જિલ્લા-તાલુકા પંચાયત પેટાચૂંટણીનું પરિણામ, અમદાવાદની 2 બેઠકો પર કોંગ્રેસે ભાજપને હરાવ્યું

ગુજરાતમા આજે બે જિલ્લા પંચાયતની ત્રણ બેઠક અને તાલુકા પંચાયતોની 27 બેઠકનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. અત્યાર સુધી આવેલા પરિણામના આંકડા પર નજર કરીએ તો, જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. કેટલીક બેઠકો પર ભાજપે જીત પણ મેળવી લીધી છે. પેટાચૂંટણીમાં શરૂઆતી પરિણામથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયેલો છે. બપોરે 12 વાગ્યા સુધી આખુ ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે. ત્યારે મતગણતરીને લઈને તમામ સ્થળો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે  ZEE 24 કલાક પર જુઓ સૌથી ઝડપી પરિણામ....

જિલ્લા-તાલુકા પંચાયત પેટાચૂંટણીનું પરિણામ, અમદાવાદની 2 બેઠકો પર કોંગ્રેસે ભાજપને હરાવ્યું

અમદાવાદ :ગુજરાતમા આજે બે જિલ્લા પંચાયતની ત્રણ બેઠક અને તાલુકા પંચાયતોની 27 બેઠકનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. અત્યાર સુધી આવેલા પરિણામના આંકડા પર નજર કરીએ તો, જિલ્લા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. કેટલીક બેઠકો પર ભાજપે જીત પણ મેળવી લીધી છે. પેટાચૂંટણીમાં શરૂઆતી પરિણામથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયેલો છે. બપોરે 12 વાગ્યા સુધી આખુ ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે. ત્યારે મતગણતરીને લઈને તમામ સ્થળો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે  ZEE 24 કલાક પર જુઓ સૌથી ઝડપી પરિણામ....

અમદાવાદની 3 બેઠકોમાંથી 2 પર ભાજપ હાર્યું
અમદાવાદ જિલ્લા પંચાયતની બે અને વિરમગામ તાલુકા પંચાયતની એક એમ મળીનેકુલ ત્રણ બેઠકોની રવિવારે પેટાચૂંટણી યોજાઈ હતી. આજે હેબતપુર, શિયાળ અને ઓગાણ બેઠકનું પરિણામ આવ્યું છે, જેમાં બે બેઠકો પર કોંગ્રેસે સત્તા કાયમ કરી છે. હેબતપુર અને શિયાળ બેઠકો પર કોંગ્રેસે ભાજપને હરાવ્યું છે. 

  • અમદાવાદ જિલ્લા પંચાયતની શિયાળ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો. શિયાળ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના બાબુભાઈ પઢાર 1569 મતથી જીતી ગયા છે. આમ, શિયાળ બેઠક પર કોંગ્રેસનો કબ્જો જોવા મળ્યો.
  • અમદાવાદમાં ઓગાણ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત થઈ છે. વિષ્ણુભાઈ જાદવ ઓગણજ બેઠક પર 1384 મતથી જીતી ગયા છે. ઓગાણ તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 
  • હેબતપુર બેઠક પર કોંગ્રેસના નિરુભાઈ ખસિયા 211 મતે જીત્યા

દેખાવડા લાગતા આ પોલીસ કર્મચારીએ પ્રેમમાં પાગલ થઈને કર્યું Suicide, પંખામાં ચુંદડી સાથે લટકતી લાશ મળી

તાલુકા પંચાયતની ચૂંટણીઓનું પરિણામ :

- અમદાવાદ જિલ્લા પંચાયતની શિયાળ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો. શિયાળ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના બાબુભાઈ પઢાર 1569 મતથી જીતી ગયા છે. આમ, શિયાળ બેઠક પર કોંગ્રેસનો કબ્જો જોવા મળ્યો.
- અમદાવાદમાં ઓગાણ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત થઈ છે. વિષ્ણુભાઈ જાદવ ઓગણજ બેઠક પર 1384 મતથી જીતી ગયા છે. ઓગાણ તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. 
- ચાણસ્મા તાલુકા પંચાયતની ધીનોજ બેઠક પર ભાજપનો વિજય થયો છે. પાટણ જિલ્લામાં આવેલી ચાણસ્માની ધીનોજ બેઠક પર ભાજપના દીપિકાબેન પટેલ 1154 મતે જીત્યા છે.

- પાટણ તાલુકા પંચાયતની 2 બેઠક પર ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ધીણોજ બેઠક પર ભાજપના ઉમેદવાર દીપિકાબેનનો 1154 મતથી વિજય થયો છે, તો સિદ્ધપુરની કાકોસી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો 886 મતથી વિજય થયો છે. કાકોસી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વર્ષાબેનનો વિજય થયો. 
- નવસારીના ખેરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ખેરગામની 7 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર વિજય રાઠોડનો 117 મતથી વિજય થયો છે. 
- નવસારીના વાંસદા તાલુકાની બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. વર્ષો પછી વાંસદા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત જોવા મળી છે. ભાજપના ઉમેદવાર કિરણ પટેલની 947 મતે જીત્યા છે.
 
- વલસાડના પારડી તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર રીનાબેન પટેલનો 1,645 મતથી વિજય થયો છે. પારડી બેઠક પર 24 વર્ષ પછી ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પર ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.
- ખેડાની હરીયાળા તાલુકા પંચાયતની બેઠક પર શાંતાબેન ચાવડાનો વિજય થયો છે. ભાજપના ઉમેદવારનો 575 મતથી વિજય થયા છે. ભાજપના ઉમેદવારનો વિજય થતાં લોકોમાં ઉત્સાહ...

- જૂનાગઢ વંથલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. 1034 મતે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઇ ગરચર જીત્યા છે. ટિકર એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. ત્રણ સંતાનો થતા સસ્પેન્ડ થયા હતા.
- મહીસાગરના વીરપુર તાલુકા પંચાયતની લીંબરવાડા પેટા ચૂંટણીમાં ભાજપના વાલમભાઈ પરમારની 400 મતથી જીત થઈ છે. લીંબરવાડા બેઠક પર કોંગ્રેસના સુખાભાઈ પરમાર સામે તેઓ જીત્યા છે.  
- દાહોદના ગરબાડા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રજીતસિંહ રાઠોડનો 2589 મતોથી વિજય થયો છે. ઝાલોદ તાલુકા પંચાયતની ચાકલીયા બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર મીનાબેન પણદાનો 722 મતોથી વિજય થયો છે. આમ, બંન્ને બેઠકો ભાજપના ફાળે ગઈ છે. 
- રાજકોટના કુવાડવા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સરોજબેન સંજયભાઇ પીપળીયાનો 92 મતે વિજય થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news