ગુજરાત માટે ગર્વની ક્ષણ! એકલા હાથે આતંકવાદીને મારનાર ગુજરાતના વીર સૂપતને મળ્યું મોટુ સન્માન
shaurya chakra Gujarat : શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સેના તથા પોલીસના જવાનોને વીરતા પદક એનાયત કરાયા હતા, જેમાં પંચમહાલ જિલ્લાના સંજય બારીયાને શૌર્ય પદક એનાયત કરાયું
Trending Photos
Bravery Awardees list : શુક્રવારે રાજધાની દિલ્હીમાં સેના તથા પોલીસના જવાનોને વીરતા પદક એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એકલા હાથે આતંકવાદીને ઠાર કરનાર ગુજરાતના જવાનને શૌર્ય ચક્ર એનાયત કરાયું છે. 21મી મહાર 1 રેજિમેન્ટના એકમાત્ર ગુજરાતી જવાન સંજય બારીયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે શૌર્ય પદક એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે આ જવાનની છાતી ગદ ગદ ફૂલી ગઈ હતી.
સંજય બારીયાએ આતંકવાદીને માર્યો હતો
સંજય બારીયા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકના ખોજલવાસાના વતની છે. તેમણે પોતાની રેજિમેન્ટ સાથે સતત 12 દિવસ સુધી આતંકવાદીઓ સામે લડત આપી હતી. નાબય સુબેદાર સંજયકુમાર ભમરસિંહ બારીયાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે સેનાની ગુપ્ત માહિતીના આધારે તેઓની ટુકડી દ્વારા આતંકવાદીઓની ગતિવિધિ રોકવા સતત ૧૨ દિવસ ચાલેલા ઓપરેશનમાં મોટી કામગીરી કરી હતી.
President Droupadi Murmu conferred Shaurya Chakra upon Naib Subedar Baria Sanjay Kumar Bhamar Sinh, 21st Battalion The Mahar Regiment. During an operation in June 2023, he displayed indomitable courage and devotion beyond the call of duty which resulted in the elimination of a… pic.twitter.com/sUNtKIw46m
— President of India (@rashtrapatibhvn) July 5, 2024
સંજય બારીઆ વર્ષ 2001 માં અમદાવાદ ખાતે યોજાયેલી ભરતી દરમિયાન ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે પોતાનું શિક્ષણ ખોજલવાસા ખાતે લીધું હતું. તેઓના પિતા પોલીસ વિભાગમાં હતા. જેઓનું નિધન વર્ષ 2003માં થયું હતું. તેઓનો એક ભાઈ સુરત ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે. દેશ પ્રત્યેની તેમની આ સેવાને બિરદાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લખ્યું કે, માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત થવા બદલ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા પંચમહાલ જિલ્લાના વતની સંજયકુમાર બારીયાને ખૂબ ખૂબ અભિનંદન. અદમ્ય સાહસ અને અસાધારણ વીરતાથી દેશની રક્ષા કરતા ભારતીય સેનાના સૌ જવાનો પ્રત્યે દેશવાસીઓને ગર્વ છે.
માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત થવા બદલ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા પંચમહાલ જિલ્લાના વતની સંજયકુમાર બારીયાને ખૂબ ખૂબ અભિનંદન.
અદમ્ય સાહસ અને અસાધારણ વીરતાથી દેશની રક્ષા કરતા ભારતીય સેનાના સૌ જવાનો પ્રત્યે દેશવાસીઓને… pic.twitter.com/ZP39yYaHjQ
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 6, 2024
ઉલ્લેખનીય છે કે, દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય/યુટી પોલીસના કર્મચારીઓને 10 કીર્તિ ચક્ર (સાત મરણોત્તર) અને 26 શૌર્ય ચક્રો એનાયત કર્યા. સપૂતોને વિશેષ બહાદુરી, અદમ્ય સાહસ અને ફરજ પ્રત્યે અત્યંત સમર્પણ દર્શાવવા બદલ આ પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે