GUJARAT CORONA UPDATE: નવા 2869 કેસ, 9302 કેસ રિકવર, 33ના મોત

ગુજરાતમાં હવે કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ ખુબ જ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવમાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.66 ટકા પર પહોંચ્યો છે. 
GUJARAT CORONA UPDATE: નવા 2869 કેસ, 9302 કેસ રિકવર, 33ના મોત

ગાંધીનગર : ગુજરાતમાં હવે કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ ખુબ જ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવમાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.66 ટકા પર પહોંચ્યો છે. 

રાજ્યમાં આજે કોવિડ 19ના 2869 કેસ નોંધાયા છે. રાજ્યમાં 9302 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,42,050 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઇ ચુક્યા છે. રાજ્યનાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 49,082 કોરોના દર્દીઓ એક્ટિવ છે. 583 લોકો વેન્ટિલેટર પર છે. 48,499 દર્દીઓ સ્ટેબલ છે. 7,42,050 દર્દીઓને ડીસ્ચાર્જ કરી દેવાયા છે. 9734 દર્દીઓનાં મોત થઇ ચુક્યા છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે 33 લોકોનાં મોત નિપજ્યાં છે. 

આજે રાજ્યમાં કુલ 4536 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ અને 5073 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારે ઉંમરનાં 80786 લોકોને પ્રથમ 22,862 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 ઉંમરનાં 1,13,346 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે રસીકરણ ચાલી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news