પરપુરુષ સાથે અનૈતિક સંબંધનો કરુણ અંજામ: મિત્રની પત્‍નીને જંગલમાં લઈ ગયો, એકાંતમાં થયો એવો કાંડ કે....

સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા તાલુકામાં માલધા ફાટક પાસેથી જંગલમાંથી ગત 15મી માર્ચે એક લાશ મળી આવી હતી. તપાસના પ્રથમ સ્ટેજ પર ઉમરપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે સુરત સીવીલ ખસેડી હતી.

 પરપુરુષ સાથે અનૈતિક સંબંધનો કરુણ અંજામ: મિત્રની પત્‍નીને જંગલમાં લઈ ગયો, એકાંતમાં થયો એવો કાંડ કે....

સંદીપ વસાવા/ઉમરપાડા: પરપુરુષ સાથે અનૈતિક સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. ઉમરપાડાના જંગલમાં ખેલાયેલ ખૂની ખેલનો સુરત જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે. ગણતરીના દિવસોમાં હત્યારા આરોપીની ધરપકડ કરી જિલ્લા LCBએ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. શું છે સમગ્ર મામલો અને શા માટે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. 

સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા તાલુકામાં માલધા ફાટક પાસેથી જંગલમાંથી ગત 15મી માર્ચે એક લાશ મળી આવી હતી. તપાસના પ્રથમ સ્ટેજ પર ઉમરપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે સુરત સીવીલ ખસેડી હતી. જોકે, પીએમ રીપોર્ટમાં મૃતકના માથા તેમજ મોઢા પર બોથર્ડ પ્રદાર્થ વડે માર મારી હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, ત્યારપછી જે તપાસ દરમ્યાન ખુલાસા થયા એ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી.

મૃતક સુરતના છાપરાભાઠા વિસ્તારમાં રિલાયન્સનગર માં રહેતો શૈલેષ કેશુભાઈ ચૌહાણ હોવાનું ખુલ્યું હતું. મરનાર અને આરોપી બંને મિત્ર હતા. આથી મૃતક શૈલેષ ચૌહાણનું આરોપી ઘનશ્યામ કાળુભાઇ સોલંકીને ત્યાં અવારનવાર આવવા-જવાનું થયા કરતુ. જોકે, ત્યારબાદ ઘનશ્યામ સોલંકીની પત્ની સંગીતા સાથે તેને આંખ મળી જતા તેઓ પ્રેમ સંબંધ ધરાવતા હતા. જે બાબતની જાણ પતિ ઘનશ્યામ સોલંકીને થતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. ઝઘડા બાદ પત્ની સંગીતા પતિ ઘનશ્યામને છોડીને તેણીના ગામ ચાલી ગઈ હતી. જોકે, ત્યારબાદ પણ ઘનશ્યામના મિત્ર શૈલેષ અને સંગીતા વચ્ચે પ્રેમસંબંધ ચાલુ રહેતા ઘનશ્યામ અકળાયો હતો. અને તેણે શૈલેષની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

પતિ-પત્ની વચ્ચે તિરાડનું કારણ બનેલા શૈલેષ ચૌહાણ ઘનશ્યામનો મિત્ર જ હતો. આથી તેણે તેની સાથે દેવમોગરા મંદિરે માતાના દર્શન કરવાનું કહીને ઘનશ્યામ અને શૈલેષ બાઈક ઉપર નીકળ્યા હતા. જોકે, ઉમરપાડા-માલધા ફાટક નજીક જંગલમાં બાથરૂમ માટે બાઈક ઉભી રખાવી તેના પ્લાન મુજબ પાછળથી બોર્થડ પ્રદાર્થ વડે માથા અને મોઢાના ભાગે માર મારી તેનું કાસળ કાઢી નાખ્યું હતું. જોકે, જિલ્લા એલસીબીએ અલગ અલગ ટીમો બનાવીને હત્યારા ઘનશ્યામ ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

હત્યા અંગે આરોપી ઘનશ્યામે કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, સંગીતા એ પતિના મિત્ર સાથે બાંધેલો પ્રેમ સંબંધ નો આખરે કરૂણ અંજામ આવ્યો છે. સંગીતાએ પરપુરુષ સાથેના સંબંધમાં પ્રેમી અને પતિ બંનેને ગુમાવવાનો વારો આવ્યો છે.

Trending news