જનતાને વધુ એક ઝટકો, હવે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં કર્યો વધારો

ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજે મધ્ય રાત્રીથી લાગૂ થઈ જશે. 
 

જનતાને વધુ એક ઝટકો, હવે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં કર્યો વધારો

અમદાવાદઃ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. તો ઉનાળો શરૂ થતાં લીંબુનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. આ વચ્ચે ગુજરાત ગેસે સીએનજીની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં 14 એપ્રિલે મધ્યરાત્રીથી ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારો થઈ જશે. 

વાહન ચાલકોને લાગશે ઝટકો
ગુજરાત ગેસે આજે એક અખબારી યાદીમાં સીએનજી ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે 14 એપ્રિલે મધ્યરાત્રીથી સીએનજીના ભાવમાં 2.58 રૂપિયાનો વધારો થશે. આ ભાવ વધારા બાદ સીએનજી ગેસનો ભાવ 79.56 રૂપિયા થઈ જશે. મહત્વનું છે કે સીએનજી ગેસનો ભાવ 76.98 રૂપિયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news