ગુજરાતમાં ખેત મજૂરી કરવી નર્ક સમાન : આખો દી માટીમાં કામ કરવાના મળે છે માત્ર આટલા રૂપિયા

Gujarat Farmers : ખેતી ક્ષેત્રે સમૃદ્ધ કહેવાતુ ગુજરાત ખેત મજૂરોને મજૂરી ચૂકવવામાં દેશમાં 18 માં ક્રમે છે... ગુજરાતમાં ખેત મજૂરોને ઓછી આવક ચૂકવાય છે 
 

ગુજરાતમાં ખેત મજૂરી કરવી નર્ક સમાન : આખો દી માટીમાં કામ કરવાના મળે છે માત્ર આટલા રૂપિયા

Farmers Income In Gujarat : સુખ-સમૃદ્ધિ અને વિકાસની વાતો વચ્ચે ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. ગુજરાતમાં ખેડૂતો મબલખ કમાણી કરે છે તેવુ કહેવાય છે, પરંતુ જમીની હકીકત તેના કરતા ઉલટી છે. હાલ માવઠાના માર વચ્ચે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું કે, ગુજરાતમાં ખેત મજૂરોને માટીમાં આખા દિવસ મજૂરી કરવા છતા પણ પૂરતા રૂપિયા મળતા નથી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ એક ખુલાસામાં જણાવ્યું કે, દેશમાં 2021-22ની સ્થિતિએ સરેરાશ ખેતમજૂરોને દૈનિક રૂ.328.18ની આવક રહી છે. જેમાં ગુજરાતમાં મજૂરોને માત્ર 224.10 રૂપિયા પ્રતિદિન મળે છે. ખેત મજૂરોને દૈનિક રોજગારીમાં છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 14.97 રૂપિયાનો વધારો થયો છે. 

ગત 24 માર્ચે રાજ્યસભમાં સાંસદ વિકાસ રંજન ભટ્ટાચાર્યએ ખેત મજૂરોની આવકને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ આપ્યો છે. તેમણે આપેલી માહિતી અનુસાર, દેશમાં 2021-22ની સ્થિતિએ સરેરાશ ખેતમજૂરોને દૈનિક રૂ.328.18ની આવક મળે છે. જેમાં 2019-20માં સરેરાશ આવક 292.05 રૂપિયા હતી. 3 વર્ષમાં આવક માત્ર 36.13 રૂપિયા વધી છે. જેમાં ગુજરાત રાજ્ય ખેત મજૂરોને પૂરતુ વળતર આપવાની કેટેગરીમાં 18 માં ક્રમે છે. 

દેશમાં કેરળ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણા જેવા રાજ્યોમાં ખેત મજૂરોને સારી એવી આવક આપવામાં આવે છે. જેની સામે મધ્યપ્રદેશ, ગુજરાત, ત્રિપુરા, ઓરિસ્સા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ખેડૂતોની આવક ઓછી છે. 

ખેતમજૂરોને કયા રાજ્યમાં દૈનિક કેટલા રૂપિયા ચૂકવાય છે 

  • કેરળ - 736.31 રૂપિયા 
  • જમ્મુ-કાશ્મીર - 532.03 રૂપિયા 
  • હિમાચલ પ્રદેશ - 470.56 રૂપિયા 
  • તમિલનાડુ - 450.69 રૂપિયા 
  • હરિયાણા- 400.88 રૂપિયા 
  • ગુજરાત - 224.10 રૂપિયા 
  • મહારાષ્ટ્ર - 288.24 રૂપિયા 
  • ઓડિશા - 272.68 રૂપિયા 
  • ત્રિપુરા - 270 રૂપિયા 
  • મધ્યપ્રદેશ - 220.94 રૂપિયા 

ગુજરાતના સ્થાપના દિન કાર્યક્રમમાં મુખ્યમંત્રી નહિ રહે હાજર, આ છે કારણ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news