સરકાર ફરી છુપાવવા લાગી મોતનો આંકડો, રાજકોટમાં મનપાના મૃત્યુઆંક અને સ્મશાનના મૃત્યુઆંકમાં મોટો ભેદ
રાજકોટ (Rajkot) માં કોરોના વાયરસને લઇને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વધતા જતા મૃત્યુઆંક ચિંતાજનક બન્યો છે, સાથે જ આરોગ્ય તંત્રની ઊંઘ પણ હરામ કરી રહ્યો છે. બીજી લહેરની જેમ ત્રીજી લહેર (third wave) માં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી છે. જાન્યુઆરી માસના મનપાના મૃત્યુઆંક અને સ્મશાનના મૃત્યુઆંકમાં ફરી એકવાર વિસંગતતા જોવા મળી છે. મનપાના ચોપડે ગત માસમાં 21 કોરોના દર્દીઓના મોત (corona death) નોંધાયા છે. જ્યારે કે, સ્મશાનનો આંકડો કંઈક બીજુ જ કહે છે. સ્મશાનમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે 61 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ (Rajkot) માં કોરોના વાયરસને લઇને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વધતા જતા મૃત્યુઆંક ચિંતાજનક બન્યો છે, સાથે જ આરોગ્ય તંત્રની ઊંઘ પણ હરામ કરી રહ્યો છે. બીજી લહેરની જેમ ત્રીજી લહેર (third wave) માં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી છે. જાન્યુઆરી માસના મનપાના મૃત્યુઆંક અને સ્મશાનના મૃત્યુઆંકમાં ફરી એકવાર વિસંગતતા જોવા મળી છે. મનપાના ચોપડે ગત માસમાં 21 કોરોના દર્દીઓના મોત (corona death) નોંધાયા છે. જ્યારે કે, સ્મશાનનો આંકડો કંઈક બીજુ જ કહે છે. સ્મશાનમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે 61 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
મનપાના ચોપડે 21 કોરોનાના દર્દીના મોત, જ્યારે કે સ્મશાનમાં 61 મૃતકોના કોરોના ગાઈડલાઈનથી અંતિમ સંસ્કાર કરાયા છે. બંને આંકડામા જમીન આસમાનનો તફાવત છે, જે બતાવે છે કે તંત્ર દ્વારા આંકડા છુપાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. રાજકોટના ચાર સ્મશાનમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેમાં રામનાથ પરા સ્મશાન, બાપુનગર સ્મશાન, મોટામૌવા સ્મશાન અને મવડી સ્મશાનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા : મૌલાના કમરગનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે, તે ખોટુ નથી કરતો
સ્મશાનના આંકડા
- રામનાથ પરા સ્મશાન 46 મૃતકો
- બાપુનગર સ્મશાન 6 મૃતકો
- મોટામૌવા સ્મશાન 4 મૃતકો
- મવડી સ્મશાન 5 મૃતકોના કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમવિધી કરાઇ
આ પણ વાંચો : જે સુરત કરે છે તેવુ આખા દેશમા કોઈ નથી કરતુ, રોજ 300 મોડેલને આપે છે સાડી પહેરવાનુ કામ
મનપાના ચોપડે મોત, તારીખ અને કોરોનાથી મોત
- 16 જાન્યુઆરી 2 મોત
- 22 જાન્યુઆરી 1 મોત
- 24 જાન્યુઆરી 2 મોત
- 26 જાન્યુઆરી 1 મોત
- 27 જાન્યુઆરી 3 મોત
- 28 જાન્યુઆરી 4 મોત
- 29 જાન્યુઆરી 3 મોત
- 30 જાન્યુઆરી 3 મોત
- 31 જાન્યુઆરી 2 મોત
મોતના આંકડામાં આ મતભેદ બતાવે છે કે, સરકાર ફરીથી આંકડા છુપાવવાનો ખેલ રમી રહી છે. ત્રીજી લહેરમાં પણ મોતનોના સાચો આંકડો સામે આવી નથી રહ્યો. જો, રાજકોટમા કોરોનાથી મોતનો આંકડો છુપવવામાં આવી રહ્યો છે, એનો મતલબ એ કે કોરોનાથી મોત વધુ થઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાને લીધે મૃત્યુના આંકડા વધ્યા છે. એક દિવસમાં કોરોનાના નવા 1 લાખ 61 હજાર કેસ અને કોરોનાને લીધે 1 હજાર 733 દર્દીઓના મોત થયા છે. તો તેની સામે 24 કલાકમાં 2 લાખ 81 હજાર દર્દીઓ સાજા થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે