gujarat corona

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 15 નવા કેસ, 28 દર્દીઓ સાજા થયા; એક પણ મોત નહીં

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 15 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 28 દર્દીઓ સાજા થઇ ગયા હતા

Aug 4, 2021, 09:01 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 28 નવા કેસ, 39 દર્દીઓ સાજા થયા; એક પણ મોત નહીં

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 28 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 39 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,452 દર્દીઓએ કોરોનાને માત આપી છે

Jul 28, 2021, 08:40 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 36 કેસ, 90 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોનાના આંકડા નહીવત્ત થઇ ચુક્યા છે. આજે રાજ્યમાં માત્ર 38 કેસ જ આવ્યા હતા. તો બીજી તરફ 90 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,13,673 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણનાં મોરચે પણ લડી રહી છે. આજના દિવસમાં 3,86,712 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

Jul 15, 2021, 07:55 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 42 કેસ, 262 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં કોરોના હવે તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રોજિંદા કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે નવા 42 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 262 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,13,238 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.66 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણ પણ જોરોશોરોથી કરી રહી છે. રાજ્યમાં 2,32,949 દર્દીઓનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 

Jul 11, 2021, 08:06 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 84 કેસ, 18 જિલ્લામાં એક પણ કેસ નહી, 03 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી ચુક્યો છે. સરકાર કોરોનાને નાથવામાં સફળ રહી છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પર સરકાર જોરોશોરોથી લડી રહી છે. ગુજરાતનાં 40 ટકા લોકોને રસીનો એક અથવા તો બંન્ને ડોઝ મળી ચુક્યાં છે. આ આંકડો રોજેરોજ વધતો જઇ રહ્યો છે. બીજી તરફ કોરોનામાંથી સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજા થવાનો દર 98.44 ટકાએ પહોંચ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 84 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 300થી વધારે દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,10,751 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે 2,84,791 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે. 

Jul 1, 2021, 07:36 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 481 કેસ, 1526 રિકવર, 9 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પર તબક્કાવાર રીતે સંપુર્ણ કાબુમાં આવી ચુકી છે. કોરોનાના કેસ એક સમયે 14 હજારને પાર પહોંચ્યા હતા જે હવે 400ની અંદર આવી ચુક્યા છે. ગુજરાત હવે કોરોના મુક્ત બનવા તરફ અગ્રેસર છે. વેપાર ધંધા ઉદ્યોગો પણ હવે ધીરે ધીરે ખુલી રહ્યા છે અને સરકાર દ્વારા નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. 

Jun 11, 2021, 07:41 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 2869 કેસ, 9302 કેસ રિકવર, 33ના મોત

ગુજરાતમાં હવે કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ ખુબ જ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 2,26,603 વ્યક્તિઓનું રસીકરણ કરવમાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.66 ટકા પર પહોંચ્યો છે. 

May 27, 2021, 07:53 PM IST

વાવાઝોડાને કારણે રાજ્યમાં વધુ એકવખત વેક્સીનેશન સ્થગિત, જાણો ક્યારથી શરૂ થશે કામગીરી

ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાએ (Tauktae Cyclone) સમગ્ર રાજ્યમાં ભારે તબાહી સર્જી છે. જો કે, તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા બે દિવસ વેક્સીનેશનની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી

May 18, 2021, 08:24 PM IST

સંકટ વચ્ચે રાહતના સમાચાર, 10-15 દિવસમાં થંભી જશે કોરોનાની રોકેટ ગતિ

  • સમગ્ર રાજ્યના પણ કોરોનાની સુનામી જે ગતિએ વધી રહી હતી તેની ગતિ પણ સામાન્ય થંભી હોય તેવા અણસાર મળી રહ્યા છે
  • તજજ્ઞોનું સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી લોકો દ્વારા બતાવવામાં આવી રહેલી સમજદારી લોકો જાળવી રાખે તો જ આ જંગ જીતી શકીશું

Apr 27, 2021, 12:45 PM IST

રાજકોટમાં ઓક્સિજન ઉત્પાદનો બહાર ચોકીપહેરો, કલેક્ટરે તમામ એકમો પોતાના કબજામાં લીધા

  • સિટી સ્કેન કરતી લેબોરેટરી અને ઓક્સિજન સિલિન્ડર વિક્રેતાને ત્યાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાયું
  • સરકારે નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ વસુલ કરતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ કલેક્ટરે જાહેરાત કરી

Apr 21, 2021, 08:30 PM IST

આજે 21 એપ્રિલે કોરોનાના નવા કેસનો આંકડો સાંભળશો તો ઘરમાંથી બહાર નીકળવાનું મન નહિ થાય

  • આજે 21 એપ્રિલના રોજ કોરોનાના નવા 12553 કેસ ગુજરાતમાં નોંધાયા છે. તો તેની સામે 125 દર્દીઓના મૃત્યુ થયા
  • અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત  કોર્પોરેશનમાં 25,  મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8 મોત થયા 

Apr 21, 2021, 07:46 PM IST

બનાસકાંઠામાં હવે માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો, ટપોટપ મર્યાં 5 દર્દી

કોરોનામહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. બનાસકાંઠાની જય ભારત ટ્રેડિંગ કંપનીમા ઓક્સિજનનો પુરવઠો પૂરો થઈ ગયો છે. 

