ટીમે બે તાલુકા સદસ્યોને ઉઠાવ્યા છે. હાલ તાલુકા પંચાયત કોંગ્રેસના તાબા હેઠળ છે, ત્યારે ગાંધીનગરના કલોલની તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં ઘમાસાણ મચ્યું છે. અઢી વર્ષે હોદ્દેદારોના બદલાવ પૂર્વે કોંગ્રેસની બોડી તોડવા સભ્યોને ઉઠાવ્યા હોવાના આક્ષેપ થયો છે. બસમાંથી ઉતારીને પરાણે ગાડીમાં બેસાડ્યા હોવાનો આક્ષેપ કરાવાયો છે. 

કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી મુદ્દે શક્તિસિંહ ગોહિલે આરોપ મૂક્યો કે, કલોલમાં અમારી બહુમતી છે એટલે 3 સભ્યોને પોલીસ ઉઠાવી ગઈ છે. આ લોકશાહીને ખતમ કરવાની પ્રક્રિયા થાય છે. કલોલમાં અમારી બહુમતી છે. કોંગ્રેસના 3 સભ્યોને ઉપાડી ગયા છે આ લોકશાહીની હત્યા છે. મારી પાસે વીડિયો છે, હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ. જે અધિકારીઓ ચાપલૂસી કરે છે તેમને સમજી જવું જોઈએ. અમે રાષ્ટ્રપતિની ગરીમા જાળવીએ છીએ. 

આ સાથે જ શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. તેઓએ 'X' (અગાઉ ટ્વિટર) પર વીડિયો શેર કરીને લખ્યું છે કે, કલોલ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોલીસ ઉઠાવીને લઈ જઈ રહી છે, કારણ કે બહુમતી કોંગ્રેસ પાસે છે. આજે મતદાન છે. જુઓ વીડિયો. 

 

— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) September 13, 2023

 

વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે નિવેદન આપ્યું કે, ગુજરાતમાં લોકશાહી ખતમ કરી સરમુખત્યારસાહી સ્થપાઇ રહી છે. રાષ્ટ્રપતિ લોકશાહીના મંદિરમાં આવી રહ્યા છે અને ગાંધીનગરના જ તાલુકામાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે. પ્રજાના પૈસે ફોન મેળવેલ અધિકારી ગાંધીનગર એસપી ફોન બંધ કરી બેઠા છે. જબરદસ્તી કરી અમારા મહિલા અને પુરૂષ સભ્યોને લઇ જવામાં આવ્યા છે. એક વ્યક્તિને હાર્ટની તકલીફ હોવા છતાં એમણે ઉઠાવી લેવાયા. અમે આશા રાખીએ છીએ કે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ બંધ થાય. ગુજરાતના પ્રશ્નો અંગે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો છે. 

તો બીજી તરફ, મહેસાણામાં ઉંઝા પાલિકામાં પ્રમુખ - ઉપ પ્રમુખ પદ માટે ધામાસાણ મચ્યું હતું. કેમ્પમાં લઈ જવાયેલા 14 ભાજપના સભ્યો મોડી રાત્રે નજીકના રિસોર્ટમાં લાવવામાં આવ્યા હતા. 20 ભાજપના સભ્યો પૈકી 14 કેમ્પમાં, 6 નારાજ કેમ્પમાં નહોતા હતા. નારાજ 6 સભ્યો અને 15 કામદાર પેનલ મળી જશે તો ભાજપની સત્તા જશે. ભાજપ સત્તા જાળવી રાખવા કામદાર પેનલ ને જ કેસરિયો ધારણ કરાવે તેવી શક્યતા છે. કામદાર પેનલને કેસરિયો ધારણ કરાવે તો ભાજપના કેમ્પમાં ગયેલા 14 સભ્યો નારાજ થાય તો રાજીનામા આપે તેવી સ્થિતિ પેદા થઈ હતી. આમ, ઉંઝા ભાજપ માટે હવે બકરું કાઢતા ઊંટ ઘૂસે જેવી સ્થિતિ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news