ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક! હોમગાર્ડ અને GRD ના જવાનો માટે મોટી જાહેરાત

હોમગાર્ડ અને GRD ના જવાનો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત કરતા હવેથી હોમગાર્ડના જવાનોને 300ના બદલે પ્રતિદિન મળશે રૂ. 450 વેતન અને GRD જવાનોને 200 ના બદલે પ્રતિદિન 300 રૂ. વેતન મળશે. 1 નવેમ્બર 2022થી આ વધારો ગણાશે.

ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક! હોમગાર્ડ અને GRD ના જવાનો માટે મોટી જાહેરાત

ગાંધીનગર: આજે વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે, તેના પહેલા ગુજરાત સરકારે માસ્ટર સ્ટોક માર્યો છે. ચૂંટણીની જાહેરાત અગાઉ ગુજરાત સરકારે હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં વધારો કર્યો છે. 

હોમગાર્ડ અને GRD ના જવાનો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત કરતા હવેથી હોમગાર્ડના જવાનોને 300ના બદલે પ્રતિદિન મળશે રૂ. 450 વેતન અને GRD જવાનોને 200 ના બદલે પ્રતિદિન 300 રૂ. વેતન મળશે. 1 નવેમ્બર 2022થી આ વધારો ગણાશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે.

ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં હોમ ગાર્ડનો સેવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. જેમાં હોમ ગાર્ડ અને GRD જવાનોના ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવેથી હોમ ગાર્ડનાં સભ્યને પ્રતિદિન 300 રૂપિયાને બદલે 450 રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે GRD જવાનોને 200 રૂપિયાને બદલે 300 રૂપિયા પ્રતિદિન મળશે. 150 અને 100 રૂપિયાની ટકાવારીની ગણતરી કરીએ એટલે દર વર્ષે 195 કરોડનો વધારો કર્યો છે. 

હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 1 નવેમ્બર 2022 થી માનદ વેતનમાં કરાયેલો સુધારો લાગુ પડશે. હોમ ગાર્ડ અને GRD માટે વધારાનો ખર્ચ કરવાનો તાત્કાલિક નિર્ણય એટલે લીધો કેમકે તમે ગુજરાતની સેવામાં કોઈ કસર છોડી નથી. છેલ્લા 1 વર્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે 5,292 પુરુષ અને 361 મહિલા સહિત હોમગાર્ડ 5,653 માનદ હોમગાર્ડ સભ્યો નિમાયા છે. 

તેમણે ઉમેર્યું હતું કે, આજે કુલ ફોર્સ 40 હજારની છે, છેલ્લા એક વર્ષમાં 14,107 માનદ સભ્યોની નિમણુંક કરાઇ છે. સરકારે આ વર્ષે અંદાજે 750 કરોડ રૂપિયાનો પોલીસના અલગ અલગ સંવર્ગના કર્મચારીઓ માટે વધારો કર્યો છે. મીડિયામાં ફ્લેશ આવતી હતી કે બપોરે ચૂંટણી જાહેર થશે, પંચે પ્રેસ બોલાવી છે. સવા વર્ષ તમારી સાથે સરકારમાં રહીને કામ કરવાની તક મળી, તમે સૌએ ડ્રગ્સ, દુષ્કર્મ સહિતના અનેક કિસ્સાઓમાં સારી કામગીરી કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news