Apr 21, 2021, 04:03 PM IST

ગુજરાતનો શ્વાસ રુંધાયો, સુરત-બનાસકાંઠામાં ઓક્સિજનનો સપ્લાય ખૂટી પડ્યો

હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી તેવી ફરિયાદો વ્યાપક બની ગઈ છે. દર્દીઓ ઓક્સિજન વળીને ટળવળીને મરી રહ્યાં છે. ત્યારે હવે શહેરોમાં પણ ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. પરિસ્થિતિ વિકટ બની રહી છે. 10 થી 15 ટકા દર્દીઓ ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ પામી રહ્યાં છે. દર્દીને કોરોના થયા બાદ સૌથી પહેલી જરૂરિયાત ઓક્સિજનની હોય છે, ત્યારે આ જ ઓક્સિજનનો જથ્થો હવે ખૂટી પડ્યો છે. 1100 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો જથ્થાનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, છતા દર્દીઓ ઓક્સિજન વગર મરી રહ્યાં છે. 

Apr 21, 2021, 03:14 PM IST

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં પીવાના પાણીના પણ ફાફા, કોરોના દર્દીએ વીડિયો બનાવીને જુઓ શું કહ્યું?

  • સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે, ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોવાની વાત મહિલા દર્દીએ વીડિયોમાં કહી

Apr 19, 2021, 02:56 PM IST

સ્મશાનોની ભઠ્ઠી પીગળી, પણ રાજકારણીઓનાં હૃદય કેમ નથી પીગળતા?

  • કોરોનાના દ્રશ્યો જોઈને ચિંતાતુર બની રહેલી ગુજરાતની જનતા સોશ્યલ મિડીયામાં પોતાનો ઉકળાટ ઠાલવી રહી છે 
  • ઊંઘતી સરકાર, નબળો વિપક્ષ અને તરફડતી પ્રજા... ગુજરાતના લોકો હવે સરકારને કરી રહ્યા છે સવાલો 

Apr 19, 2021, 10:50 AM IST

કોંગ્રેસના ધારાસભ્યએ જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારીને કહ્યું, મારા કારણે આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો

  • લલિત વસોયાએ ફેસબુક લાઈવ કરીને પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારી. સાથે જ સરકારી તંત્રના પણ વખાણ કર્યાં 
  • તેમણે કહ્યું કે, ગૃહ અધ્યક્ષ વારંવાર ટકોર કરે પણ માસ્ક ન પહેર્યુ. બીજી લહેરમાં હું ઝપેટમાં આવ્યો

Apr 19, 2021, 09:25 AM IST

CM રૂપાણીએ કપરા સમયમાં કોરોના વોરિયર્સની કામગીરી બિરદાવી, કહ્યું- કોરોના હારશે ગુજરાત જીતશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે તબીબો મેડિકલ સ્ટાફનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો. તેમણે કોરોના વોરિયર્સની કામગીરીની પ્રશંસા કરી.

Apr 16, 2021, 11:10 AM IST

CM રૂપાણીનો સ્વિકાર કોરોના ખુબ જ વિકરાળ, આટલી હોસ્પિટલોમાં દર્દી માટે નથી જગ્યા

* રાજકોટમાં RT-PCR ટેસ્ટ માટે એક મશીન ફાળવ્યું
* રેમડેસિવિર ઇન્જેક્શન બિનજરૂરી લેવાથી કિડની અને લિવરને નુકસાન - વિજય રૂપાણી

Apr 9, 2021, 06:21 PM IST

Corona ના કેસ વધતા સમગ્ર ગુજરાતની ધો 1 થી 9 ની શાળાઓ બંધ, સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.

Apr 3, 2021, 07:52 PM IST

Coronavirus: 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો આંકડો 2300 ને પાર, 9 દર્દીઓના મોત નીપજ્યા

ગુજરાતમાં ફરી એકવાર કોરોના (Coronavirus) વકર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 2360 નવા (Gujarat Corona Case) કેસ નોંધાયા છે. તેની સામે 2004 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે

Mar 31, 2021, 07:51 PM IST