જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ, 29 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો
ગુજરાતમા આજે બે જિલ્લા પંચાયત (Jilla Panchayat) ની ત્રણ બેઠક અને તાલુકા પંચાયતો (Taluka Panchayat) ની ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે. બપોર બાદ ચૂંટણીનું પરિણા સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં 29 સીટ ઉપર ભાજપ (BJP) નો ભગવો લહેરાયો છે. 29 બેઠકો પર ભાજપે મેળવી જીત મેળવી છે. પેટાચૂંટણીમાં શરૂઆતી પરિણામથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયેલો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને જનતા તથા કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
Trending Photos
અમદાવાદ :ગુજરાતમા આજે બે જિલ્લા પંચાયત (Jilla Panchayat) ની ત્રણ બેઠક અને તાલુકા પંચાયતો (Taluka Panchayat) ની ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે. બપોર બાદ ચૂંટણીનું પરિણા સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં 29 સીટ ઉપર ભાજપ (BJP) નો ભગવો લહેરાયો છે. 29 બેઠકો પર ભાજપે મેળવી જીત મેળવી છે. પેટાચૂંટણીમાં શરૂઆતી પરિણામથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયેલો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને જનતા તથા કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રીએ ટ્વિટ કરી
ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 29 સીટ ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ઉમેદવારોને જીતાડવા બદલ જનતાનો અને તમામ કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર. આ ચૂંટણીનો વિજય આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની એક ઝલક છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જિલ્લા તાલુકા પંચાયતની પેટાચૂંટણીના પરિણામ આવ્યા છે, તેમાં ભાજપને વિજય બનાવવા બદલ મતદારો આભાર. 33 બેઠકો પરથી 29 ભાજપે કબજે કરી છે. કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી છે. તેમજ અપક્ષને 1 મળી છે. કોંગ્રેસને આ પરિણામ તમાચા સમાન છે. કોંગ્રેસના ભ્રામક પ્રચારની પોલ ખુલ્લી પડી ગઇ છે. કોંગ્રેસ લોકચુકાદાને પણ માથે ચઢાવ્યો નથી. આજે કોંગ્રેસના નેતાઓના મોં સીવાઈ ગયા છે.
અમદાવાદની 3 બેઠકોમાંથી 2 પર ભાજપ હાર્યું
અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભારે વિવાદ બાદ ભાજપે સત્તા મેળવી હતી, ત્યારે હવે ભાજપને ફરી ઝટકો લાગ્યો છે કારણ કે જિલ્લા પંચાયતની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. રવિવારે યોજાયેલી પેટાચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતા. જેમાં જિલ્લા પંચાયતની શિયાળ બેઠક પર કોંગ્રેસના બાબુભાઇ પઢારનો 1569 મતોથી વિજય થયો હતો. જ્યારે હેબતપુર બેઠક પર કોંગ્રેસના નિરુભાઇ ખસીયાનો 211 મતોથી વિજય થયો હતો. કોંગ્રેસે આ બંને બેઠકો જાળવી રાખી છે. જ્યારે અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઓગણ તાલુકા પંચાયતની બેઠક ભાજપના વિષ્ણુભાઇ જાદવે 1384 મતોથી જીતી હતી. આ બેઠક પહેલા કોંગ્રેસ પાસે હતી, પણ પેટાચૂંટણીમાં ભાજપે આંચકી લીધી છે. જિલ્લા પંચાયતોની બંને બેઠકો હારવાથી ભાજપની સત્તામાં કોઇ ફરક પડ્યો નથી. પરંતુ સત્તા હોવા છતાં બંને બેઠકો હારવી તે આંચકો ભાજપ માટે મોટો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણે દાવો કર્યો હતો કે, અમે મતદારો વચ્ચે રહ્યા અને પ્રચાર કર્યો હતો. પણ કયા કારણોના લીધે લોકોને સમજાવી ન શક્યા તેનું ચિંતન કરીશું. આગામી વર્ષ તાલુકા-જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ માટે અમદાવાદ જિલ્લા પંચાયત જાળવવી પડકાર બની રહેશે. જો કે જિલ્લા પંચાયત પ્રમુખ 25 થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે સાથે જ કાર્યકરો નારાજ હોવાનો પણ સૂર વ્યક્ત કરી રહ્યા છે.
વલસાડની પારડી બેઠક 24 વર્ષ બાદ ભાજપે જીતી
વલસાડના પારડી તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર રીનાબેન પટેલનો 1,645 મતથી વિજય થયો છે. પારડી બેઠક પર 24 વર્ષ પછી ભાજપનો ભગવો લહેરાયો છે. આ બેઠક પર ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે