third wave

'આ શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ', મંત્રીએ કહ્યું- જલ્દી પ્રતિબંધોની જાહેરાત કરાશે

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ બધા વચ્ચે કોવિડ-19ની ત્રીજી લહેરની દસ્તક દેશના આ રાજ્યમાં થઈ ગઈ હોવાનું કહેવાય છે.

Sep 7, 2021, 01:38 PM IST

જો ગુજરાતીઓ આ રીતે ઉત્સવ ઉજવશે તો ત્રીજી લહેર જલ્દી આવશે, વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં મેળો જામ્યો

કોરોનાની સંભવિત લહેર (third wave) વચ્ચે સરકાર દ્વારા કોવિડ-19નું પાલન કરવાની શરતે વિવિધ ધાર્મિક મહોત્સવમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ, ધાર્મિક ઉત્સવો ઉજવી રહેલા લોકો કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ આમંત્રણ આપશે તેવી સ્થિતી સર્જાઇ રહી છે. વાલ્મીકી સમાજ દ્વારા ઉજવાતા છડી મહોત્સવમાં પોલીસની હાજરીમાં કોવિડ-19નું પાલન થયું ન હતું. એક છડી દીઠ 40 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, છડીના આયોજકો દ્વારા નિયમ (covid guideline) નું પાલન કરવામાં આવ્યું ન હતું. ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા ખાતે મોડી રાત્રે પૂજા-વિધી માટે લાવવામાં આવેલી છડીમાં હજારોની સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા.

Sep 1, 2021, 11:25 AM IST

કોરોનાની ત્રીજી લહેરની ગુજરાતમાં શરૂઆત, પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

ગુજરાતી કોરોનાની ત્રીજી લહેર મુદ્દે ગભરાઇ રહ્યા છે. વિવિધ નિષ્ણાંતોની આગાહી અનુસાર ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ છે. તેવામાં નાગરિકો પણ જાણે થોડા બિન્દાસ્ત બન્યા હોય તે પ્રકારે તહેવારોની સિઝનમાં બહાર ફરવા માટે નિકળી પડ્યાં છે. પછી તે ગુજરાતના પ્રવાસન ધામો હોય કે ગુજરાતની આસપાસના રાજ્યોનાં પ્રવાસન ધામ હોય તમામ સ્થળે માત્ર અને માત્ર ગુજરાતીઓ જ જોવા મળી રહ્યા છે. 

Aug 30, 2021, 09:09 PM IST

Warning: ત્રીજી લહેરમાં દરરોજ 6 લાખ કેસ આવી શકે છે, માત્ર 7.6 ટકા લોકોને જ મળી સંપૂર્ણ રસી

કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગૃહ મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે ત્રીજી લહેર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેની ટોચ પર હશે. આ સાથે પ્રધાનમંત્રી કાર્યાલયને સોંપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં માત્ર 7.6 ટકા (10.4 કરોડ) લોકોને જ સંપૂર્ણ રસી આપવામાં આવી છે

Aug 23, 2021, 09:15 PM IST

Corona: સરકારી કમિટીની ચેતવણી, ભારતમાં આ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, બાળકો પર જોખમ

દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર વિશે મોટા સમાચાર આવ્યા છે.

Aug 23, 2021, 01:34 PM IST

Covid-19 ની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ગંભીર હોઈ શકે નહીં, રસી હજુ પણ પ્રભાવી: ડૉ રણદીપ ગુલેરિયા

આ વાત ડૉ. ગુલેરિયાએ વિશાખાપટ્ટનમમાં ગીતમ ઈન્સ્ટિટ્યૂટના સ્થાપના દિવસ દરમિયાન આયોજિત કાર્યક્રમ દરમિયાન કરી.

Aug 16, 2021, 07:45 AM IST

ત્રીજી લહેરની ઐસી કી તૈસી : ભીડ એકઠી કરીને લોકો ઉજવી રહ્યા છે દશામાનો તહેવાર

આજથી ગુજરાતભરમાં દશામાતાના વ્રતની શરૂઆત થઈ છે. પરંતુ તહેવારની ઉજવણીમાં લોકો કોરોનાને ભૂલી ગયા છે તેવુ લાગે છે. સવારથી જ દશામા વ્રત (dashama festival) ની શરૂઆત થતા જ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટના ભાગમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે. ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધામાં લોકો ભૂલી રહ્યા છે કે કોરોના મહામારી હજી સુધી ગઈ નથી. તેમજ ત્રીજી લહેર (third wave) સાવ નજર સામે છે. 

Aug 8, 2021, 11:58 AM IST

ગંભીર ચેતવણી : ત્રીજી લહેરમાં સ્કૂલો શરૂ કરવી બાળકો માટે જોખમી બનશે

  • જે દેશોએ માસ્ક મામલે ઢીલાશ રાખી તે તમામ આજે પરિણામ ભોગવી રહ્યા છે
  • હાલનુ વાતાવરણ બાળકો સહિત પરિવારના અન્ય સભ્યો માટે પણ જોખમરૂપ છે

Aug 7, 2021, 02:46 PM IST

Ahmedabad: એક તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ તો બીજી તરફ AMC ની હોસ્પીટલો ઇન્ચાર્જના હવાલે

પૂર્વના ગરીબ અને જરૂરીયાત લોકો માટે આર્શિવાદરૂપ ગણાતી શારદાબહેન હોસ્પિટલ (Shardaben General Hospital) માં તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ (Superintendent) બે વર્ષ અગાઉ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા બાદ આ હોસ્પિટલ પણ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ (Superintendent) દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Aug 6, 2021, 11:11 AM IST

Covid-19: ભારતમાં કોરાનાની ત્રીજી લહેરના ભણકારા!, WHO એ જાહેર કરેલી આંકડાકીય માહિતીએ ચિંતા વધારી

કોરોના (Corona)  મહામારીની બીજીલહેરે ભારતમાં ખુબ કહેર વર્તાવ્યો હતો. હવે ત્રીજી લહેર (Third Wave) ના ભણકારા સંભળાઈ રહ્યા છે.

Aug 4, 2021, 09:54 PM IST

Corona Third Wave ના સવાલ પર આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં હજુ બીજી લહેર પૂરી થઈ નથી

કોરોનાની સ્પીડ થમ્યા બાદ હવે એકવાર ફરીથી કેસ વધવા લાગ્યા છે. આવામાં ત્રીજી લહેરને લઈને સતત આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે આરોગ્ય મંત્રાલય તરફથી આજે મહત્વની ટિપ્પણી કરાઈ છે. 

Aug 3, 2021, 06:27 PM IST

અમદાવાદીઓનું કશુ બગાડી નહિ શકે કોરોના, 81% લોકોમાં આવી ગઈ હર્ડ ઈમ્યુનિટી

ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદીઓ (Ahmedabad) માટે સારા સંકેત મળ્યા છે. શહેરીજનો માટે આ ખુશીના સમાચાર છે કે, અમદાવાદીઓમાં બીજી  લહેર બાદ એન્ટીબોડીની ટકાવારી વધી છે. 81 % અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી (herd immunity) જોવા મળી છે. AMCના હેલ્થ વિભાગે જુન મહિનામાં કરેલ સીરો રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. 

Aug 1, 2021, 08:37 AM IST

Surat : માત્ર 9 મહિનાની બાળકી કોરોનાની શિકાર બની, તંત્ર પણ દોડતુ થયું

  • સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ હોસ્પિટલના તબીબોને સૂચના આપી દેવામાં આવી છે કે જો જરૂર જણાય તો સુરતના બાળકોનો રેપિડ ટેસ્ટ કરાવવો જરૂરી

Jul 29, 2021, 02:35 PM IST

corona update : ગુજરાત આવેલા BSF ના 51 જવાનોમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ મળ્યો

ગુજરાતમાં ત્રીજી લહેર (third wave) ના ભણકારા વાગી ચૂક્યા છે. ગુજરાતમાં ખતરનાક ડેલ્ટા વાયરસે પગપેસારો કરી લીધો છે. રાજ્યમાં કુલ 51 બીએસએફ જવાનોમાં ડેલ્ટા વેરિયન્ટ (delta variant) ના કેસ જોવા મળ્યા છે. તેમજ અમદાવાદ કેન્ટોનમેન્ટમાં કાશ્મીરથી આવેલા બે જવાનમાં પણ ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં 50થી વધુ લોકોમાં કપ્પા વેરિયન્ટ મળ્યો છે. જેથી કહી શકાય કે, આ ઘાતક વાયરસ ગુજરાત (corona update) માં ધીરે ધીરે પગપેસારો કરી રહ્યો છે. 

Jul 27, 2021, 07:33 AM IST

ગુજરાતમાં ત્રીજા વેવના ભણકારા? ઘટી રહેલા કેસમાં છેલ્લા બે દિવસથી વધારો, નવા 36 કેસ, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોના વાયરસ તબક્કાવાર રીતે  કાબુમાં આવી રહ્યાના સમાચારો વચ્ચે ફરી એકવાર સંક્રમણમાં વધારો નોંધાવા લાગ્યો છે. ગઇ કાલે 34 કેસ આવ્યા હતા જે આજે વધીને 36 થઇ ગયા હતા. તો બીજી તરફ 61 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 8,14,223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ 98.74 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર લડી રહી છે. 3,55,953 લોકોનું રસીકરણ કરવામાં આવ્યા.

Jul 23, 2021, 08:17 PM IST

ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરો

કોરોના મામલે હાઈકોર્ટે (gujarat highcourt) ફરીથી ગુજરાત સરકારને અનેક મામલે ટકોર્યા છે. ત્રીજી લહેર (third wave) આવવાની છે ત્યારે કોરોના મામલે થયેલી સુઓમોટોમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર (gujarat government) ને અનેક સૂચનો અને  આદેશ કર્યા છે. 

Jul 23, 2021, 04:02 PM IST

IMA ના પૂર્વ પ્રખુની ચેતવણી, વેક્સીન વિનાના લોકો માટે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઘાતક પૂરવાર થશે

સુરતમાં હાલ કોરોનાની બીજી લહેરમાં કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ગુજરાતના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ જર્દોષ દ્વારા ત્રીજી લહેરને લઈને ચેતવણી આપવામાં આવી છે. તેમના દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે, વેક્સિનેશનની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. ત્યારે વેક્સિનેશનની કામગીરી પૂર ઝડપે શરૂ કરવામાં આવે તો જ લોકો તેનાથી બચી શકશે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (delta plus variant) માં પણ મયૂટન્ટ જોવા મળી રહ્યો છે. જે બે ડોઝ લેનારા લોકોને પણ બાયપાસ કરી લે તેવો ઘાતક છે.

Jul 20, 2021, 02:49 PM IST

ગુજરાતમાં શાંત થયેલા કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો, બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો સંક્રમિત

ગુજરાતમાં ત્રીજી લહેર (third wave) ના ભણકારા વાગી રહ્યા છે, ત્યાં કોરોના વિસ્ફોટ થયો છે. બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મગી ગઈ છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 52 BSF જવાનો કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ જવાનો પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા. કુલ 443 BSF જવાનોનો કોરોના રિપોર્ટ કરાયો હતો. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. નવા વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. 

Jul 20, 2021, 11:37 AM IST

ત્રીજી લહેરની ઘાત માથા પર છે ત્યારે ગુજરાતના આ શહેરની 80% વસ્તીમાં એન્ટીબોડી આવી ગઈ

કોરોનાનો બીજો ઘાતક ફેઝ તો પૂરો થઈ ચૂક્યો છે. પરંતુ એક મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવવાની શક્યતાઓ છે અને તેમાં બાળકોને અસર થવાની સંભાવનાઓ છે. આવામાં વેક્સિન એકમાત્ર ઉપાય છે. પરંતુ હજી સુધી સો ટકા વેક્સિનેશન થયુ નથી. આવામાં એક સરવેમાં માલૂમ પડ્યુ કે, અમદાવાદ (Ahmedabad) ની 80 ટકા વસ્તીમાં એન્ટીબોડી (antibodies) જનરેટ થઈ ચૂકી છે. 

Jul 20, 2021, 07:48 AM IST

ગુજરાતના એકમાત્ર રશિયન વેક્સીન આપતા સેન્ટરની ડિમાન્ડ વધી, અન્ય રાજ્યોમાંથી આવી રહ્યાં છે લોકો

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો કોરોનાની 'સ્પુતનિક' રશિયન રસી મૂકાવવા માટે ગુજરાતના સુરતમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા પણ તૈયાર છે. 'સ્પુતનિક' રસી (sputnik v vaccine) માટે મુંબઈના 90 લોકોએ સુરત કિરણ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન (vaccination) કરાવ્યુ છે. અન્ય રાજ્યોમાંથી 500 થી વધુ લોકો રશિયન વેક્સીન પર ભરોસો કરી સુરતમાં રશિયન સ્પુતનિક વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.

Jul 17, 2021, 10:09 AM IST